Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ હતા. અને એક ઝવેરીને ત્યાં નોકરી કરતાં કરતાં આપબળે ઝવેરી બન્યા હતા. શાન્તિદાસને પિતાને વ્યવસાય વારસામાં મળ્યો હતો. ઓસવાળ ભૂપાળ'નું બિરુદ સાર્થક કરે તેવી સાહસિકતા, વીરતા અને ઉદારતા શ્રેષ્ઠી શાન્તિદાસમાં હતી. રત્નપરખની અસાધારણ કુશળતા દર્શાવીને તેમણે અકબર બાદશાહના દરબારમાં અમીર જેવું શાહી ઝવેરીનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અકબરે તેમના પર ખુશ થઈને અમદાવાદના નગરશેઠનું પદ આપવા માટે સૂબા આજીમખાનને ફરમાન કર્યાની અનુકૃતિ છે. શાન્તિદાસ શેઠને જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ સાથે નિકટને સંબંધ બંધાયે હતો. અકબરની બેગમ જોધાબાઈ કોઈ કારણસર દિલ્હીથી અમદાવાદ રિસાઈને આવેલી તે વખતે શાન્તિદાસે તેને પિતાના ઘેર ઉતારે આપીને બહેન તરીકે અપનાવી હતી. તેથી જહાંગીર તેમને ઝવેરીમામા’ કહેતે. આ સંબંધને લાભ લઈ શાતિદાસે ત્રણે બાદશાહ પાસેથી જૈન ધર્મના, પાલીતાણા તીર્થના અને પિતાની અંગત મિલક્તના રક્ષણ માટેનાં ફરમાને મેળવ્યાં હતાં. તેમણે નવ લાખ રૂપિયા ખર્ચીને બીબીપુરા (હાલના સરસપુર)માં શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બાંધ્યું હતું અને મેટી રકમ પ્રતિષ્ઠા-મહત્સવ પાછળ ખચી હતી. ઔરંગઝેબ સૂબે થયે તે વખતે (૧૬૪૫) તેણે આ મંદિરને મજિદમાં ફેરવ્યું હતું. તેના વિરોધમાં અમદાવાદમાં અને ગુજરાતમાં હિંદુ-મુસલમાન વચ્ચે બંડ થયું હતું. શાન્તિદાસે શાહજહાંને આ વાત પહોંચાડતાં શાહજહાંએ ઔરંગઝેબની બદલી કરીને મસ્જિદ ખાલી કરાવીને શેઠ શાન્તિદાસને મંદિર પાછું સોંપવા અને તેમને થયેલ નુકસાન ભરપાઈ કરવા નવા સૂબાને. ફરમાન કર્યું હતું. જૈન સમાજની રૂઢિચુસ્તતાને કારણે, ગાયના વધથી અપવિત્ર મનાયેલ તે સ્થળે પછી મંદિર થઈ શકેલું નહીં, એટલે આજે તેના અવશેષો પણ જોવા મળતા નથી. તેમાંની પાંચ મૂર્તિઓ ગુપ્ત રીતે ઝવેરીવાડમાં લઈ જવામાં આવેલી. શાન્તિદાસ આ શાસકોને મેટી રકમે ધીરતા. શાહજહાંએ મયૂરાસન બનાવવા માટે છ કરોડ રૂપિયા ખર્ચેલા. તેમાંનું ઘણું ઝવેરાત શાન્તિદાસે આપ્યું હતું. તેમના પુત્ર લક્ષ્મીચંદે મુરાદને સાડા પાંચ લાખ રૂપિયા ધીરેલા તે મુરાદ ઔર ગઝેબની સામે હાર્યો તે પછી વૃદ્ધ શાતિદાસે દિલ્હી જઈને ઔરંગઝેબ પાસેથી તે રકમ કુનેહથી કઢાવી લીધેલી અને ધર્માધ ઔરંગઝેબ પાસેથી જા તીર્થ અને તેની સંપત્તિના રક્ષ માટે પણ ફરમાન મેળવ્યું હતું. આમ, ક્ષત્રિયનું તેજ અને વણિકની બુદ્ધિ શનિદાસમાં હતાં. તે તેમની દસમી પેઢીએ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ આવ્યા ત્યાં સુધી કોઈ ને કઈ રીતે તેમની પરંપરામાં જળવાઈ રહ્યાં હતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 250