________________
આવ્યો. નાના બાળકના હાથ અને પગ પર બાંધેલા દોરડાં છોડ્યાં. મોં પર બાંધેલો હાથરૂમાલ છોડ્યો.
નાના મૂકેશે ચોકીદારને બધી વાત કરી ! ચોકીદાર એને નજીકમાં આવેલા વિક્રોલી પોલીસ સ્ટેશને લઈ ગયો.
બીજી બાજુ ઘાટકોપર (પૂર્વ)ની જોશી લેનમાં આવેલા વખારિયા ભવનમાં રહેતી મૂકેશની મમ્મી ચિંતામાં પડી.
સમય ઘણો વીતી ગયો, પણ મૂકેશ આવ્યો નહિ. મમ્મી વિચારે કે રોજ તો નિશાળ છૂટે ને સીધેસીધો ઘેર આવી જાય. આજે બે કલાક વીતી ગયા, છતાં એ ઘેર કેમ આવ્યો નહિ ?
શાળામાં તપાસ કરી. ખબર પડી કે નિશાળમાં તો કોઈ બાળક નથી.
મૂકેશના દોસ્તોને ઘેર જઈને પૂછપરછ કરી. બધાએ કહ્યું કે અમે નિશાળમાંથી સાથે જ નીકળ્યા હતા. મૂકેશ ઘેર આવી જવો જોઈએ.
સગાંસંબંધીને ત્યાં તપાસ કરી, પણ ક્યાંયથી મુકેશનો પત્તો મળ્યો નહિ.
૦-૦-૦-૦-૦-૦–૦—૦ નાની ઉંમર, મોટું કામ
| ૩૦
c:\backup-~1\driveż~1\Bready naniumar.pm5
મૂકેશના પિતાશ્રી ઇન્દ્રવદન જયંતીલાલ શેઠને પુત્ર ખોવાયાના ખબર મળતાં જ તાબડતોબ ઘેર આવી પહોંચ્યા. જુદે-જુદે ઠેકાણે તપાસ કરી પણ મૂકેશ ક્યાંય મળે નહિ.
આખરે ઘાટકોપર પોલીસ સ્ટેશને જઈને પોતાનો પુત્ર ખોવાઈ ગયાની ફરિયાદ નોંધાવી. હજી પૂરી ફરિયાદ નોંધાવે એ પહેલાં તો ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. વિક્રોલી પોલીસ સ્ટેશન પરથી ખબર મળી કે ઘાટકોપરમાં રહેતો મૂકેશ નામનો એક નાનકડો છોકરો અહીં આવ્યો છે ને તદન હેમખેમ છે. મૂકેશનાં માતાપિતાનો જીવ હેઠો બેઠો.
પછી તો પોલીસે પેલા માણસ અંગે તપાસ ચલાવી. ઘાટકોપરની એક હોટલમાંથી તેવીસ વર્ષના ચંદ્રસેન લાલજી આશર નામના યુવાનની ધરપકડ કરી. એ યુવાનના ખિસ્સામાંથી એક ચપ્પુ મળ્યું. એ સાથે એક જાસાચિઠ્ઠી પણ મળી આવી.
એમાં લખ્યું હતું કે ‘તમારો છોકરો અમારા કબજામાં છે. તમારા ઘર નજીકના કૂવા પાસે રાતના બે વાગ્યે અમારો માણસ ઊભો રહેશે. છોકરાનું મોઢું જોવું હોય તો આ માણસને દશ હજાર રૂપિયાની રકમ સોંપી દેજો. ડરવું ને મરવું સરખું 10
0-0-0-0-0