Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ પ્રારંભિક લેખનના આ મારા પહેલા અનુભવે વિચારું છું કે આ લખાણ તૈયાર કરવા માટે હું કઈ રીતે પ્રેરાઈ? જવાબમાં અમુક વ્યક્તિઓને સ્મરણમાં લાવ્યા વગર રહી શકતી નથી. '. શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ મારા પિતા સ્વ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને કહ્યા કરતાં કે તેમના કુટુંબના પૂર્વજ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનું જીવનચરિત્ર કાં તે તમે લખી આપો અથવા તે બીજા કેઈ પાસે તૈયાર કરાવી આપો. અનેકવિધ સત્કાર્યો કરીને પ્રભાવશાળી જીવન જીવી ગયેલ અને જૈન શાસનમાં આંગળીને વેઢે ગણી શકાય તેવા પ્રભાવશાળી પુરુષોમાં જેની ગણને થાય તેવા. પિતાના જ કુટુંબના એક પૂર્વજ શ્રી શાંતિદાસ ઝવેરીના જીવનની વિગતોથી. સમાજ માહિતગાર થાય તેવા હેતુથી શેઠ શ્રી કસ્તૂરભાઈએ આવી માગણી કરી હશે. | મારા પૂ. પિતા શ્રી રતિભાઈ આ માગણીને ઇન્કાર ન કરી શક્યા અને પિતે તેને ન્યાય આપી શકે એટલે સમય પણ ન કાઢી શક્યા. એટલે તેમણે મને કહ્યું : “તું જે પ્રયત્ન કરે તે આ એક જીવનચરિત્ર લખવા જેવું છે.” તેમના અન્ય સાહિત્યિક કાર્યોમાં હું મદદરૂપ થતી તેથી તેમણે સૂચવેલ આ કાર્ય ઉપાડી લેવાની મને ઇચ્છા થઈ. આજથી આશરે દસ-બાર વર્ષ પહેલાં મોટે ભાગે તેમણે સૂચવેલ ગ્રંથે અને સાહિત્યકૃતિઓને આધારે મેં નેધ કરીને તેમના થોડાક માર્ગદર્શન સાથે આ લખાણુ સ્વતંત્ર રીતે તૈયાર કર્યું. તે પછી ગમે તે કારણસર તેનું પ્રકાશન બંધ રહ્યું. કેટલાંક વર્ષો પછી પ. પૂ. પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ સાહેબના જોવામાં આ લખાણ આવતાં તેના પ્રકાશનનાં ચક્રો ગતિમાન થયાં અને તે આજે પુસ્તકાકારે પ્રગટ થાય છે. ઇતિહાસ અને તેનું સંશોધન એ મારે વિષય નહીં, છતાં તેમાં ચંચૂપાત કરવાને માટે આ પ્રયત્ન મને અનધિકાર ચેષ્ટા જેવો લાગે છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના જીવનને લગતી પ્રાપ્ય હકીકતને એકઠી કરીને કંઈક વ્યવ. સ્થિત સ્વરૂપમાં મૂકવાને આ મારે નમ્ર પ્રયત્ન છે. આ પ્રયત્નમાં કેટલીક ત્રુટિઓ. રહી જવા પામી હશે, વાચકે તે તરફ મારું ધ્યાન દોરશે તે મને જરૂર આનંદ થશે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 250