Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ નહિ ઐસો જનમ બાર-બાર ८ નિષ્પક્ષ ન્યાયાધીશનું શાસન : જિનશાસન! મને એવું કોઈક તો ધર્મશાસન બતાવો જેના શાસ્ત્રોએ સંતોના ભૂતકાલીન જીવનની ભૂલોની પણ સખેદ નોંધ લીધી હોય! અરે! એથી કાંઈક ઊલટું જ મને તો ત્યાં દેખાય છે. ભગવાન જિનના શાસ્ત્રોમાં જ એ નિષ્પક્ષતા જોવા મળે છે. ભગવાન મહાવીરના આત્માએ પણ પૂર્વના જીવનમાં જે ભૂલો કરી તેની સ્પષ્ટ શબ્દોમાં નોંધ લેવામાં આવી છે. તે ભૂલોના ફળસ્વરૂપ દુર્ગતિનું ગમન પણ જણાવી દેવામાં આવ્યું છે. તીર્થંકર ભગવાન મહાવીરના શાસનના એક મહાન યુગપ્રધાન આચાર્ય ‘મંગુ’ના જીવનની ભૂલ કે તેઓએ શિષ્યોની ભોજનભક્તિને સપ્રેમ સ્વીકારી તેની પણ સ્પષ્ટ નોંધ લઈને જણાવ્યું કે તે યોગ્ય ન થયું. મહર્ષિઓને ઉઘાડા પાડવા માટે આવી નોંધ થતી નથી કિંતુ ભાવિની પેઢી એમાંથી પણ બોધપાઠ પામે અને એવી ભૂલનો સ્પર્શ ન થાય તેની કાળજી કરે એ જ એની પાછળનો હેતુ હોય છે. સિદ્ધસેન દિવાકરસૂરિજી નામના મહાન જૈનાચાર્યે માગધી ભાષાના સૂત્રોનું ભાષાંતર કરવાના વિચારની એક ભૂલ કરી તો તેનું ૧૨ વર્ષ ગુપ્તવાસ વગેરેનું - સખત પ્રાયશ્ચિત લીધું. છે કોઈ જગતમાં આવું નિષ્પક્ષ ધર્મશાસન! જીવનની ક્ષતિઓને નષ્ટ કરવી હોય તો તેનું પ્રથમ પગલું ક્ષતિઓનો ક્ષતિરૂપે બેધડક એકરાર કરવાનું છે. સાત અંધજનો અને એક ચક્ષુષ્માન્ એકવાર સાત અંધજનો એક હાથી પાસે આવ્યા. દરેકના હાથમાં હાથીના દેહનો જુદો જુદો અવયવ આવ્યો. જેણે પગ પકડયો તેણે હાથીને થાંભલા જેવો કહ્યો; સૂંઢ પકડનારે દોરડા જેવો કહ્યો; પેટ પકડનારે ટેકરા જેવો કહ્યો; કાન પકડનારે સૂપડા જેવો કહ્યો. એમ ક્રમશઃ દરેકે પોતાનું દર્શન કહ્યું અને એકબીજાને સામસામા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 300