Book Title: Nani Umar Motu Kam
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
Catalog link: https://jainqq.org/explore/034432/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રેણી નાની ઉંમર, મોટું કામ V RAMANUJ કુમારપાળ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ બાળ સાહસકથા શ્રેણી-૨ નાની ઉંમર, મોટું કામ કુમારપાળ દેસાઈ પ્રાપ્તિસ્થાન ગુર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001 ફોન : 079-22144663, 22149660 e-mail: goorjar@yahoo.com.web: gurjarbooksonline.com ગુર્જર સાહિત્ય પ્રકાશન 102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ , સિટી સેન્ટર પાસે, સીમા હોલ સામે, 100 ફૂટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380015 ફોન : 26934340, 98252 68759 - gurjarprakashan(cagnail.com Page #3 -------------------------------------------------------------------------- ________________ લેખકની વાત આપણા દેશનાં બાળકોની અને તે પણ પરિચિત વાતાવરણમાં બનેલી ઘટનાઓ આમાં આલેખી છે. બાળકોમાં હિંમત અને સાહસની ભાવના જાગે એવી ભાવના સાથે ‘નાની ઉંમર, મોટું કામ' પુસ્તકની નવસંસ્કરણ કરેલી આ આવૃત્તિ પ્રગટ કરવામાં આવી છે. આમાં બાળકોએ બતાવેલાં સૂઝ, સાહસ, હિંમત અને સમયસૂચકતાની સત્ય ઘટનાઓ આલેખી છે. બાળકો પોતાના જેટલી જ વયનાં બાળકોએ બતાવેલી સૂઝ કે સાહસ સાથે આસાનીથી તાદાત્મ અનુભવી શકે છે. આ પુસ્તકની સંવર્ધિત આવૃત્તિને ભારત સરકાર આયોજિત ૨૧મી રાષ્ટ્રિય બાળસાહિત્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ પુસ્તક તરીકેનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. બાળકોને વીરપુરુષોએ કે કાલ્પનિક પાત્રોએ આલેખેલા પરાક્રમની વાત કહેવામાં આવે છે, પરંતુ જ્યારે બાળકને એના જેટલી જ વયના અન્ય બાળકે બતાવેલી હિંમત કે બહાદુરીની વાત કરવામાં આવે ત્યારે એ એની સાથે સહેલાઈથી તાદાત્મ અનુભવી શકે છે. પોતાના જેટલી જ ઉંમરનો બાળક આવી સૂઝ, સમયસૂચકતા દાખવી શકે એ જાણીને એ પોતે પણ કપરા સમયે ડરી જવાને બદલે આવું સાહસ કરવાનો વિચાર કરશે. આ પુસ્તકના પ્રકાશનમાં ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને શ્રી મનુભાઈ શાહે જે રસ દાખવ્યો છે તે બદલ આભારી છું. તા. ૧૨-૪-૨૦૧૭ કુમારપાળ દેસાઈ કિંમત : રૂ. ૩૦ પ્રથમ આવૃત્તિ : 1973 છઠ્ઠી સંવર્ધિત આવૃત્તિ : 2017 Nani Ummar, Motu Kaam A collection of inspiring stories for children by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1 © કુમારપાળ દેસાઈ પૃષ્ઠ : 40 ISBN : 978-93-5162-44-8 નકલ : 1000 પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001 ફોન : 2214663, e-mail: goorjara yahoo.com અમદાવાદ મુદ્રક : ભગવતી ઑફસેટ સી/૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004 Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ અત ચોચો * 2 * ૧. ગાંગટે અને ચોચો ૨. નાની ઉંમર, મોટું કામ ૩. ડરવું ને મરવું સરખું ૪. માનવતાનો સાદ 4 0 (d 0 000 0 0 -0 0 -0 0 -0 ૧. ગાંગટે અને ચોથો ગરમીના દિવસો છે. ધરતી ધગધગે છે. માથે સખત તાપ છે. ગરમાગરમ લૂ વાય છે. બે ભૂલકાંઓ ગરમીથી કંટાળ્યાં. ઘરની ચાર દીવાલમાં રહીને કંટાળ્યાં. રમવા નીકળ્યાં. અહીંતહીં ટહેલવા નીકળ્યાં. એકનું નામ છે લાલા ગાંગટે. ચાર વર્ષના લાલા 0 -0 0 -0 0 -0 0 -0 0 0 0 | -0-0-0-0-0-00 નાની ઉંમર, મોટું કામ ગાંગટે અને ચોચો -0-0-0-0-0-0-0 પ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #5 -------------------------------------------------------------------------- ________________ ગાંગટેનું લાડુ જેવું ગોળમટોળ મોં, નાનીનાની આંખ. નાક સહેજ ચીધું. મોઢું સદાય થોડું ગંભીર રાખે. ઠાવકા થઈને ચાલે. થોડુંથોડું બોલે, કાલુંકાલું બોલે, વહાલું-વહાલું બોલે. લાલા ગાંગટે ફરવા નીકળ્યા. સાથે એમના દોસ્તો લીધા. નાના ભૂલકાંના દોસ્ત હોય નાના. લાલા ગાંગટે ચાર