________________
ચોચો - એક છોકરો - મારો દોસ્ત – તળાવમાં ડૂબે છે.”
પેલો માણસ તળાવ તરફ દોડ્યો. એની પાછળ ગાંગટેએ પણ દોડ લગાવી. એને ડૂબતા ચોચોને બતાવ્યો.
પેલાએ પાણીમાં ઝંપલાવ્યું. થોડો આગળ વધ્યો. ચોોને ઊંચકી લીધો. તરફડિયાં મારતા ચોચોમહાશય બચી ગયા.
ચાર વર્ષના ગાંગટેની આંગળી પકડીને ચોચોમહાશય પાછા ફર્યા.
પેલો માણસ ચોચોના ઘર સુધી આવ્યો. એણે સઘળી વાત કરી. ગાંગટેની હિંમત અને સમજ માટે સહુને માન થયું.
ચાર વર્ષના છોકરાની અક્કલ અને આવડતને લીધે દોઢ વર્ષનો બાળક બચી ગયો. ચાર વર્ષનો બાળક દોઢ વર્ષના બાળકને બચાવે એ વાત અચરજ પમાડે.
છતાં આ બનાવ કોઈ પરીકથા નથી, કોઈ કલ્પનાની વાત નથી.
આ પ્રસંગ બન્યો ૧૯૭૧ની આઠમી માર્ચે. ગાંગટે અને ચોચો મહાશય બંને ઇમ્ફાલ રાજ્યના રહેવાસી છે.
૧૯૭૨ના પ્રજાસત્તાક દિને દિલ્હીમાં મોટી પરેડ
૧૨-૦-૦-૦-૦-૦-૦-૦—૦ નાની ઉંમર, મોટું કામ
c:\backup-~1\drive2-~1\Bready naniumar.pm5
યોજાઈ. નાનકડાં ગાંગટેને એમાં એક મોટા હાથી પર બેસાડવામાં આવ્યો.
ચાર વર્ષના નાના બાળકની વીરતાની દેશ તરફથી કદર થઈ.
લાલા ગાંગટેને શાબાશી સાથે પ્રમાણપત્ર આપતાં ભારતના વડાપ્રધાને કહ્યું,
“આવાં સમજદાર અને હિંમતવાન બાળકો જ દેશનું સાચું ધન છે.”
ગાંગટે અને ચોચો ~૭-૦
-