Book Title: Nagarsheth Shantidas Zaveri Author(s): Malti K Shah Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 6
________________ આ પુસ્તકનાં લેખિકા શ્રીમતી માલતીબહેને શેઠ શાન્તિદાસને લગતી ઉપર દર્શાવેલી હકીકતોની ચકાસણી તેને લગતાં ઐતિહાસિક સાધના દ્વારા કરીને ચોખ્ખી હકીકત તારવાના સફળ પ્રયત્ન કર્યાં છે. શાન્તિાસના જીવનકાળના અવધ પણુ આસપાસના સોં પરથી અંદાજ્ગ્યા છે. શાન્તિદાસને મળેલાં ફરમાના તેમણે આ કા'ને અંગે અભ્યાસ કર્યો છે, એટલું જ નહી', એ ફરમાતાના તરજૂમા કરીને પ્રત્યેકનું વિશ્લેષણ કરી ખતાવ્યું છે. આને કારણે આ પુસ્તકની ઉપયોગિતા વધી છે. નગરશેઠ શાન્તિદાસની વ્યભાવના અને ધમ પરાયણતાને ઉઠાવ મળે તે રીતે આ સાધનામાંની માહિતી લેખિકાએ રજૂ કરેલી છે. તેને અનુષંગે એ ઢાળતી ગુજરાતની રાજકીય પરિસ્થિતિને યથાથ" ચિતાર પણ આપે છે. પરિશિષ્ટમાં શાન્તિદાસથી કસ્તૂરભાઈ લાલભાઇ સુધીની દસ પેઢીમાં શાન્તિદાસે પાડેલી ઉજ્જવલ પરંપરા કેવી રીતે ઊતરીને શાભતી રહી તે બતાવ્યુ છે. કેવળ સાંપ્રદાયિક પરંપરા અને અનુશ્રુતિને આધારે આ પ્રકારનાં લખાણા ઘણુંખરું તૈયાર થાય છે. અહીં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ઇતિહાસ-નિરૂ પણ થયું છે તે આ પ્રયત્નની વિશેષતા છે એ તેાંધવું જોઇએ. કેટલેક સ્થળે પુનરુક્તિ થાય છે અને સૂબા માટે વાઈસય શબ્દ પ્રયોગ કર્યાં છે તે જરા વિચિત્ર લાગે છે. જૈન પર પરાના અભ્યાસીઓને તેમ જ અમદાવાદપ્રેમી વાચકગને આ પુસ્તક અવશ્ય ગમશે. શ્રીમતી માલતીબહેનના આ કૃતિ દ્વારા થતા સાહિત્યપ્રવેશને હુ. ઉષ્માપૂર્વક આવકારું છું. ૧૯, શારદા સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફેબ્રુઆરી ૯, ૧૯૮૭ Jain Education International For Personal & Private Use Only ધીરુભાઈ ઠાકર www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 250