વર્ષના, તો એમના દોસ્ત ચોચો દોઢ વર્ષના. બંને સાથે ફરતા જાય. અહીંતહીં જોતા જાય. આમતેમ ટહેલતા જાય. ચોચો ધીમેધીમે ચાલે. ગાંગટેની આંગળી પકડીને ચાલે. બંને સહેજ મજાક કરે. ગાંગટે આંગળી છોડાવી દોડે. નાનકડો ચોચો પકડવા જાય. થોડી વારે ગાંગટે ઊભો રહીને પકડાઈ જાય. ચોચો ભારે આનંદમાં આવી જાય. પોતે કેવો બહાદુર ! ગાંગટેને કેવો પકડી પાડ્યો? જરા અક્કડ ચાલે. છાતી ફુલાવી ચાલે. જાણે મોટો વાઘ માર્યો ! -૦-૦-૦-૦-૦-૦—૦—૦ નાની ઉંમર, મોટું કામ c:\backup~1\driveŻ~1\Bready naniumar.pm5 ચાર વર્ષનો લાલા ગાંગટે ફરતા-ફરતા તળાવ પાસે આવ્યા. ઠંડો-ઠંડો પવન વાય. ગરમીમાં બહુ આનંદ થાય. તળાવને કાંઠે રમવાની તો ભારે મજા. રેતીના ઢગ બનાવ્યા. પાણીમાં પથરા નંખાય. ગાંગટેએ એક ખાડો ખોદ્યો. ખાડામાં પગ મૂક્યો. એના પર રેતી વાળી દીધી. ગાંગટે અને ચોચો –– ૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ ચોચો મહાશય તપાસ કરવા ગયા. લાંબા પહોળા તળાવ પાસે ગયા. તપાસ કરવા પાણી પાસે ગયા, પણ તપાસ ભારે પડી ગઈ. નાનકડા પગ લપસી પડ્યા. ચોચોમહાશય પાણીમાં ખેંચાઈ ગયા. બહાર આવવા ઘણા હાથ હલાવ્યા, ઘણાં ફાંફાં માર્યા, પણ ચોચો ફાવ્યા નહિ. ચાર વર્ષનો ગાંગટે દોડીને આવ્યો. પોતાના નાના દોસ્તને પાણીમાં તણાતો જોયો. ગાંગટેએ ચારે તરફ નજર કરી. કોઈ મોટો માણસ હોય તો બૂમ પાડીને બોલાવું. આજુબાજુ કોઈ ન દેખાય. સાવ સૂમસામ. ગાંગટે ગડમથલમાં પડ્યો. પોતાના દોસ્તને બચાવવો શી રીતે ? ચાર વર્ષનો ગાંગટે હિંમત હારે તેમ ન હતો. હારીને બેસી રહે તેમ ન હતો. ડરીને ભેંકડો તાણે તેવો ન હતો. તળાવના પાણી પાસે ગયો. ચોચોના વાળ પકડવા | ચોચોને સાનમાં કહ્યું. “અરે ચોચો ! જરા તો દેખો, મારા પગ ખોવાઈ ગયા.” ચો મહાશય પહેલાં તો ચમક્યા. પછી વાત સઘળી સમજી ગયા. નાના હાથે રેતી દૂર કરે. થોડી વારે ગાંગટેનો પગ પકડીને બહાર કાઢ્યો. ચોચો મહાશયે એમાં પોતાનો પગ મૂક્યો. ઉપર રેતી નાંખી, હાથ હલાવી ગાંગટને કહ્યું, “અરે ગાંગટેજી ! જુઓ તો ખરા ! મારો પગ ગયો ક્યાં ?” [ ગાંગટેએ એનો પગ બહાર કાઢ્યો. આવી રમત ચાલતી હતી. ગાંગટે રેતીનું ઘર બનાવે. ચોચો એક લાતે તોડીને બહાદુરી બતાવે. નાનકડા ચોચો મહાશય તો આગળ ફરવા ચાલ્યા. | ફરતા-ફરતા તળાવના પાણી પાસે પહોંચ્યા. માથે સૂરજ તપે. ગરમી ઘણી લાગે, વખત થયો હતો બપોરના સાડા અગિયારનો. દોઢ વર્ષના ચોચો મહાશયને થયું, 4 “લાવ, જોઉં તો ખરો, પાણી ઠંડું છે કે ગરમ ? ઠંડું 4 હોય તો માથા પર છાંટું, જરા દિમાગને ઠંડક થાય.” ૮ 5 - 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ 00-0-0-0 0 0 0 0 -00-0-0-0 0 . 0 0 -0. 0 ગાંગટે અને ચોચો -0-0-0-0-0-0-0 – ૯ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #7 -------------------------------------------------------------------------- ________________ હાથ લાંબા કર્યા. ઘણી મહેનત કરી. સહેજ સરક્યા કે ડૂબી જવાય. માંડમાંડ ચોચોના વાળ હાથ આવ્યા. એને બહાર ખેંચવા મહેનત કરી. ચાર વર્ષના ગાંગટેમાં એટલું જોર તો ક્યાંથી હોય કે પાણીમાંથી દોઢ વર્ષના દોસ્તને બહાર કાઢી શકે ? ગાંગટેએ ઘણી મથામણ કરી. મહેનત કરતાં ચોચોના વાળ પણ હાથમાંથી સરકી ગયા. દોઢ વર્ષનો દોસ્ત પાણીમાં તરફડિયાં મારે. કિનારાથી છે દૂર ને દૂર ખેંચાવા લાગ્યો. પાણીમાં તણાવા લાગ્યો. ગાંગટે વિચાર કરે, હવે કરવું શું ? એ નાનો હતો, પણ નબળો ન હતો. એ રડ્યો નહિ. એ ડર્યો નહિ. ૨ડનારને કે ડરનારને તો હાર જ મળે. " તરત એણે દોટ લગાવી. મૂઠી વાળી દોટ લગાવી. તળાવની નજીકના મકાનમાં ગયો. જઈને સીધો ઘરમાં પેઠો. એમાં બેઠેલા માણસનો હાથ પકડ્યો, એને ઉઠાડતાં ગાંગટેએ તોતડી ભાષામાં કહ્યું, “ચાલો ચાલો. જલદી દોડો. મારી સાથે ચાલો. ૧૦) = 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ 0-0-0-0-0 -0-0-0-0-0 નાના બાળકની મોટી સૂઝ ! ગાંગટે તળાવમાં ડૂબતા ચોચોને બતાવે છે. -0 ગાંગટે અને ચોચો -0-0-0-0-0-0-0 – ૧ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #8 -------------------------------------------------------------------------- ________________ ચોચો - એક છોકરો - મારો દોસ્ત – તળાવમાં ડૂબે છે.” પેલો માણસ તળાવ તરફ દોડ્યો. એની પાછળ ગાંગટેએ પણ દોડ લગાવી. એને ડૂબતા ચોચોને બતાવ્યો. પેલાએ પાણીમાં ઝંપલાવ્યું. થોડો આગળ વધ્યો. ચોોને ઊંચકી લીધો. તરફડિયાં મારતા ચોચોમહાશય બચી ગયા. ચાર વર્ષના ગાંગટેની આંગળી પકડીને ચોચોમહાશય પાછા ફર્યા. પેલો માણસ ચોચોના ઘર સુધી આવ્યો. એણે સઘળી વાત કરી. ગાંગટેની હિંમત અને સમજ માટે સહુને માન થયું. ચાર વર્ષના છોકરાની અક્કલ અને આવડતને લીધે દોઢ વર્ષનો બાળક બચી ગયો. ચાર વર્ષનો બાળક દોઢ વર્ષના બાળકને બચાવે એ વાત અચરજ પમાડે. છતાં આ બનાવ કોઈ પરીકથા નથી, કોઈ કલ્પનાની વાત નથી. આ પ્રસંગ બન્યો ૧૯૭૧ની આઠમી માર્ચે. ગાંગટે અને ચોચો મહાશય બંને ઇમ્ફાલ રાજ્યના રહેવાસી છે. ૧૯૭૨ના પ્રજાસત્તાક દિને દિલ્હીમાં મોટી પરેડ ૧૨-૦-૦-૦-૦-૦-૦-૦—૦ નાની ઉંમર, મોટું કામ c:\backup-~1\drive2-~1\Bready naniumar.pm5 યોજાઈ. નાનકડાં ગાંગટેને એમાં એક મોટા હાથી પર બેસાડવામાં આવ્યો. ચાર વર્ષના નાના બાળકની વીરતાની દેશ તરફથી કદર થઈ. લાલા ગાંગટેને શાબાશી સાથે પ્રમાણપત્ર આપતાં ભારતના વડાપ્રધાને કહ્યું, “આવાં સમજદાર અને હિંમતવાન બાળકો જ દેશનું સાચું ધન છે.” ગાંગટે અને ચોચો ~૭-૦ - Page #9 -------------------------------------------------------------------------- ________________ ચોર-લૂંટારા વધવા લાગ્યા. ડાકુઓનો ત્રાસ સતાવવા લાગ્યો. નાની ઉંમર, મોટું કામ 0 0 રાજ રામનું નહિ, પણ રાવણનું બન્યું. લોકો પડીકે જીવ બાંધીને રાત ગાળે. મનમાં પ્રભુને પ્રાર્થના કરે : હે ઈશ્વર, આ રાત હેમખેમ પસાર થવા દેજે, ડાકુઓથી અમારો જાન બચાવજે .” આખા જિલ્લામાં ડાકુઓનું ભારે જોર. બંદૂકધારી ડાકુઓ આવે. જે કંઈ હોય એ ધરી દેવું પડે. સામે થાય એને ગોળી દાગે. ડાકુઓને મન માણસ મારવા કે માખી મારવી | એકસરખી બાબત હતી. કોઈ વિરલા ડાકુનો સામનો કરવાનું વિચારે. પણ ડાકુ એકલદોકલ આવે નહિ. એની આખી ટોળી આવે. ગામનાં ગામ ભાંગે. ઘરનાં ઘર લૂંટે. ૨૪ પરગણા જિલ્લાનું નાનું એવું ગામ. નગરડાગા એનું નામ. અંધારી ભેંકાર રાત. માણસના ઘરમાં જ દીવા મળે નહિ, પછી રસ્તા છે પર તો ક્યાંથી હોય ? નાની ઉંમર, મોટું કામ -0-0-0-0-0-0- ૧૫ 0 0 0 દિવસ આથમ્ય કોઈ દેખાય નહિ. સાંજ પડ્યે સહુ ઘરમાં પેસી જાય. સામાન્ય રીતે રાત્રે ચોરી થાય, પણ પશ્ચિમ બંગાળાના ૨૪ પરગણા જિલ્લામાં ધોળે દિવસે ધાડ પડવા લાગી. ભરબપોરે દુકાનો લૂંટાવા લાગી. જાનમાલની કશી સલામતી નહિ. ચારે તરફ ભય, ભય અને ભય. સારા માણસો મૂંગે મોંએ જીવન જીવે. શાણા માણસો બધું ચૂપચાપ સહન કરે. ૧૪-0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ 0 0 0 c: backup-1 drive2-1 Bready naniumar.pm5 Page #10 -------------------------------------------------------------------------- ________________ ગામ નાનું, પણ વેપાર સારો. જમીન થોડી, પણ ખેતી સારી. વેપારીઓ પૈસેટકે સુખી. ખેડૂતો પણ મિલક્તવાળા. ૧૯૭૦ની છઠ્ઠી માર્ચની મધરાતે આ ગામમાં ડાકુ ઊતરી પડ્યા. ઘનઘોર રાત. પડછાયા જેવા અઢાર જે ટલા બુકાનીદાર ડાકુઓ ગામમાં આગળ વધ્યા. મોંએ બુકાની. શરીરે કાળો પોશાક. હાથમાં બંદૂક. અઢાર ડાકુઓમાં આગળ ચાલે એમનો આગેવાન. છે ઊંચો કદાવર દેહ, લાંબી-લાંબી મૂછ. મોટી-મોટી ફાળ છે ભરે. નગરડાગા ગામમાં પંચાનન ઘોષ નામના સજ્જન રહે. ભારે સીધાસાદા આદમી. એટલા જ હિંમતવાન. આ સમયે બીજા બધા ઘર બંધ કરીને સૂએ. બાકીના ૧ ઓરડામાં મોટાં-મોટાં તાળાં લગાવે. સહેજ ખડખડાટ થાય કે ખૂણામાં સંતાઈ જાય. પંચાનન પાછો પડે તેવો માનવી ન હતો. એ ઘરની ઓસરીમાં જ સૂએ. બાજુમાં બંદૂક રાખે. ડાકુઓ પંચાનન ઘોષના ઘર પાસે આવ્યા. એમના 0 30 -0-0 -0-0 0-0-0-00 1000-0-0-0 -0 -0 -0 ખબરદાર ! બંદૂક તારી સગી નહીં થાય ! ડાકુઓના સરદારે પંચાનનની છાતી પર બંદૂક મૂકી. 