________________ નાનકડા બાબુની નજર તો સામા કાંઠે ખોડાયેલી હતી. આજે ભલે મહી નદી એની માનીતી ન રહી હોય, પણ એની હિંમત તો એના સાથમાં હતી. આવી હિંમતના સાથમાં ગમે તેવી મોટી આફતની કશી કિંમત ન હતી. નાનકડી નાવડી લઈને વિરાટ તોફાની નદીમાં ઝુકાવનાર બાબુ આખરે નદી પાર કરી ગયો. એ સામે કાંઠે પહોંચ્યો. તરત જ દોડતો જઈને ભાંગી તૂટી ભાષામાં સરકારી અધિકારીને ખબર કરી : જલદી ચાલો. પૂરઝડપે ચાલો. પૂરના પાણીએ બે ગામને ભરડામાં લીધાં છે. તાબડતોબ ચાલો. વાર થશે | તો બે હજાર માનવીઓ પાણીમાં હોમાઈ જશે. થોડી વારમાં તો મહીનાં તોફાની પાણી પર લશ્કરી બોટો ઘૂમવા માંડી. જીવ જાળવીને ઝાડને આશરે બેઠેલાંને જાળવીને ઉતાર્યા. બોટમાં બેસાડી સલામત સ્થળે લઈ ગયા. મોતના મુખમાંથી કેટલાંય માનવીઓને બચાવી લીધાં. માનવતાનો સાદ સાંભળીને મોત સામે મુકાબલો ખેલી 14 વર્ષના માછીમાર છોકરા બાબુ પૂનાએ બે 4 હજાર માનવીઓને જીવતદાન આપ્યું ! 0 000 0 0 -0 0 -0 0 -0 0 -0 0 -0 0 -0 0 0 0 0 40 - 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ -0-0-0-0-0 -0-0-0-0-0 -, c: backup-1\drive2-1 Bready inaniumar.pm5