Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 268
________________ મૂર્તિપૂજા ૨૧૯ પડે છે, અને તેમાં પણ ઇતિહાસમાં દર્શાવેલી મૂર્તિઓની પ્રત્યક્ષતા વિશેષપણે મૂર્તિપૂજાની સત્યતા સાબીત કરે છે. ઈતિહાસિક શેળેથી પ્રાપ્ત થયેલી અને તત્વ વેત્તાઓએ ઈ. સ. ની પૂર્વેન કાળની હોવાનું સાબીત કરેલી કેટલીક જિન પ્રતિમાઓ લખનૌ મ્યુઝિઅમ વિગેરે સ્થળોએ અત્યારે મેજુદ છે જે મૂર્તિપૂજાની પ્રાચિનતા આપોઆપ સિદ્ધ કરે છે. જો કે જૈનતીર્થસ્થળેએ તે આવી પ્રાચિન પ્રતિમાઓ બહુ જ છે પરંતુ તેની સત્યતા સાબીત કરવામાં આજના વિજ્ઞાનક શોધકને પ્રાપ્ત થયેલી પ્રતિમાઓ વિશેષ સાક્ષીભૂત છે, વળી મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત રીતે તે બરાબર સિદ્ધ છે. મૂર્તિ નહિ માનનારાઓની માન્યતા એવી છે કે મૂર્તિપૂજા પાછળથી શરૂ થઈ છે પણ દેવદ્વિગણિ ક્ષમાક્ષમણ પહેલાં તે મૂર્તિપૂજા હતી તે તે તેઓ પણ કબુલ કરે છે. આ હિસાબે શાસ્ત્રો પુસ્તકારૂઢ કરનાર દેવદ્ધિગણી ક્ષમાક્ષમણ પણ મૂર્તિપૂજક છે. તેમના પહેલાં શાસ્ત્રો પુસ્તકારૂઢ ન હતાં આજે દેવદ્વિગણિ એ જ પુસ્તકારૂઢ કરેલ શાસ્ત્રો સ્થાનકવાસીઓને માન્ય છે. તે મૂર્તિપૂજકે પુસ્તકારૂઢ કરેલ શાસ્ત્રોને માન્ય રાખનાર સ્થાનકવાસીઓ કયા હિસાબે શાસ્ત્રોમાં મૂર્તિ પૂજા ઘુસાડી દેવાનું કહે છે. જિનેશ્વર દેવે કથિત શાસ્ત્રો મૂર્તિપૂજક પાસેથી જ પ્રાપ્ત કરી મૂર્તિપૂજાને અસત્ય કહેવી તેના જેવી કૃતજ્ઞતા બીજી કયી કહેવાય? આ પ્રમાણે દરેક રીતે મૂર્તિપૂજાની સત્ય સાબીતી થાય છે. ભવ્ય જી કદાગ્રહને ત્યાગ કરી જરા શો-અને આત્મશ્રેય કરવામાં અમેઘ સાધનભૂત પરમપકારી શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા પ્રત્યે શ્રદ્ધાળુ બની સ્વ અને પરનું કલ્યાણ કરે એજ આકાંક્ષા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274