Book Title: Nani Umar Motu Kam
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ સરદારે ઈશારો કર્યો. ચાર ડાકુઓ ઘરની ચારે બાજુ ઊભા રહી ગયા. સરદાર અને એના કેટલાક સાથીઓ ઘરમાં દાખલ થવા ગયા. ડાકુઓ બિલ્લીપગે આવતા હતા. પણ સહેજ અવાજ થતાં પંચાનન જાગી ઊઠ્યા. એમણે તરત જ હાથમાં બંદૂક લેવાનો પ્રયત્ન કર્યો. પંચાનન બંદૂક પકડે એ પહેલાં તો એક બુકાનીધારી ડાકુએ એમના હાથ પર જોરથી બંદૂકનો કુંદો ફટકાર્યો. હાથ પર સખત માર વાગ્યો હતો, પણ પંચાનને | કોઈ ચીસ પાડી નહિ. ઓયકારો પણ કર્યો નહિ. | સહેજ કળ વળતાં ફરી બાજુમાં પડેલી બંદૂક ઉઠાવવા [ પ્રયત્ન કર્યો. પંચાનનનો હાથ બંદૂક ઝડપે એ પહેલાં ડાકુઓનો સરદાર ધસી આવ્યો. નીચે પડેલી બંદૂકને જોરથી લાત મારી. બંદૂક દૂર હડસેલાઈ ગઈ, સરદારે પંચાનનની છાતી પર બંદૂક તાકી. સાનમાં કહ્યું કે ખબરદાર ! હવે કંઈ કરીશ, તો [ આ બંદૂક તારી સગી નહિ થાય. પછી સરદારે ઇશારો કર્યો. ડાકુઓ નિઃશસ્ત્ર પંચાનન પર તૂટી પડ્યા. એને ૧૮) - 0-0--0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ બંદૂકના કુંદાથી મારવા લાગ્યા. લાત મારવા લાગ્યા. મુક્કા વીંઝવા માંડ્યા. પંચાનન એમ હાર ખાય તેવો ન હતો. એણે ડાકુઓનો ઘણો સામનો કર્યો. એમના કેટલાય ઘા ચૂકવી દીધા. મધરાતે મોટું દંગલ મચી ગયું. પંચાનન થાક્યો. મારથી એનું શરીર કળતું હતું. ઘણી જગ્યાએથી લોહી પણ નીકળતું હતું. માથું ભમતું હતું. ધરતી ફરતી લાગતી હતી. પંચાનનન નવ વર્ષનો પુત્ર નવીનચંદ્ર ઘોષ બારણાની આડે છુપાયો હતો. એણે પોતાના પિતાની બહાદુરી જોઈ. હારી ખાવાને બદલે છેક સુધી ઝઝૂમવાની વૃત્તિ જોઈ. કોઈની મદદ વગર મુશ્કેલીનો સામનો કરે એ જ મર્દ. થાકેલા પંચાનન પર ડાકુઓ એક પર એક ઘા કરી | રહ્યા હતા. નવ વર્ષનો નાનકડો નવીનચંદ્ર આ જોઈ શક્યો નહીં. પિતાને સખત માર મારે એ પુત્રથી કેમ | ખમાય ? નવીનચંદ્ર બારણાની નજીક આવ્યો. એણે છલાંગ મારી. વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ પર જે ! ચપળતાથી છલાંગ મારે તેવી. નજીક ઊભેલા ડાકુની | 0 0 0 0 0 0 0 0 0 નાની ઉંમર, મોટું કામ –0 -0-0-0-0-0 – ૧૯ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22