Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ ' નગરશેઠે શાન્તિદાસ ઝવેરી ' નામે પ્રસિદ્ધ થતા પ્રસ્તુત પુસ્તકથી, જૈન સાહિત્યના સ ંશોધનાત્મક ઇતિહાસ-વિભાગમાં એક મૂલ્યવાન ગ્રંથને ઉમેશ થાય છે. જૈન સમાજ એ મુખ્યત્વે વ્યાપારી સમુદાયરૂપ હોવાથી, તેને ઇતિહાસને સાચવવાની ઝાઝી દરકાર નથી હતી. અને આમ છતાં, જૈન વ્યાપારી અને તેના વંશજો દ્વારા જ રચાયેલા ઈતિહાસને તેના ભવ્ય અને યથાથ રૂપમાં આ ગ્રંથ રજૂ કરે છે, એ ધણી મહત્ત્વની બાબત છે. ॥ नमो नमः श्रीगुरुनेमिसूरये ॥ આશાભર્યા પરિતાષ આ પુસ્તકમાં, અમદાવાદ-રાજનગરના નગરશેઠ તેમ જ મહાજન તરીકે સુખ્યાત જૈન આગેવાન શેઠ શ્રી શાન્તિદાસ ઝવેરીના જાજરમાન વ્યક્તિત્વ વિશે અને તેમની હેરત પમાડે તેવી મુત્સદ્દીવટભરી અથવા કુનેહભરી પણ યશસ્વી કારકિર્દી વિશે આપણે ત્યાં પ્રચલિત વાતાને અને અનુશ્રુતિઓને, તેના ઐતિ હાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલવી-ચકાસીને, પ્રમાણભૂત રૂપમાં રજૂ કરવામાં આવી છે. એ ઉપરાંત, આજથી ત્રણ-ચાર સૈકાઓ અગાઉની ભારતના તેમ જ ગુજરાતની રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિએ તેમ જ અવારનવાર થતા રહેલા ફેરફારા વગેરે અંગે પણુ, આ પુસ્તક, પ્રમાણભૂત ઇતિહાસ રજૂ કરે છે. સમગ્ર પુસ્તક વાંચ્યા પછી, ગમે તેવી વિષમ, વિકટ કે અંધાધૂધ પરિસ્થિતિ પેદા થાય અને તેથી ભલભલાનું મગજ બહેર મારી જાય તેમ હોય ત્યારે પણ આપણા શાણા આગેવાન-મહાજને કેટકેટલી અપાર ધીરજથી, સહિષ્ણુતાથી, કળથી, કુનેહયુક્ત દૂરંદેશીપણાથી અને અખૂટ શાણપણથી કામ લેતા હતા, અને તેમ કરીને તેઓ પોતાનું અને પોતાના સમાજનું, શહેરનુ', ધર્માં કે ધર્મ સ્થાનાનુ અને સકળ પ્રજાજનાના જાનમાલનું રક્ષણ કરી શકતા હતા, તે બધી બાખાથી માત્ર અભિભૂત જ નથી થવાતું, પણુ આવાં તત્ત્વા જીવનમાં અપનાવવાની પ્રેરણા પણ લેવાનું મન થઈ આવે છે. અને આવું મતે તેમાં જ ઇતિહાસ-લેખકના લેખનની સફળતા છે. ઇતિહાસસંશોધન કરવું એ, અને ઇતિહાસને આલેખવા એ, સહેલુ કામ તો નથી જ. ઘણીબધી મહેનતને અંતે કયારેક કાંઈ જ તથ્ય ન મળે અને મળે * તે પશુ ખાદ્યો ડુંગર ને કાઢયો ઉંદર ' એ કહેવતની યાદ આપે તેવું મળે, તેવે વખતે પણ અખૂટ ધીરજ અને અનંત સમભાવ દાખવી શકે તે જ સ્મૃતિહાસ–લેખન કરી શકે. ઃ નગરશેઠ શાન્તિદાસ ઝવેરી 'નાં લેખિકા બહેન શ્રી માલતીબહેને, પ્રસ્તુત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 250