0 ૧૩ - 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ નાની ઉંમર, મોટું કામ -0-0-0-0-0-0 – ૧૭ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #11 -------------------------------------------------------------------------- ________________ સરદારે ઈશારો કર્યો. ચાર ડાકુઓ ઘરની ચારે બાજુ ઊભા રહી ગયા. સરદાર અને એના કેટલાક સાથીઓ ઘરમાં દાખલ થવા ગયા. ડાકુઓ બિલ્લીપગે આવતા હતા. પણ સહેજ અવાજ થતાં પંચાનન જાગી ઊઠ્યા. એમણે તરત જ હાથમાં બંદૂક લેવાનો પ્રયત્ન કર્યો. પંચાનન બંદૂક પકડે એ પહેલાં તો એક બુકાનીધારી ડાકુએ એમના હાથ પર જોરથી બંદૂકનો કુંદો ફટકાર્યો. હાથ પર સખત માર વાગ્યો હતો, પણ પંચાનને | કોઈ ચીસ પાડી નહિ. ઓયકારો પણ કર્યો નહિ. | સહેજ કળ વળતાં ફરી બાજુમાં પડેલી બંદૂક ઉઠાવવા [ પ્રયત્ન કર્યો. પંચાનનનો હાથ બંદૂક ઝડપે એ પહેલાં ડાકુઓનો સરદાર ધસી આવ્યો. નીચે પડેલી બંદૂકને જોરથી લાત મારી. બંદૂક દૂર હડસેલાઈ ગઈ, સરદારે પંચાનનની છાતી પર બંદૂક તાકી. સાનમાં કહ્યું કે ખબરદાર ! હવે કંઈ કરીશ, તો [ આ બંદૂક તારી સગી નહિ થાય. પછી સરદારે ઇશારો કર્યો. ડાકુઓ નિઃશસ્ત્ર પંચાનન પર તૂટી પડ્યા. એને ૧૮) - 0-0--0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ બંદૂકના કુંદાથી મારવા લાગ્યા. લાત મારવા લાગ્યા. મુક્કા વીંઝવા માંડ્યા. પંચાનન એમ હાર ખાય તેવો ન હતો. એણે ડાકુઓનો ઘણો સામનો કર્યો. એમના કેટલાય ઘા ચૂકવી દીધા. મધરાતે મોટું દંગલ મચી ગયું. પંચાનન થાક્યો. મારથી એનું શરીર કળતું હતું. ઘણી જગ્યાએથી લોહી પણ નીકળતું હતું. માથું ભમતું હતું. ધરતી ફરતી લાગતી હતી. પંચાનનન નવ વર્ષનો પુત્ર નવીનચંદ્ર ઘોષ બારણાની આડે છુપાયો હતો. એણે પોતાના પિતાની બહાદુરી જોઈ. હારી ખાવાને બદલે છેક સુધી ઝઝૂમવાની વૃત્તિ જોઈ. કોઈની મદદ વગર મુશ્કેલીનો સામનો કરે એ જ મર્દ. થાકેલા પંચાનન પર ડાકુઓ એક પર એક ઘા કરી | રહ્યા હતા. નવ વર્ષનો નાનકડો નવીનચંદ્ર આ જોઈ શક્યો નહીં. પિતાને સખત માર મારે એ પુત્રથી કેમ | ખમાય ? નવીનચંદ્ર બારણાની નજીક આવ્યો. એણે છલાંગ મારી. વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ પર જે ! ચપળતાથી છલાંગ મારે તેવી. નજીક ઊભેલા ડાકુની | 0 0 0 0 0 0 0 0 0 નાની ઉંમર, મોટું કામ –0 -0-0-0-0-0 – ૧૯ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #12 -------------------------------------------------------------------------- ________________ બંદૂક પડાવી લીધી. તરત જ દોડીને ઘરમાં ભરાયો. બારણા પાસે ઊભેલો ડાકુ સ્તબ્ધ બનીને આંખો ચોળતો રહ્યો. એને થયું કે જાણે વીજળી પડી ! ખબર પણ ન પડી કે કોણ આવ્યું ? કોણ એની બંદૂક લઈ ગયું ? એ બંદૂક લેનારો ઘરમાં ક્યાં ગાયબ થઈ ગયો ? નવ વર્ષનો નવીનચંદ્ર ઝડપથી ઘરના અંદરના ભાગમાં ગયો. પિતા પાસેથી નિશાનબાજી શીખ્યો હતો. ઘરમાં કારતૂસો ક્યાં પડી છે એની પણ એને જાણકારી હતી. કારતૂસ લઈને ભરવા લાગ્યો. છુપાઈને બરાબર નિશાન લેવા માંડ્યો. ધારીને નિશાન લગાવે. વીણીને ડાકુને વીંધે. એક ગોળી આવી. ડાકુઓના સરદારને વીંધીને | ચાલી ગઈ. જમીન પર ઝાડ તૂટી પડે એમ સરદારના પડછંદ દેહનો જમીન પર ઢગલો થઈ ગયો. સરદાર જાય એટલે સેનાની હિંમત અડધી ઓછી થઈ જાય. યુદ્ધમાં થાય એવું જ ડાકુગીરીમાં થાય. ડાકુઓ વિચારવા લાગ્યા કે આ ગોળી આવી કઈ બાજુથી ? એક ડાકુ આમતેમ ફરીને જોવા ગયો, પણ હજી મોટું પૂરું ફેરવી રહે એ પહેલાં તો એક ગોળી એના કપાળમાં વાગી. 0 0 0 0 0 0 નવ વર્ષનો નવીનચંદ્ર ઘોષ ડાકુઓને દુશ્મન જડે નહીં. હવે એનો સામનો કરવો કઈ રીતે ? ગોળીથી વીંધાયેલા પોતાના સાથીની હાલત જોઈને બીજા ડાકુના મુખમાંથી ચીસ નીકળી ગઈ. પણ હજી પૂરી ચીસ નીકળે તે પહેલાં તો એક | ગોળી એને ઘાયલ કરી ગઈ. નાનકડો નવીનચંદ્ર બંદૂકમાં કારતૂસ ભર્યો જતો | હતો. નિશાન લઈને વીંધે જતો હતો. બીજા ત્રણ 0 0 0 0 0 ૨૦)- 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ નાની ઉંમર, મોટું કામ - 0 -0-0-0-0-0 - ૨૧ e: backup-I\drive2-1 Bready naniumar.pm5 Page #13 -------------------------------------------------------------------------- ________________ ડરવું ને મરવું સરનું ડાકુઓ પણ ઘાયલ થયા. બાકીના ડાકુઓએ વિચાર્યું કે શિર સલામત તો પઘડિયાં બહુત. એ બધાએ ત્યાંથી પોબારા ગણવા માંડ્યા. નવીનચંદ્ર પોતાની નિશાનબાજીથી ડાકુના સરદારને વીંધી નાંખ્યો હતો, બીજા પાંચને ઘાયલ કર્યા હતા. પિતા પંચાનનની આંખમાં આંસુ આવ્યાં. આનંદનાં આંસુ. પુત્રની વીરતાનાં આંસુ. પિતા પુત્રને બચાવે એવું ઘણી વાર બને, અહીં [ પુત્રે પિતાને બચાવ્યા. એ રાતે ડાકુઓ નગરપાડાનો નાશ કરવા આવ્યા હતા. નાનકડા નવીનચંદ્રની વીરતાએ આખા નગરપાડા ગામને બચાવ્યું. | નવ વર્ષના નવીનચંદ્રને ભારત સરકારે ૧૯૭૧ના ગણતંત્ર દિવસે ‘વીર બાળક'નો ઇલ્કાબ આપ્યો. 0 0 0 0 0 0 0000000000 જે 0 શનિવારનો દિવસ. ભણવાનું તો હોય અડધો દિવસ. બપોરે અઢી વાગ્યે નિશાળ છૂટે. મુંબઈની એક નિશાળ. નામે ‘ઘાટકોપર ગુરુકુળ વિદ્યાલય.' એમાં મૂકેશ નામનો છોકરો ભણે. ચોથા ધોરણમાં છે ભણે. ૧૯૭૪ની ૧૯મી જાન્યુઆરી અને શનિવારનો દિવસ. નિશાળ છૂટી. ડરવું ને મરવું સરખું - 0 -0-0-0-0-0 - ૨૩ 0 ૨૨ - 0-00-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નવ વર્ષનો મૂકેશ દફતર ઝુલાવતો-ઝુલાવતો બહાર નીકળ્યો. દોસ્તો સાથે વાતો કરતો જાય. કોઈ નિશાળની વાતો કરે, કોઈ કરેલાં તોફાનની વાત કરે. એમાં વળી કોઈનું ઘર આવે અને એ છૂટો પડે ત્યારે ‘આવજો, આવજો'ની બૂમ પાડે. રસ્તો આમ કપાતો જાય. મૂકેશ ધીરે-ધીરે ઘર તરફ ચાલતો જાય. એવામાં એક માણસ આવ્યો. હાંફળો-ફાંફળો આવ્યો. જાણે ખૂબ દોડીને ધસમસતો આવ્યો ! રસ્તા પર એકલા જતા મૂકેશ પાસે આવ્યો. એણે કહ્યું, “અરે બાબા ! જલદી ચાલ, જલદી ચાલ, તારા પિતાને અકસ્માત થયો છે. ઇસ્ટર્ન હાઈવે પર બેભાન પડ્યા છે. તું મારી સાથે ઝડપથી ચાલ.” મૂકેશ નાનો હતો, પણ વિચાર કર્યા વગર કોઈની વાત માનનારો ન હતો. મનમાં વિચારે કે જો પિતાને અકસ્માત થયો હોય તો ખબર આપવા ઘરનું કોઈ માણસ આવે, કોઈ સ્નેહી કે સંબંધી આવે, પણ આ તો ૩-૦-૦-૦-૦-૦—— નાની ઉંમર, મોટું કામ c:\backup-~1\driveż~1\Bready naniumar.pm5 નવ વર્ષનો મૂકેશ સાવ અજાણ્યો માણસ. ન કોઈ ઓળખાણ પિછાણ, ન કોઈ જાન-પહેચાન ! વળી એ ઘેર જઈને કહેવાને બદલે શા માટે અહીં સીધો કહેવા આવ્યો હશે ? એને કેવી રીતે ખબર પડી કે તે મારા પિતા છે ? નવ વર્ષના મૂકેશે પેલા માણસને કહ્યું, “અરે ભાઈ, હું તમારી સાથે આવું તો ખરો, પણ એ પહેલાં જરા મારી મમ્મીને પૂછી આવું.” ડરવું ને મરવું સરખું 10 Page #15 -------------------------------------------------------------------------- ________________ પેલો માણસ કહે, “અરે આમાં પૂછવા જવાનું શું ? જલદી ચાલ. તારા પિતાને અકસ્માત થયો છે ને તું વળી ઘેર જઈને પૂછવાનો વિચાર કરે છે ?” નાનકડો મૂકેશ એમ આસાનીથી માની જાય તેમ ન હતો. એણે ફરી કહ્યું, હા, પહેલાં મમ્મીને પૂછી લઈએ. પછી જ્યાં જવું હોય ત્યાં જઈશું.” પેલા માણસે જોયું કે આ છોકરો એમ ભોળવાય છે એમ નથી. સહેલાઈથી એની વાતમાં આવી જાય તેમ છે નથી. એને થયું કે આ સીધી રીતે માનતો નથી. એને છે જરા સરખો કરવો પડશે. એણે આંખો કાઢી. મુકેશનું બાવડું પકડ્યું. એનો હાથ ખેંચીને આગળ ચાલવા માંડ્યો. પેલાએ કહ્યું. “જો ચૂપચાપ ચાલજે. કંઈ ગડબડ કરી છે તો જાનથી મારી નાખીશ.” એ માણસ મૂકે શને ચલાવતો-ચલાવતો | કન્નમવરનગરમાં લઈ ગયો. અહીં એકાંત સ્થળે બંધાઈ રહેલા એક મકાન તરફ ખેંચી ગયો. મૂકેશ ચારે બાજુ નજર કરે, પણ કોઈ ન મળે. મુકેશને થયું કે હવે આવી બન્યું ! પણ કરવું શું? પેલો માણસ આંખ કાઢતો જાય. જોશથી બાવડું પકડતો જાય. ઝડપથી એને ઢસડતો જાય. મૂકેશને એક ચણાઈ રહેલા મકાનના ચોથા માળ પર લઈ ગયો. ચણાતા મકાનમાં હોય કોણ ? આજુબાજુ માત્ર ઈંટની ભીંતો જ દેખાય. બીજું કશું નજરે પડે નહીં. પેલા માણસે ખિસ્સામાંથી ચપું કાઢયું. એણે કહ્યું, ખબરદાર ! ચૂપ રહેજે. જો સહેજે હાલ્યો કે ચાલ્યો છે તો આ ચપ્પ હુલાવી દઈશ.” પેલાએ દોરીથી છોકરાના હાથપગ બાંધ્યા. બૂમ ? પાડી ન શકે કે અવાજ કરી ન શકે તે માટે એના નાના મોઢા પર કચકચાવીને હાથરૂમાલ બાંધ્યો. પછી કહ્યું, અલ્યા, આમ ને આમ મૂંગો