Book Title: Maru Vidyadhyayana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૨૯૨] દર્શન અને ચિંતન શીખવાની અદમ્ય ઈચ્છા ઉદ્ભવી. પણ વિદ્યાના એ મરુદેશસમાં ગામડામાં ન તે સંસ્કૃત ભાષા શીખવાનું કોઈ સાધન હતું કે ન પ્રાકૃત આદિ અન્ય ભાષાઓ શીખવાનું. માનસિક અકળામણ કાંઈક ઓછી થાય એ પ્રસંગ અચાનક આવ્યું અને લાધાજી સ્વામી તથા ઉત્તમચંદજી સ્વામીને સમાગમ કાંઈક વિશેષ લાગે. પહેલા પાસે શરૂઆત કરી અને બીજા પાસે સારસ્વતવ્યાકરણ પૂર્ણ કર્યું. એ બંને ગુરુ-શિષ્ય પ્રત્યેની કૃતજ્ઞતા સાચવીને પણ મારે એટલું તે નિખાલસપણે કહી જ દેવું જોઈએ કે સંસ્કૃતમાં પ્રવેશ તો થયે પણ તે ન હતું સંગીન કે ન હતું પૂર્ણ અધ્યયન. તે વખતે પણ મને એટલું તે સમજાઈ ગયું કે સંસ્કૃત ભાષાના પરિપૂર્ણ અને શુદ્ધ જ્ઞાન વિના પ્રાકૃત ભાષામાંથી ખરે અર્થ તારવે એ માત્ર ફાંફાં છે. અને એ બંને ભાષાના યથાવત્ બેધ વિના ગુજરાતી કે હિંદીમાં લખાયેલ જૈન પ્રકરણેના ભાવને ઠીક ઠીક સ્પર્શવાનું કામ પણ એટલું જ અઘરું છે, તેથી હવે મારું મન સંસ્કૃત ભાષાના વધારે અભ્યાસ તરફ વળ્યું. પણ એ જિજ્ઞાસાતૃપ્તિનું કોઈ સાધન સામે ન હતું અને જ્યારે કાંઈક સૂઝયું ત્યારે પ્રથમ તે એ અધૂરું લાગ્યું એટલું જ નહિ, એ અધૂરા સાધનથી સંસ્કૃત શીખવાનું કામ સરળ પણ ન હતું. આ રીતે વીસે કલાક ગડમથલ ચાલતી. તે બીજી બાજુ નિષ્ક્રિય રહેવાનું ભારે માટે શક્ય જ ન હતું; એટલે જે જે સુલભ થયું તે બધું યાદ કર્યો છે. એ બધી વસ્તુ સંભળાવી યાદ કરવામાં મદદગાર કેટલાય થયા છે, પણ અત્રે ત્રણ વ્યક્તિઓને નિર્દેશ અનિવાર્ય છે : બે સહોદર ભાઈ પોપટલાલ અને ગુલાબચંદ, જે મારા નિકટ મિત્ર પણ બન્યા હતા અને મારે એક લઘુભ્રાતા. આ ત્રણમાં પ્રથમના બે મને સંભળાવે ને પોતે પણ વાંચતાં વાંચતાં કાંઈક સમજતા. તેમાંય પિપટલાલની બુદ્ધિ તે અસાધારણ હતી. એને લીધે મેં જૈન પરંપરાના એક જટિલ ગણાતા કમ સાહિત્યમાં પ્રવેશ કર્યો. અનેક કર્મ અને બીજા પ્રકરણો માત્ર ટબા દારા જાણી લીધાં. આ રીતે કાશી ગયા પહેલાં મારી પૂર્વભૂમિકા તૈયાર થઈ પણ જે જે યાદ કર્યું કે યાદ થયું તે વિષે એક ઈશારે આવશ્યક છે. નવું વાંચી સંભળાવનાર કેઈ હાજર ન હોય કે તેને સભ્ય ન હોય તે વખતે શીખેલ સમગ્ર વસ્તુઓને હું પુનરાવર્તન દ્વારા યાદ કરી જતે, કેમકે તે બધું તે કાળે કંઠસ્થ હતું. એ પણ કહી દેવું જોઈએ કે જેટલા પ્રમાણમાં શબ્દને સ્પર્શ હતા તેટલા પ્રમાણમાં તેના અર્થજ્ઞાનનું ઊંડાણું તે વખતે ન હતું. સમજવાની શક્તિ ઓછી હતી એમ નથી કહી શકતે, જિજ્ઞાસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14