________________
ગાંગટેનું લાડુ જેવું ગોળમટોળ મોં, નાનીનાની આંખ. નાક સહેજ ચીધું. મોઢું સદાય થોડું ગંભીર રાખે. ઠાવકા થઈને ચાલે.
થોડુંથોડું બોલે, કાલુંકાલું બોલે, વહાલું-વહાલું બોલે. લાલા ગાંગટે ફરવા નીકળ્યા. સાથે એમના દોસ્તો
લીધા.
નાના ભૂલકાંના દોસ્ત હોય નાના.
લાલા ગાંગટે ચાર વર્ષના, તો એમના દોસ્ત ચોચો દોઢ વર્ષના.
બંને સાથે ફરતા જાય. અહીંતહીં જોતા જાય. આમતેમ ટહેલતા જાય.
ચોચો ધીમેધીમે ચાલે. ગાંગટેની આંગળી પકડીને
ચાલે.
બંને સહેજ મજાક કરે. ગાંગટે આંગળી છોડાવી દોડે. નાનકડો ચોચો પકડવા જાય. થોડી વારે ગાંગટે ઊભો રહીને પકડાઈ જાય.
ચોચો ભારે આનંદમાં આવી જાય.
પોતે કેવો બહાદુર ! ગાંગટેને કેવો પકડી પાડ્યો? જરા અક્કડ ચાલે. છાતી ફુલાવી ચાલે. જાણે મોટો વાઘ માર્યો !
-૦-૦-૦-૦-૦-૦—૦—૦ નાની ઉંમર, મોટું કામ
c:\backup~1\driveŻ~1\Bready naniumar.pm5
ચાર વર્ષનો લાલા ગાંગટે
ફરતા-ફરતા તળાવ પાસે આવ્યા. ઠંડો-ઠંડો પવન વાય. ગરમીમાં બહુ આનંદ થાય.
તળાવને કાંઠે રમવાની તો ભારે મજા. રેતીના ઢગ બનાવ્યા. પાણીમાં પથરા નંખાય.
ગાંગટેએ એક ખાડો ખોદ્યો. ખાડામાં પગ મૂક્યો.
એના પર રેતી વાળી દીધી.
ગાંગટે અને ચોચો –– ૦