પડ્યો રહેજે. સહેજે હાલ્યોચાલ્યો છે, તો તારી ખેર નથી. હું થોડી વારમાં આવું છું.” આટલું કહીને એ માણસ ત્યાંથી ચાલ્યો ગયો. [ મૂકેશ નાનો હતો, પણ મનનો નબળો ન હતો. | 0 0 0 0 0 0 0 0 | ૨૯-0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ ડરવું ને મરવું સરખું - 0 -0-0-0-0-0- ૨૭ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #16 -------------------------------------------------------------------------- ________________ આફત મોટી હતી પણ મુંઝાનારો ન હતો. ડરવું ને મરવું સરખું જાણતો હતો. ડરી જવાને બદલે એ હિંમત રાખીને અહીંથી બહાર નીકળવાનો ઉપાય વિચારતો હતો. થોડી વાર તો શાંત બેસી રહ્યો. ખાતરી કરી કે પેલો માણસ ગયો છે કે નહીં. પછી મૂકેશે એક હિંમતભરી યોજના ઘડી. હાથપગ બંધાયેલા હતા, પછી ચલાય કેમ ? મોં પર કચરચાવીને રૂમાલ બાંધ્યો હતો, પછી | બૂમ પડાય કેમ ? | મુશ્કેલીથી માની જાય તો મૂકેશ નહિ. આસાનીથી & હારી જાય તો મૂકેશ નહિ. એ તો ઘસડાતો-ઘસડાતો ચાલવા લાગ્યો. હાથ બાંધેલા, પગ બાંધેલા, છતાં ઘસડાતા ઘસડાતા પગથિયાં ઊતરવા લાગ્યો. સાચવીને પગથિયાં ઊતરવાં પડે. સહેજ ચૂક્યા તો ગબડી પડાય. સહેજ ભૂલ્યા તો પડી જવાય. શરીર છોલાવા લાગ્યું. હાથ, પગ ને પીઠ તો ઘણાં છોલાઈ ગયાં, પણ માત થાય એ મૂકેશ નહિ. આવી રીતે છેક ચોથા માળથી નીચે આવ્યો. બાજુમાં 0 ફરતા ચોકીદારની એના તરફ નજર ગઈ. એ દોડી ૨૮ - 00-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ - -0 -0 -0 -0 -0 -0 70000ન - 0 બીએ એ બીજા ! મૂકેશ ઘસડાતાં ઘસડાતાં પગથિયાં ઊતરવા લાગ્યો ડરવું ને મરવું સરખું -૦ -0-0-0-0-0 - ૨૯ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #17 -------------------------------------------------------------------------- ________________ આવ્યો. નાના બાળકના હાથ અને પગ પર બાંધેલા દોરડાં છોડ્યાં. મોં પર બાંધેલો હાથરૂમાલ છોડ્યો. નાના મૂકેશે ચોકીદારને બધી વાત કરી ! ચોકીદાર એને નજીકમાં આવેલા વિક્રોલી પોલીસ સ્ટેશને લઈ ગયો. બીજી બાજુ ઘાટકોપર (પૂર્વ)ની જોશી લેનમાં આવેલા વખારિયા ભવનમાં રહેતી મૂકેશની મમ્મી ચિંતામાં પડી. સમય ઘણો વીતી ગયો, પણ મૂકેશ આવ્યો નહિ. મમ્મી વિચારે કે રોજ તો નિશાળ છૂટે ને સીધેસીધો ઘેર આવી જાય. આજે બે કલાક વીતી ગયા, છતાં એ ઘેર કેમ આવ્યો નહિ ? શાળામાં તપાસ કરી. ખબર પડી કે નિશાળમાં તો કોઈ બાળક નથી. મૂકેશના દોસ્તોને ઘેર જઈને પૂછપરછ કરી. બધાએ કહ્યું કે અમે નિશાળમાંથી સાથે જ નીકળ્યા હતા. મૂકેશ ઘેર આવી જવો જોઈએ. સગાંસંબંધીને ત્યાં તપાસ કરી, પણ ક્યાંયથી મુકેશનો પત્તો મળ્યો નહિ. ૦-૦-૦-૦-૦-૦–૦—૦ નાની ઉંમર, મોટું કામ | ૩૦ c:\backup-~1\driveż~1\Bready naniumar.pm5 મૂકેશના પિતાશ્રી ઇન્દ્રવદન જયંતીલાલ શેઠને પુત્ર ખોવાયાના ખબર મળતાં જ તાબડતોબ ઘેર આવી પહોંચ્યા. જુદે-જુદે ઠેકાણે તપાસ કરી પણ મૂકેશ ક્યાંય મળે નહિ. આખરે ઘાટકોપર પોલીસ સ્ટેશને જઈને પોતાનો પુત્ર ખોવાઈ ગયાની ફરિયાદ નોંધાવી. હજી પૂરી ફરિયાદ નોંધાવે એ પહેલાં તો ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. વિક્રોલી પોલીસ સ્ટેશન પરથી ખબર મળી કે ઘાટકોપરમાં રહેતો મૂકેશ નામનો એક નાનકડો છોકરો અહીં આવ્યો છે ને તદન હેમખેમ છે. મૂકેશનાં માતાપિતાનો જીવ હેઠો બેઠો. પછી તો પોલીસે પેલા માણસ અંગે તપાસ ચલાવી. ઘાટકોપરની એક હોટલમાંથી તેવીસ વર્ષના ચંદ્રસેન લાલજી આશર નામના યુવાનની ધરપકડ કરી. એ યુવાનના ખિસ્સામાંથી એક ચપ્પુ મળ્યું. એ સાથે એક જાસાચિઠ્ઠી પણ મળી આવી. એમાં લખ્યું હતું કે ‘તમારો છોકરો અમારા કબજામાં છે. તમારા ઘર નજીકના કૂવા પાસે રાતના બે વાગ્યે અમારો માણસ ઊભો રહેશે. છોકરાનું મોઢું જોવું હોય તો આ માણસને દશ હજાર રૂપિયાની રકમ સોંપી દેજો. ડરવું ને મરવું સરખું 10 0-0-0-0-0 Page #18 -------------------------------------------------------------------------- ________________ પોલીસને ખબર આપશો તો છોકરાના મોતને નોતરશો.” આ ચંદ્રસેન આશર મૂકેશ રહેતો હતો એ મકાનમાં પહેલા માળે જ થોડા સમયથી રહેવા આવ્યો હતો. એનો ઇરાદો તો બૂરો હતો. નવ વર્ષના આ ભુલકાનું અપહરણ કરવું. એને બાન તરીકે રાખીને એના પિતા પાસેથી દશ હજારની રકમ મેળવવી. નાનકડા મૂકેશની હિંમત અને નીડરતાને લીધે એનો બદઇરાદો સફળ થયો નહિ, એટલું જ નહિ, પણ જેલમાં જવાનો વારો આવ્યો. નાનકડો મૂકેશ માને છે કે જે મૂંઝાય છે એ માત ખાય છે. આફતમાં જે અકળાતો નથી એ જરૂ૨ મુશ્કેલીમાંથી પાર ઊતરે છે ! 