Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ૧૦ નહિ ઐસો જનમ બાર-બાર જુઠ્ઠા કહેવા લાગ્યા. પછી તો એકદમ લડી પડયા. દરેકની વાત એક જ હતી, ‘હું કહું છું તે જ સાચું છે, બાકીના બધા ય જુઠ્ઠા છે.’ એવામાં એક દેખતો માણસ આવ્યો. તેણે બધાયને શાંત પાડતા સમજાવ્યું કે, ‘તમે બધા ય સાચા છો. તમારી પોતાની દૃષ્ટિએ તમે કોઈ જુઠ્ઠા નથી. માટે હવે એકબીજાને જુઠ્ઠા ન કહો.' આ રીતે બીજાને ધિક્કારવામાં ધર્મ નથી. આવું સમન્વયશાળી છે, જિનદર્શન! આત્માને એકાંતે નિત્ય કે અનિત્ય વગેરે કહીને લડતા વેદાન્ત અને બોદ્ધ વગેરે દર્શનોને તે જ શાંત પાડે છે. તેમની અપેક્ષાએ તેઓ સહુ સાચા છે. કેટલું ઔદાર્ય જિનદર્શનનું! આથીસ્તો મહાત્મા આનંદઘનજીએ આ લોકવાદી (નાસ્તિક) દર્શનને પણ જિનેશ્વર ભગવાનના દેહના મહત્ત્વના અંગસ્વરૂપ પેટની ઉપમા આપી છે ને? જૈન ધર્મની સંરક્ષણાત્મક યુદ્ધનીતી જેને સ્યાદ્વાદનું તત્ત્વજ્ઞાન મળ્યું છે એ ધર્મ અન્ય ધર્મો કે સંપ્રદાયો સાથે લડવાનું કિન્નાખોર માનસ તો ધરાવે જ ક્યાંથી? ‘જ્યાં ક્યાંય પણ સારું અને સાચું છે તે મારું જ છે' એવો આત્મીયભાવ સર્વ સાથે રાખનાર જિનધર્મ આક્રમક-નીતિનો તો પડછાયો પણ કેમ લે! મોક્ષના પ્રેમી બધા દર્શનો પ્રત્યે તો એ મૈત્રીનો હાથ લંબાવે છે. પણ એથી એમ ન સમજવું કે જિનધર્મ ‘બાયલો’ ‘નમાલો’ ‘નિષ્ક્રિય’ કે ઉદાસ છે ? ના જરા ય નહિ. એને આક્રમણ કરવું નથી. પરંતુ જો કોઈ એની સામે યુદ્ધે ચડે તો તેનો ખાત્મો બોલાવવા નહિ પરંતુ પોતાના સંરક્ષણ માટે વળતો ફટકો માર્યા વિના તે કદાપિ રહી શકે જ નહિ. આવો ફટકો મારવામાં ય મારવાની ભાવના ન હોય; જાતને સુરક્ષિત રાખવાની જ તરકીબ હોય. સ્યાદ્વાદ નામના એના સ૨ સેનાધિપતિની આ કેવી મૈત્રી ભરી યુદ્ધનીતિ છે; કેવી અદ્ભુત વ્યૂહરચના છે! આ જ કારણે જિનધર્મ જ સર્વનો ધર્મ બની શકે. સર્વમાં એ સમાઈ શકે અને સર્વને એ પોતાનામાં સમાવી પણ શકે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 300