Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ પુસ્તક તૈયાર કરવામાં આ બંને વાનાં – ધીરજ અને સમભાવ – દાખવવા ઉપરાંત અપાર પરિશ્રમ પણ લીધે છે, અને એમના એ ધીરજભર્યા પરિશ્રમને એમના ઇતિહાસકાર પિતાજીની પૂરી હૂંફ મળી શકી છે, તેથી તેઓ ઇતિહાસનું આટલું સરસ પુસ્તક આલેખી શક્યાં છે. ઇતિહાસકારની મોટી કઠણાઈ એ હોય છે કે તેમને શિરે જવાબદારી ઐતિહાસિક પાત્રોની જીવનઘટનાઓને ઐતિહાસિક દષ્ટિકોણથી મૂલવવાની અને તેની -તધ્યાતધ્યતા નક્કી કરી આપવાની હોય છે; જ્યારે કે એ ઐતિહાસિક પાત્રોની એતિહાસિક વાર્તા તેમની પાસેથી મેળવવા ઈચ્છે છે. લેકે વાર્તા માગે છે, અને ઈતિહાસ-લેખક તે ઇતિહાસ આપવાના ધ્યેય સાથે બંધાયેલ છે. બેને મેળ કેમ જામે? ફલતઃ ઈતિહાસનું પુસ્તક ભાગ્યે જ જોકપ્રિય બનતું હોય છે. પણ પ્રસ્તુત પુસ્તક એમાં અપવાદરૂપ બની રહે તેવું છે. અહીં લેખિકાએ ‘ઇતિહાસને પણ વાર્તા જેવી જ સરળ, લોકભોગ્ય અને હૃદયંગમ શિલીથી રજૂ કર્યો છે એ આ પુસ્તકની વિશેષતા છે. આ પ્રકારના પુસ્તકમાં કાંઈ લખવું તે મારા માટે બરાબર ન ગણાય. આમ છતાં આ પુસ્તકના સર્જન-સમયથી માંડીને આજે એ પ્રગટ થાય છે ત્યાં સુધીમાં, આ પુસ્તક સાથે સંબંધ ધરાવતાં અનેકાનેક સંભારણાંઓને હું સાક્ષી રહ્યો છું. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની મારા પ્રત્યેની પ્રીતિના કારણે જ; અને તેથી જ શ્રી માલતીબહેનને બે શબ્દ લખી દેવા માટે આગ્રહ થવાથી, આ લખી રહ્યો છું. દેખીતી રીતે જ, હું સાધુ છું એટલે, લેખિકાએ તે મને આશીર્વચન લખી આપવા કહ્યું છે. પરંતુ તેમ છતાં, હું સંશોધનવિદ્યાને એક વિદ્યાથી પણું છું અને તેથી આશીર્વચન આપવાની હજી મારી હેસિયત નથી. આમ છતાં, હું આશાવાદ અવશ્ય વ્યક્ત કરીશ કે “ નગરશેઠ શાતિદાસ ઝવેરી થી આરંભાયેલી આ અધ્યયન અને સંશોધનની સ્વાધ્યાયયાત્રા બહેન શ્રી માલતીબહેન હવે અંતરિયાળ છોડી ન દે, પરંતુ યથાસમય એનું સાતત્ય જાળવી જ રાખે અને ધીમે ધીમે આવા અથવા અન્ય પ્રકારના સંશોધનગ્રંથ કે ઇતિહાસ ગ્રંથે આપણને આપે. * * સ્વ. શ્રી રતિભાઈની અને મારી, આ પુસ્તક ઝટ પ્રગટ થાય તેવી તીવ્ર અચ્છા વર્ષોથી હતી. શ્રી રતિભાઈને મનમાં તે ચિંતાની હદે આ ઇચ્છા વર્તતી હતી. આ ઇચ્છા, ભલે ડીક મોડી પણ, આજે સાકાર બને છે તેથી સંતોષની લાગણી થાય છે. નૂતન ઉપાશ્રય, ભાવનગર-૧, શીલચન્દ્રવિજય તા. ૮-૧૨-૧૯૮૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 250