Book Title: Nani Umar Motu Kam
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ૨૪ નવ વર્ષનો મૂકેશ દફતર ઝુલાવતો-ઝુલાવતો બહાર નીકળ્યો. દોસ્તો સાથે વાતો કરતો જાય. કોઈ નિશાળની વાતો કરે, કોઈ કરેલાં તોફાનની વાત કરે. એમાં વળી કોઈનું ઘર આવે અને એ છૂટો પડે ત્યારે ‘આવજો, આવજો'ની બૂમ પાડે. રસ્તો આમ કપાતો જાય. મૂકેશ ધીરે-ધીરે ઘર તરફ ચાલતો જાય. એવામાં એક માણસ આવ્યો. હાંફળો-ફાંફળો આવ્યો. જાણે ખૂબ દોડીને ધસમસતો આવ્યો ! રસ્તા પર એકલા જતા મૂકેશ પાસે આવ્યો. એણે કહ્યું, “અરે બાબા ! જલદી ચાલ, જલદી ચાલ, તારા પિતાને અકસ્માત થયો છે. ઇસ્ટર્ન હાઈવે પર બેભાન પડ્યા છે. તું મારી સાથે ઝડપથી ચાલ.” મૂકેશ નાનો હતો, પણ વિચાર કર્યા વગર કોઈની વાત માનનારો ન હતો. મનમાં વિચારે કે જો પિતાને અકસ્માત થયો હોય તો ખબર આપવા ઘરનું કોઈ માણસ આવે, કોઈ સ્નેહી કે સંબંધી આવે, પણ આ તો ૩-૦-૦-૦-૦-૦—— નાની ઉંમર, મોટું કામ c:\backup-~1\driveż~1\Bready naniumar.pm5 નવ વર્ષનો મૂકેશ સાવ અજાણ્યો માણસ. ન કોઈ ઓળખાણ પિછાણ, ન કોઈ જાન-પહેચાન ! વળી એ ઘેર જઈને કહેવાને બદલે શા માટે અહીં સીધો કહેવા આવ્યો હશે ? એને કેવી રીતે ખબર પડી કે તે મારા પિતા છે ? નવ વર્ષના મૂકેશે પેલા માણસને કહ્યું, “અરે ભાઈ, હું તમારી સાથે આવું તો ખરો, પણ એ પહેલાં જરા મારી મમ્મીને પૂછી આવું.” ડરવું ને મરવું સરખું 10

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22