'માનવતાનો સાદ 0 0 0 ૧૯૭૩નો ઑગસ્ટ મહિનો. ગુજરાત પર આફત આવી. નદીઓ બધી છલકાઈ ઊઠી. 0 0 0 0000000000 ' 0 0 વરસાદ પણ ધીરે-ધીરે મોજમાં આવ્યો. વધવા માંડ્યો. મોજીલા મેઘને પછી તો કંઈ ભાન ન રહ્યું. ' પહેલાં સાવરણીની સળીની ધારે વરસતો હતો. હવે સાંબેલાની ધારે વરસવા માંડ્યો. ઊંધું ઘાલીને વરસવા ! માંડ્યો. 0 0 0 ૩૨ - 0-00-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ માનવતાનો સાદ -0-0-0-0-0-0-0 – ૩૩ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #19 -------------------------------------------------------------------------- ________________ ખેતરો જળબંબાકાર બન્યાં. આસપાસનાં ગામ ડૂબવા લાગ્યાં. ઝૂંપડાઓ તણાવા લાગ્યાં. મુંગા ઢોર નિરાધાર બનીને પાણીમાં તણાવા લાગ્યા. મહી નદી તોફાને ચડી. સરિતા સાગર બની. માનિની રણચંડી બની. આસપાસનાં ગામ ડૂબવા લાગ્યાં. ગોધરાથી પચીસ કિલોમીટર દૂર આવેલા જૂની ધરી અને નવી ધરી ગામમાં આઠમી સપ્ટેમ્બરે પૂરનાં પાણી પેસી ગયાં. રાત્રે લપાઈ છુપાઈને ચોર આવે એમ પૂરનાં પાણી ગામમાં પેઠાં. ગામ આખું મધરાતની 9 મીઠી નીંદરમાં સૂતું હતું. મકાનમાં પાણી પેઠાં. ઝૂંપડામાં ૧ પાણી પેઠાં, ઘરવખરી ને ઢોર તણાવા લાગ્યાં. પાણીનો ઘૂઘવાટ સાંભળી સહુ સફાળા જાગી ગયાં. આંખ ચોળીને જોયું તો નીચે પાણી, આજુબાજુ પાણી, અહીંતહીં પાણી. જાણે જમીનને બદલે પાણી પર સૂતા હોય ! મધરાતનું અંધારું ઘોર. ચારે બાજુ જળબંબાકાર! હવે કરવું શું ? ૩૪-0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ પાણી તો વધતું ગયું. ઝૂંપડાં પડુંપડું થવા લાગ્યાં. મકાન બધાં ડૂબવા માંડ્યાં. હાથ આવ્યું તે લઈ સહુ ઝાડ પર ચડી ગયાં. અંધારું ઓછું થયું, પણ પૂરનું પાણી ચડતું રહ્યું. વિનાશ વેરતી મહી હવે ઉછાળા મારતી રહી. સવાર પડી. જૂની ધરી અને નવી ધરી ગામમાં બે હજાર જેટલાં માનવીઓ ઝાડ પર ચડી ગયાં. ઝાડ જ એમનો આશરો અને આધાર. ક્યાંક ઝાડ પણ ટાઢિયા તાવવાળા માણસની જેમ ધ્રુજે. હમણાં ઊખડ્યાં કે ઊખડશે. ગાંડો જળહાથી માથાં ઝીંકી રહ્યો. દરિયાનાં પાણી જેવાં પાણી બધે ફેલાઈ વળ્યાં. ક્યાંક વધતાં પાણી ઝાડ પર રહેલાંના પગ સુધી પહોંચી જાય. લોકો સહુ હાહાકાર કરી રહ્યાં. પણ પાણીનો હહુકાર જબરો હતો. જાણે પ્રલયકાળ આવ્યો ! ગામવાસીઓ ઝાડને આશરે જીવન ટિંગાડીને રહ્યાં. નીચે મોતનો સાગર ઊછળે. દશા એવી હતી કે વધુ સમય જાય તો બે હજાર માનવીઓ જળશરણ થઈ જાય. | સહુના જીવ જોખમમાં મુકાયા. મદદ માટે સંદેશો મોકલવાનું કોઈ સાધન નહિ.' બીજે ગામ ખબર કઈ રીતે આપવી એ કોઈને સૂઝે | 000000000 માનવતાનો સાદ -0-0-0-0-0-0-૭ ૩પ c: backup-1 drive2-1 Bready naniumar.pm5 Page #20 -------------------------------------------------------------------------- ________________ નહિ. જ્યાં ઝાડ પરથી ચસકાય એવું નહિ, ત્યાં વળી સંદેશો મોકલવાની કે બહાર જવાની વાત કેવી ? મહી નદીના સામે કિનારે લશ્કરી બચાવનારી નૌકાઓ પડી હતી. પણ એને કહેવા કોણ જાય ? વીફરેલી મહીનાં વિકરાળ પાણી સાથે બાથ ભીડવા તૈયાર કોણ થાય ? એક તો આવી ઊંડી નદી. એમાં પૂરનો ઝડપી પ્રવાહ. વળી વમળમાં ફસાયા તો બાર વાગી ગયા જ સમજો. સામે કાંઠે જીવ બચાવનારી નૌકાઓ હતી, પણ આજુબાજુ મોત ઉછાળા લેતું હતું તેનું શું ? બે હજાર | માનવીઓની આસપાસ મોત ચકરાવા લેતું હતું, પણ | મહીના પાણીમાં પડવાની કોઈની હિંમત ન હતી. આ કપરી વેળાએ ચૌદ વર્ષના બાબુએ પૂરના ભયાનક પાણીમાં ઝંપલાવવાનો વિચાર કર્યો. મહી નદી એની ભારે માનીતી હતી. બાળપણથી જ બાબુને પાણીનો ભારે શોખપાણી 0 જુએ ને દોડી