Book Title: Nani Umar Motu Kam
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ " - કt (CCC 0 સાદ ! માનવતાનો સાદ ! નાનકડાં છોકરાએ નાનકડી નાવડીમાં બેસીને પૂરના પાણીમાં ઝંપલાવ્યું. ક્યાં ચૌદ વર્ષના કિશોરની નાનકડી નાવડી અને ક્યાં વિકરાળ સ્વરૂપ ધારણ કરનાર મહીસાગર ! પૂરનાં ઊછળતાં પાણી ભલભલા ભડવીરની હિંમત ભાંગી નાંખે તેવાં હતાં. એમાં એરુવીંછીં હતાં. માથું ફાડી નાંખે તેવાં લાકડાનાં બીમ હિલોળા લેતાં હતાં. તરાપાને ફંગોળી દે તેવાં મોજાં ઊછળતાં હતાં. એક વાર સંપડાયા એટલે આખુંય આયુષ્ય પૂરું થઈ જાય એવાં વમળ ચક્કર લેતાં હતાં. મર્દ કદી મૂંઝાતો નથી. નાનકડો બાબુ પૂના તો પાણીના દરિયામાં પડ્યો. ઘુઘવતા સાગરની વચ્ચે એની નાની નાવડી ઊછળવા લાગી. ક્યારેક મોજાંની ભારે થાપટ વાગે, એમ જ થાય કે આ નાનકડી નાવડી ઊંધી વળી જ સમજો ! ક્યારેક વમળમાં ફસાય, તો વળી ક્યાંક પૂરમાં ખેંચાઈને આવતાં મોટાંમોટાં લાકડાંથી નાવડીને બચાવીને આગળ લઈ જવી પડે. ઝાડ પર જીવ ટિંગાડીને રહેલા સહુ કોઈ ભારે હૈયે આ ઊછળતી નાવડીને જોતાં હતાં. ૩૮ - 0-0-00-0- 00–0 નાની ઉંમર, મોટું કામ 0 - 0 -0 0 -0 -0 0 -0 = 0 -0 0 -0 0 -0 -0 નાની નાવ, નાનો બાળક, બન્યાં નિરાધારનાં આધાર ! ૨000 માનવીને બચાવનારી હોડી અને તેને હંકારનારો બાબુ પૂના છે -0 માનવતાનો સાદ -0-0-0-0-0-0-0- ૩૯ c: backup-I\drive2-1 Bready inaniumar.pm5

Loading...

Page Navigation
1 ... 19 20 21 22