________________
પેલો માણસ કહે,
“અરે આમાં પૂછવા જવાનું શું ? જલદી ચાલ. તારા પિતાને અકસ્માત થયો છે ને તું વળી ઘેર જઈને પૂછવાનો વિચાર કરે છે ?”
નાનકડો મૂકેશ એમ આસાનીથી માની જાય તેમ ન હતો. એણે ફરી કહ્યું,
હા, પહેલાં મમ્મીને પૂછી લઈએ. પછી જ્યાં જવું હોય ત્યાં જઈશું.”
પેલા માણસે જોયું કે આ છોકરો એમ ભોળવાય છે એમ નથી. સહેલાઈથી એની વાતમાં આવી જાય તેમ છે નથી. એને થયું કે આ સીધી રીતે માનતો નથી. એને છે જરા સરખો કરવો પડશે.
એણે આંખો કાઢી. મુકેશનું બાવડું પકડ્યું. એનો હાથ ખેંચીને આગળ ચાલવા માંડ્યો. પેલાએ કહ્યું.
“જો ચૂપચાપ ચાલજે. કંઈ ગડબડ કરી છે તો જાનથી મારી નાખીશ.”
એ માણસ મૂકે શને ચલાવતો-ચલાવતો | કન્નમવરનગરમાં લઈ ગયો. અહીં એકાંત સ્થળે બંધાઈ
રહેલા એક મકાન તરફ ખેંચી ગયો.
મૂકેશ ચારે બાજુ નજર કરે, પણ કોઈ ન મળે. મુકેશને થયું કે હવે આવી બન્યું ! પણ કરવું શું?
પેલો માણસ આંખ કાઢતો જાય. જોશથી બાવડું પકડતો જાય. ઝડપથી એને ઢસડતો જાય.
મૂકેશને એક ચણાઈ રહેલા મકાનના ચોથા માળ પર લઈ ગયો. ચણાતા મકાનમાં હોય કોણ ? આજુબાજુ માત્ર ઈંટની ભીંતો જ દેખાય. બીજું કશું નજરે પડે નહીં. પેલા માણસે ખિસ્સામાંથી ચપું કાઢયું. એણે કહ્યું,
ખબરદાર ! ચૂપ રહેજે. જો સહેજે હાલ્યો કે ચાલ્યો છે તો આ ચપ્પ હુલાવી દઈશ.”
પેલાએ દોરીથી છોકરાના હાથપગ બાંધ્યા. બૂમ ? પાડી ન શકે કે અવાજ કરી ન શકે તે માટે એના નાના મોઢા પર કચકચાવીને હાથરૂમાલ બાંધ્યો. પછી કહ્યું,
અલ્યા, આમ ને આમ મૂંગો પડ્યો રહેજે. સહેજે હાલ્યોચાલ્યો છે, તો તારી ખેર નથી. હું થોડી વારમાં આવું છું.”
આટલું કહીને એ માણસ ત્યાંથી ચાલ્યો ગયો. [ મૂકેશ નાનો હતો, પણ મનનો નબળો ન હતો. |
0
0
0
0
0
0
0
0
| ૨૯-0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ
ડરવું ને મરવું સરખું
- 0 -0-0-0-0-0- ૨૭
c: backup-I\drive2-1 Bready inaniumar.pm5