Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 265
________________ ૨૧૬ મૂર્તિપૂજા મુનિ શ્રી જ્ઞાન સુંદરજી મહારાજ) મહારાજે પ્રથમ સ્થા. પૂજ્ય શ્રી લાલજી મહારાજના ઉપદેશથી દીક્ષા લઈ નવ વરસ સુધી શાસ્ત્રોના અધ્યયન કર્યા બાદ સ્થા. મતને ત્યાગ કરી એસિયા તીર્થ પર વિ. સં. ૧૯૭૨ માં પરમ ભેગી રાજ મુનિશ્રી રત્નવિજયજી મહારાજ સાહેબના કરકમલોમાં સંવેગી દીક્ષા અંગીકાર કરી જન શાસનની બહુ જ સેવા કરી. સાહિત્ય પ્રચારને તે તેમને બહુ જ શેક છે. સંવેગી દીક્ષા અંગીકાર કર્યા બાદ તેઓશ્રીએ નાના મોટા ૨૩૧ ગ્રંથ લખી પ્રકાશિત કરાયા છે. હાલ તેઓશ્રી આચાર્ય પદે બીરાજમાન છે. (૧૧) સ્થા. સાધુ ગંભીરમલજી (સુનિશ્રી ગુણસુંદરજી મહારાજ) એ ૧૬ વર્ષની લઘુવયમાં સ્થા. માં દીક્ષા લીધી હતી. ત્યાં ૨૨ વરસ દીક્ષા પાળી મૂર્તિપૂજા સત્ય લાગવાથી સ્થા. સાધુ વેષને ત્યાગ કરી સંવત ૧૯૮૩ માં પૂજ્યપાદ મુનિશ્રી જ્ઞાનસુંદરજી પાસે સંવેગી દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રીમાં વૈયાવચ્ચને અતિ સારે ગુણ છે. સ્મરણ શક્તિ સારી હોવાથી પ્રત્યેક જ્ઞાન શીવ્ર કંઠસ્થ કરી લે છે. કવિતા બનાવવાના બહુ જ શેખીન છે. આ સિવાય મુનિશ્રી ચારિત્ર વિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી સહન વિજયજી મહારાજ વગેરે અનેક સાધુઓએ મૂર્તિ નહિ માનવાવાળાઓને મત કલ્પિત સમજી સપેકંચૂકની પેઠે તે મતને શીધ્ર છેડી દઈ સંવેગી દીક્ષા અંગીકાર કરી સત્યપદેશ દ્વારા જૈન શાસનની અપૂર્વ સેવા કરી છે. પંજાબી સાધમાગી સમુદાય તથા મારવાડી-કાઠિયાવાડ સમુદાયના સેંકડો સાધુઓએ મુહપત્તિના ડેરા ત્રોડી, મૂર્તિપૂજાને સ્વીકારી સત્ય ધર્મને જ પ્રચાર કર્યો છે અને કરી રહ્યા છે. જેમાં પંડિત રન મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ, પં. રંગવિમલજી, પં. રૂપમુનિજી, ગુલાબમુનિજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274