Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૧૩ લોકિક મહાશત્રુનું કામ કરનારો માણસ દૂરદૂરના દેશોનો માનવ હોય તો તેની પણ મંત્રી રાખવાનું જણાવીને દેશપારની દુનિયામાં પણ પોતાનું શાસન ફેલાવ્યું છે. નારકના અપરાધી જીવોની પણ કરુણા કેળવવાનું કહીને સાતમી નારક સુધી પોતાનું શાસન ફેલાવ્યું છે. સિદ્ધશિલામાં પહેલા સૂક્ષ્મનિગોદના જીવોની દયા કરવાનું કહીને પ્રભુશાસન સર્વત્ર વ્યાપી ચૂક્યું છે. આ શાસનનો ઉદ્દેશ માનવમેત્રીનો નથી; જીવમાત્રની મૈત્રીનો છે. જીવમાત્રને શાંતિ પ્રાપ્ત થાય તે છે. જો સંસારમાં રહીને સર્વ જીવને તમે સીધી શાંતિ ન આપી શકો તો તમારે મુક્તિના ધામમાં ચાલી જઈને સ્વને અને સર્વને પોતાના દ્વારા શાંતિ સંભવિત આપી જ દેવી જોઈએ. આ સર્વ કલ્યાણકર શાસનની તો રક્ષા કરવા માટે પ્રભુએ ચોકિયાત જેવા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. પણ જો એ ચોકિયાતોમાંનો કોઈક ભારે કર્મી એ શાસનનો જ ભુક્કો બોલાવવાનું કામ કરે તો સમગ્ર જીવરાશિના કલ્યાણનું કાર્ય કેવું જોખમાઈ જાય! રક્ષક જ ભક્ષક બને એ ચિતાર જ કેટલો ભયાનક છે? ખુમારી : મહામંગળ! મંગળ તો ઘણા પ્રકારના ગણાય છે. દહીંનું કે ગોળનું સેવન કુમારિકા કન્યાનું દર્શન વગેરે... પણ આવા બધાય મંગળો ઈચ્છિત સુખ સદા આપે જ તેવો નિયમ નથી. સુખ આપે ય ખરા અને નિષ્ફળ જાય પણ ખરા. વળી કદાચ આ મંગળો ઈચ્છિત સુખને આપવાની શક્તિ ધરાવનારા અવશ્ય બની જાય તોય શું? જીવનનો પ્રશ્ન કાંઈ સુખ મળવા માત્રથી ઊકલી જતો નથી. જો આ જીવન ભોગસુખોની સામગ્રની પ્રાપ્તિથી જ પૂર્ણ બની જતું હોય તો એક પણ ધનાઢ્ય માણસ રડતો ન હોત. પરંતુ અઢળક ધનાઢ્યોના અંતર જલી રહેલા દેખાય છે; આંખો રડતી જોવા મળે છે. માટે જ મારે કહેવું છે કે સુખની પણ પછી એવી કોઈ વસ્તુ છે કે જેની પ્રાપ્તિ ન થાય તો સુખ પણ નકામું અથવા તો કાંટાળું બની જાય. એ વસ્તુનું નામ છે શાંતિ. સુખીને ય શાંતિ જોઈએ છે. અશાંતિ સાથેના

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 300