Book Title: Mathuri Author(s): Dalsukh Malvania, Jitendra B Shah Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 7
________________ પ્રસ્તાવના ભારતીય દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન પં. દલસુખભાઈ માલવણિયા નખશિખ વિદ્યાપુરુષ હતા. તેમણે આજીવન વિદ્યાતપ કર્યું. આ તપની સિદ્ધિવરૂપે વિદ્યાજગતને અનેક ગ્રંથરત્નો ઉપલબ્ધ થયાં છે. ભારતીય દર્શનોના ઊંડા અભ્યાસી પણ જીવન અત્યંત સાદગીપૂર્ણ, સત્યની સાધનામાં અત્યંત મક્કમ અને તથ્યો પ્રાપ્ત થતાં સ્વીકૃત મત બદલવો પડે તો જરાપણ ખચકાટ ન અનુભવે. વિપરીત કે અસતુ પ્રતિપાદન કરનારનો સબળ પ્રતિવાદ કરે, આવા તેજસ્વી વિદ્યાપુરુષને અંજલિ અર્પતા વિજયશીલચંદ્રસૂરિએ લખ્યું છે કે રૂઢિપરસ્ત સમાજ અને તેના નેતાઓ ઈચ્છે યા ન ઇચ્છે પણ વિદ્યાકીય અને સાહિત્યિક ભૂમિકાએ, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે, અન્ય સંપ્રદાયો તેમજ ધર્મોની સમકક્ષ, આપણા સિદ્ધાંતો વગેરેનું યથાર્થ અને અધિકૃત પ્રતિપાદન કરવું જ આજે અનિવાર્ય બન્યું છે, અને એ કાર્ય આવા અધિકારી વિદ્વાનો વિના કરવાનું રૂઢ માણસો માટે શક્ય જ નથી. આ સંદર્ભમાં શ્રી દલસુખભાઈને મૂલવવામાં આવે તો જૈન શ્વેતામ્બર પક્ષના સમર્થ પ્રતિનિધિ તરીકે તેમણે દેશમાં પણ અને વિશ્વસ્તરે પણ આપણો પક્ષ રજૂ કર્યો છે, આટલું જ નહીં પણ અન્ય ધર્મના કે સંપ્રદાયના લોકો દ્વારા થતી અયોગ્ય કે વિપરીત રજૂઆતનો સજ્જડ પ્રતિવાદ પણ તેમણે અનેક વાર કર્યો છે. વાસ્તવમાં તેમની રજૂઆતને પડકારી શકે અથવા તેમની ઉપસ્થિતિમાં અસત્ય પ્રતિપાદન કરી શકે તેવી ક્ષમતા જ અન્યોમાં ન હતી. સત્યનિષ્ઠ અને અનાગ્રહી એવી પારદર્શી વિદ્વત્તાની આ નિષ્પત્તિ હતી. તેમણે ગ્રંથસંપાદનો અને મૌલિક ગ્રંથો તો લખ્યા જ છે સાથે સાથે સમકાલીન બાબતો અંગે લેખો લખી રૂઢ માનસને ઢંઢોળવાનું કાર્ય કર્યું હતું. સંશોધનાત્મક લેખો લખી સિદ્ધાંતોના મૂળ સ્વરૂપને સ્પષ્ટ કરવા સાથે તેમાં કાળક્રમે થયેલ વિકાસની રૂપરેખા પણ આપેલી છે. તેમની વિશિષ્ટ પ્રજ્ઞાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 269