Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ આ જીવનચરિત્ર તૈયાર થઈ શકયું તે અત્યાર સુધી જુદા જુદા ગ્રંથમાં, હસ્તપ્રતમાં, રાસસાહિત્યમાં અને પ્રશસ્તિઓમાં સચવાઈ રહેલી વિગતેને આધાર જ. આવી સર્વ સાહિત્યકૃતિઓના ર્તાઓનું પણ આપણા ઉપર, ચવિશેષ મારા ઉપર છે. આ પુસ્તક તૈયાર થઈને વાચકના હાથમાં આવે તે પ્રક્રિયા દરમ્યાન તેના જુદા જુદા તબક્કે જુદા જુદા સહદય સ્વજનની સહાય મને મળી છે તેને સ્મર્યા વગર કેમ રહેવાય? આવી સહાયના અભાવમાં આ પુસ્તક પ્રકાશિત થવું મુશ્કેલ હતું તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ પુસ્તકના લખાણને વાંચીને તે અંગે જરૂરી સૂચને કરીને, અવારનવાર તેના છાપકામ અંગે માર્ગદર્શન આપીને તથા “આશાભર્યો પરિતોષ” રૂપે આ પુસ્તકને આવકારીને ૫. પૂ. પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ સાહેબે જે જહેમત ઉઠાવી છે તે બદલ તેમની હું ઋણી છું. પં. શ્રી લક્ષમભુભાઈ ભોજક (લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ) દ્વારા આ પુસ્તકની હકીકતોને ઉપયોગી થાય તેવી માહિતી મળ્યા કરી છે તે બદલ તેમની હું આભારી છું. મોટી ઉંમરે પણ પિતાની અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ખૂબ વ્યસ્ત હોવા છતાં આ પુસ્તક અંગે કંઈક લખી આપવાના આગ્રહથી-“આવકાર” રૂપે પિતાને પ્રતિભાવ વ્યક્ત કરવા બદલ હૈ. શ્રી ધીરુભાઈ ઠાકરની પણ હુ ખૂબ આભારી છું. સંશોધનાત્મક સાહિત્યને વાચકવર્ગ આજના જમાનામાં ઓછું થતું જાય છે ત્યારે તેને પ્રકાશિત કરવાનું કામ ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી પરિ. સ્થિતિમાં આ પુસ્તકને પીઠબળ આપવા બદલ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ તથા શેઠ શ્રી ગૌરવભાઈ અનુભાઈને આભાર માને કેમ ભુલાય? - પુસ્તકના છાપકામના નાના-મોટા પ્રશ્નો અંગે જ્યારે જરૂર પડી ત્યારે શ્રી સુરેશભાઈ કાપડિયા (જૈન એડવોકેટ પ્રેસ, અમદાવાદ) તરફથી મને હરહંમેશ મદદ મળ્યા જ કરી છે. પિતાના ખૂબ વ્યસ્ત જીવનમાંથી ય સાહિત્ય પ્રત્યે અખૂટ પ્રીતિ હોવાથી જ આવાં કાર્યો માટે સમય કાઢતા શ્રી સુરેશભાઈ તરફથી મળેલ મદદનું હું આનંદપૂર્વક સ્મરણ કરું છું. તે જ રીતે શ્રી ઠાકોરભાઈ શાહ અને શ્રી મનુભાઈ શાહ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ) આ બે ભાઈઓએ આ પુસ્તકના છાપકામની અને પ્રકાશનની જવાબદારી સવીકારીને તેને પ્રકાશિત કરવામાં જે પ્રયત્ન કર્યા છે તેને આભાર માને કદાચ અનુચિત લાગે તે પણ તેમના પ્રયત્નને કેમ ભુલાય? આ પુસ્તકના પ્રફવાચન માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી પણ મારા ભાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 250