Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ નહિ ઐસો જનમ બાર-બાર આકાશ જેવું કે સાગર જેવું એનું સ્થાન છે. આકાશ સહુનું છે. સાગર બધી નદીઓને સમાવી લે છે. કોણ પામશે આ યાદ્વાદ ધર્મની પરમોચ્ચ વિરાટતાનો તાગ! આગમોના ટીકા વગેરે અંગો માનવા જ પડશે. જૈનધર્મના એક સંપ્રદાયે તમામ આગમોને અપ્રામાણિક કહીને અમાન્ય જાહેર કરી દીધા છે! બીજા એક સંપ્રદાયે ૪પમાંથી ૩૨ આગમોને માન્ય તો કર્યા પરંતુ આગમોના મૂળ સૂત્રને જ માન્ય કર્યા - તે આગમોની ચૂર્ણિઓ, ટીકાઓ વગેરેને અપ્રામાણિક જાહેર કર્યા. આગમોની સંપૂર્ણ પંચાંગીને જો માન્ય કરવામાં ન આવે તો સૂત્રોનો અર્થ શી રીતે સમજી શકાય? એકેકા શબ્દના અનંત અર્થો થાય. તેમાંથી ક્યો અર્થ કયાં બેસાડવો એ વાતનો નિર્ણય ગીતાર્થ સંતોની મહોર-છાપ વિના કોણ કરી શકે? નમો અરિહંતાણ” મૂળ સૂત્ર છે. એનો અર્થ તો એટલો જ થાય કે શત્રુનો નાશ કરનારાને નમસ્કાર થાઓ. આટલો જ અર્થ શું આપણને મંજૂર છે? ટીકાનો આધાર લઈને આપણે કહેવું જ પડશે કે રાગદ્વેષરૂપ શત્રુનો નાશ કરનારાને અમારા નમસ્કાર. જેમને ટીકાઓ માન્ય જ નથી તેઓ જો આવો સત્ય અર્થ કરશે તો તેમાં પ્રમાણ કોનું આપશે? ચૂર્ણિકાર, ટીકાકાર વગેરે મહર્ષિઓ હતા. સાચા સંતો હતા; મહાતપસ્વીઓ હતા. એમનું સમગ્ર જીવન જિનાજ્ઞાને વફાદાર હતું. આવા મહાત્માઓની ચૂર્ણિ કે ટીકડા વગેરેને અપ્રામાણિક કહીને અમાન્ય કરાવવી એ કેટલા અંશમાં ઉચિત છે એ તો તેઓ જ જાણે. વળી મૂળ-આગમને જ પ્રમાણભૂત માનતા હો તો પણ પંચાંગીને માન્ય કરવી જ પડશે; કેમ કે એ ભગવતીજીનો પાઠ અંતે તો પંચાંગી માનવાનું ફરમાન કરે છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 300