________________
ખેતરો જળબંબાકાર બન્યાં. આસપાસનાં ગામ ડૂબવા લાગ્યાં. ઝૂંપડાઓ તણાવા લાગ્યાં. મુંગા ઢોર નિરાધાર બનીને પાણીમાં તણાવા લાગ્યા.
મહી નદી તોફાને ચડી. સરિતા સાગર બની. માનિની રણચંડી બની. આસપાસનાં ગામ ડૂબવા લાગ્યાં.
ગોધરાથી પચીસ કિલોમીટર દૂર આવેલા જૂની ધરી અને નવી ધરી ગામમાં આઠમી સપ્ટેમ્બરે પૂરનાં પાણી પેસી ગયાં. રાત્રે લપાઈ છુપાઈને ચોર આવે એમ
પૂરનાં પાણી ગામમાં પેઠાં. ગામ આખું મધરાતની 9 મીઠી નીંદરમાં સૂતું હતું. મકાનમાં પાણી પેઠાં. ઝૂંપડામાં ૧ પાણી પેઠાં, ઘરવખરી ને ઢોર તણાવા લાગ્યાં.
પાણીનો ઘૂઘવાટ સાંભળી સહુ સફાળા જાગી ગયાં. આંખ ચોળીને જોયું તો નીચે પાણી, આજુબાજુ પાણી, અહીંતહીં પાણી. જાણે જમીનને બદલે પાણી પર સૂતા હોય !
મધરાતનું અંધારું ઘોર. ચારે બાજુ જળબંબાકાર! હવે કરવું શું ? ૩૪-0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ
પાણી તો વધતું ગયું. ઝૂંપડાં પડુંપડું થવા લાગ્યાં. મકાન બધાં ડૂબવા માંડ્યાં. હાથ આવ્યું તે લઈ સહુ ઝાડ પર ચડી ગયાં.
અંધારું ઓછું થયું, પણ પૂરનું પાણી ચડતું રહ્યું. વિનાશ વેરતી મહી હવે ઉછાળા મારતી રહી. સવાર પડી. જૂની ધરી અને નવી ધરી ગામમાં બે હજાર જેટલાં માનવીઓ ઝાડ પર ચડી ગયાં. ઝાડ જ એમનો આશરો અને આધાર. ક્યાંક ઝાડ પણ ટાઢિયા તાવવાળા માણસની જેમ ધ્રુજે. હમણાં ઊખડ્યાં કે ઊખડશે. ગાંડો જળહાથી માથાં ઝીંકી રહ્યો. દરિયાનાં પાણી જેવાં પાણી બધે ફેલાઈ વળ્યાં. ક્યાંક વધતાં પાણી ઝાડ પર રહેલાંના પગ સુધી પહોંચી જાય. લોકો સહુ હાહાકાર કરી રહ્યાં. પણ પાણીનો હહુકાર જબરો હતો. જાણે પ્રલયકાળ આવ્યો !
ગામવાસીઓ ઝાડને આશરે જીવન ટિંગાડીને રહ્યાં. નીચે મોતનો સાગર ઊછળે. દશા એવી હતી કે વધુ સમય જાય તો બે હજાર માનવીઓ જળશરણ થઈ જાય. | સહુના જીવ જોખમમાં મુકાયા.
મદદ માટે સંદેશો મોકલવાનું કોઈ સાધન નહિ.' બીજે ગામ ખબર કઈ રીતે આપવી એ કોઈને સૂઝે |
000000000
માનવતાનો સાદ
-0-0-0-0-0-0-૭
૩પ
c: backup-1 drive2-1 Bready naniumar.pm5