Book Title: Nani Umar Motu Kam
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ બંદૂક પડાવી લીધી. તરત જ દોડીને ઘરમાં ભરાયો. બારણા પાસે ઊભેલો ડાકુ સ્તબ્ધ બનીને આંખો ચોળતો રહ્યો. એને થયું કે જાણે વીજળી પડી ! ખબર પણ ન પડી કે કોણ આવ્યું ? કોણ એની બંદૂક લઈ ગયું ? એ બંદૂક લેનારો ઘરમાં ક્યાં ગાયબ થઈ ગયો ? નવ વર્ષનો નવીનચંદ્ર ઝડપથી ઘરના અંદરના ભાગમાં ગયો. પિતા પાસેથી નિશાનબાજી શીખ્યો હતો. ઘરમાં કારતૂસો ક્યાં પડી છે એની પણ એને જાણકારી હતી. કારતૂસ લઈને ભરવા લાગ્યો. છુપાઈને બરાબર નિશાન લેવા માંડ્યો. ધારીને નિશાન લગાવે. વીણીને ડાકુને વીંધે. એક ગોળી આવી. ડાકુઓના સરદારને વીંધીને | ચાલી ગઈ. જમીન પર ઝાડ તૂટી પડે એમ સરદારના પડછંદ દેહનો જમીન પર ઢગલો થઈ ગયો. સરદાર જાય એટલે સેનાની હિંમત અડધી ઓછી થઈ જાય. યુદ્ધમાં થાય એવું જ ડાકુગીરીમાં થાય. ડાકુઓ વિચારવા લાગ્યા કે આ ગોળી આવી કઈ બાજુથી ? એક ડાકુ આમતેમ ફરીને જોવા ગયો, પણ હજી મોટું પૂરું ફેરવી રહે એ પહેલાં તો એક ગોળી એના કપાળમાં વાગી. 0 0 0 0 0 0 નવ વર્ષનો નવીનચંદ્ર ઘોષ ડાકુઓને દુશ્મન જડે નહીં. હવે એનો સામનો કરવો કઈ રીતે ? ગોળીથી વીંધાયેલા પોતાના સાથીની હાલત જોઈને બીજા ડાકુના મુખમાંથી ચીસ નીકળી ગઈ. પણ હજી પૂરી ચીસ નીકળે તે પહેલાં તો એક | ગોળી એને ઘાયલ કરી ગઈ. નાનકડો નવીનચંદ્ર બંદૂકમાં કારતૂસ ભર્યો જતો | હતો. નિશાન લઈને વીંધે જતો હતો. બીજા ત્રણ 0 0 0 0 0 ૨૦)- 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ નાની ઉંમર, મોટું કામ - 0 -0-0-0-0-0 - ૨૧ e: backup-I\drive2-1 Bready naniumar.pm5

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22