Book Title: Mathuri Author(s): Dalsukh Malvania, Jitendra B Shah Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 8
________________ કારણે જૈન ધર્મનો અનેકાન્તવાદ ખૂબ જ સુંદર રીતે રજૂ થયો છે. તેમણે લખેલા લેખોની સંખ્યા ૩૦૦થી પણ વધુ છે. આ લેખોમાંથી ૪૮ પસંદ કરેલા લેખો આ ગ્રંથમાં પ્રકાશિત થઈ રહ્યા છે. તેમાં ભગવાન મહાવીર સ્વામી તથા ભગવાન બુદ્ધના જીવન સંબંધી, જૈન ન્યાય અને દાર્શનિક સાહિત્ય સંબંધી, જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો સંબંધી અને કેટલાક સમકાલીન બાબતોને સ્પર્શતા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમને આશા છે કે આ લેખો જિજ્ઞાસુઓને ઉપયોગી નીવડશે. આ લેખસંગ્રહ સ્વરૂપ ‘માથુરી' ગ્રંથ પ્રગટ કરવામાં પંડિતજીનાં પુત્રવધૂ ચારુબહેન તથા પુત્ર અચલ તથા વિપુલનો સહયોગ પ્રાપ્ત થયો છે. પ્રકાશન-કાર્યમાં શારદાબહેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના સ્ટાફનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે તે માટે તેમનો હું અત્યંત આભાર વ્યક્ત કરું છું. જિતેન્દ્ર બી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 269