જાય. નદી જુએ ને કૂદી પડે. છે. બીજાં બાળકો ખોખો ને કબડ્ડી ખેલે. લાંબી લાંબી 6 દોટ લગાવે. ઊંચી ઊંચી ઠેક લગાવે. (૩૬)- 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ નાનકડો બાબુ તરાપો લે. તરાપો લઈ પાણીમાં પડે. પાણી વીંધતો આગળ જાય. ઊછળતાં પાણીમાં તરાપો કુદાવવાની ભારે મોજ આવે. ક્યાંય-ક્યાંય દૂર ઘૂમી આવે. લાંબી-લાંબી સફર ખેડી આવે. બાપ માછીમાર. એમના કામમાં મદદ કરે. બાબુને નિશાળ જવા ન મળ્યું. નાનપણથી જ નદીની નિશાળે બેઠો. પાણીના એ પાઠ ભણ્યો. આવા બાબુ પૂનાએ ઘણી વાર પોતે બનાવેલી પાટિયાની નાવડીથી મહીને નાથી હતી. પણ આજ મહી એનું માને તેમ ન હતી. એનાં | ઊછળતાં પાણી ભલભલા તરવૈયાઓનાં માન મુકાવે તેવાં હતાં. ચૌદ વર્ષનો બાબુ કોઈ નિશાળમાં હિંમતના પાઠ શીખ્યો ન હતો. વીરતાની વાતો વાંચી ન હતી. માનવતાની કે કહાણી જાણતો ન હતો. છતાં એની પાસે હૈયું હતું, | હિંમતભર્યું હૈયું, પરોપકારી દિલ. પોતાની આસપાસ તરફડતાં બે હજાર માનવીઓની વેદના એનાથી સહન ન થઈ. મનમાં થયું કે આમ ઝાડ છે પર હાથ જોડીને બેસી રહેવું એના કરતાં મરી જવું બહેતર. 6 એણે કોઈ સાદ સાંભળ્યો, પારકાને ખાતર મરી ફીટવાનો છે માનવતાનો સાદ -0-0-0-0-0-0-0- ૩૭ - 0 0 0 0 0 0 0 c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #21 -------------------------------------------------------------------------- ________________ " - કt (CCC 0 સાદ ! માનવતાનો સાદ ! નાનકડાં છોકરાએ નાનકડી નાવડીમાં બેસીને પૂરના પાણીમાં ઝંપલાવ્યું. ક્યાં ચૌદ વર્ષના કિશોરની નાનકડી નાવડી અને ક્યાં વિકરાળ સ્વરૂપ ધારણ કરનાર મહીસાગર ! પૂરનાં ઊછળતાં પાણી ભલભલા ભડવીરની હિંમત ભાંગી નાંખે તેવાં હતાં. એમાં એરુવીંછીં હતાં. માથું ફાડી નાંખે તેવાં લાકડાનાં બીમ હિલોળા લેતાં હતાં. તરાપાને ફંગોળી દે તેવાં મોજાં ઊછળતાં હતાં. એક વાર સંપડાયા એટલે આખુંય આયુષ્ય પૂરું થઈ જાય એવાં વમળ ચક્કર લેતાં હતાં. મર્દ કદી મૂંઝાતો નથી. નાનકડો બાબુ પૂના તો પાણીના દરિયામાં પડ્યો. ઘુઘવતા સાગરની વચ્ચે એની નાની નાવડી ઊછળવા લાગી. ક્યારેક મોજાંની ભારે થાપટ વાગે, એમ જ થાય કે આ નાનકડી નાવડી ઊંધી વળી જ સમજો ! ક્યારેક વમળમાં ફસાય, તો વળી ક્યાંક પૂરમાં ખેંચાઈને આવતાં મોટાંમોટાં લાકડાંથી નાવડીને બચાવીને આગળ લઈ જવી પડે. ઝાડ પર જીવ ટિંગાડીને રહેલા સહુ કોઈ ભારે હૈયે આ ઊછળતી નાવડીને જોતાં હતાં. ૩૮ - 0-0-00-0- 00–0 નાની ઉંમર, મોટું કામ 0 - 0 -0 0 -0 -0 0 -0 = 0 -0 0 -0 0 -0 -0 નાની નાવ, નાનો બાળક, બન્યાં નિરાધારનાં આધાર ! ૨000 માનવીને બચાવનારી હોડી અને તેને હંકારનારો બાબુ પૂના છે -0 માનવતાનો સાદ -0-0-0-0-0-0-0- ૩૯ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5 Page #22 -------------------------------------------------------------------------- ________________ નાનકડા બાબુની નજર તો સામા કાંઠે ખોડાયેલી હતી. આજે ભલે મહી નદી એની માનીતી ન રહી હોય, પણ એની હિંમત તો એના સાથમાં હતી. આવી હિંમતના સાથમાં ગમે તેવી મોટી આફતની કશી કિંમત ન હતી. નાનકડી નાવડી લઈને વિરાટ તોફાની નદીમાં ઝુકાવનાર બાબુ આખરે નદી પાર કરી ગયો. એ સામે કાંઠે પહોંચ્યો. તરત જ દોડતો જઈને ભાંગી તૂટી ભાષામાં સરકારી અધિકારીને ખબર કરી : જલદી ચાલો. પૂરઝડપે ચાલો. પૂરના પાણીએ બે ગામને ભરડામાં લીધાં છે. તાબડતોબ ચાલો. વાર થશે | તો બે હજાર માનવીઓ પાણીમાં હોમાઈ જશે. થોડી વારમાં તો મહીનાં તોફાની પાણી પર લશ્કરી બોટો ઘૂમવા માંડી. જીવ જાળવીને ઝાડને આશરે બેઠેલાંને જાળવીને ઉતાર્યા. બોટમાં બેસાડી સલામત સ્થળે લઈ ગયા. મોતના મુખમાંથી કેટલાંય માનવીઓને બચાવી લીધાં. માનવતાનો સાદ સાંભળીને મોત સામે મુકાબલો ખેલી 14 વર્ષના માછીમાર છોકરા બાબુ પૂનાએ બે 4 હજાર માનવીઓને જીવતદાન આપ્યું ! 0 000 0 0 -0 0 -0 0 -0 0 -0 0 -0 0 -0 0 0 0 0 40 - 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ -0-0-0-0-0 -0-0-0-0-0 -, c: backup-1\drive2-1 Bready inaniumar.pm5