Book Title: Maru Vidyadhyayana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249311/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મારું વિદ્યાધ્યયન [૭] નેત્રહીન વ્યક્તિને કોઈ પંડિત કહી સંબધે યા તેને ભણેલ તરીકે ઓળખાવે ત્યારે અજાણ્યા કેટલાયને કુતૂહલ થવાનું કે આ માણસ આંખ વિના કેમ ભણ્યા હશે? આવું જ કુતૂહલ મારી સમક્ષ ઘણું ભાઈ-બહેનોએ વ્યક્ત કર્યું છે. કેટલાકની એ જિજ્ઞાસા મેં અમુક અંશે સ્વાનુભવકથન દ્વારા સંતાધી છે, પણ ભાઈ શ્રી પરમાનંદભાઈની ઊંડી અને તીવ્ર જિજ્ઞાસા માત્ર એટલાથી સંતોષાય તે તે પરમાનંદભાઈ શાના? વાતચીતમાં તેમણે ટૂંકમાં એટલું જ કહી પતાવ્યું કે આ વિગત હું જાણતો ન હતો. મનમાં સંઘરી રાખેલ જિજ્ઞાસા શમાવવા તેમણે મને કાંઈક વિગતે લખી આપવા કહ્યું. આ તકનો લાભ લઈ એ વિષે કાંઈ લખાય તો લખી કાઢવું એ વૃત્તિથી હું પ્રેરાયો છું. અલબત્ત, પત્રની મર્યાદા જોતાં પૂરી વિગતથી એ લખી નહિ શકું, તેમ છતાં કાંઈક લંબાણ થવું અનિવાર્ય છે. તે વિના વાચક સામે અખંડ ચિત્ર ભાગ્યે જ આવી શકે. મારા જીવનના મુખ્ય બે ભાગ કલ્પી શકાય : એક દર્શનનો અને બીજો અદર્શનને. લગભગ ચદ કે પંદર વર્ષની ઉંમર સુધીનો સમય તે દર્શનનો અને ત્યાર પછી અત્યાર લગીને લગભગ ૬૦ વર્ષનો સમય તે અદર્શનનો. જેમ બીજા ભણનાર ભણે છે તેમ નેત્રની હયાતી વખતે હું પણ સાત ગુજરાતી ચોપડીઓ એક નાના ગામડાની નિશાળમાં ભણેલે. તે વખતે ગામડામાં સંભવે તેવા શિક્ષકે, સરકારી શાળામાં ચાલતા વિષે અને દર વર્ષે નિયમિત આવતા પરીક્ષક અને લેવાતી પરીક્ષાઓ--આ બધું દેખનાર માટે એટલું બધું જાણતું અને સાધારણ છે કે તે વિષેની મારી અંગત વિશેષતાનું અને કોઈ મહત્ત્વ નથી. કહેવું પડે તો એટલું જ કહી શકું કે, સુલેખન, ગણિત અને શાળામાં ચાલતી ચોપડીઓને જેવી ને તેવી નવી રાખવાની કાળજી ઈત્યાદિમાં હું એમ રહેવા પ્રયત્ન કરો. નિશાળ બહારની પ્રવૃત્તિ, ભણતર યા કેળવણીના અંગરૂ૫, અત્યારની જેમ, તે વખતે તે ન લેખાતી. પણ હવે જ્યારે એ ય તાલીમનો એક ભાગ લેખાય છે ત્યારે એ વિષે મારી પ્રકૃતિ અને સ્વભાવને નિર્દેશ ન કરું તો આગળના જીવનની ભૂમિકા જ ન સમજાય. મારા સ્વ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] દર્શન અને ચિંતન ભાવમાં જેટલું ભણુતરને રસ અને ઉમંગ હતો તેટલે જ રમતગમત અને જાતમહેનતનો હતો. તલાવ ને કૂવામાં તરવું, ઘોડાઓ અને વાછડા દેડાવવા, તત્કાલીન ગામડાની બધી રમત રમવી અને વડીલેએ કે ગમે તેણે ચીધેલું કામ જરાપણ આનાકાની વિના, મોટું કટાણું કર્યા વિના તરત જ કરી આપવું એ સહજ હતું. એની અસર શરીરના બંધારણ ઉપર કાંઈક સારી થઈ અને મનના ઘડતરમાં પણ એણે કાંઈક સારે ફાળે આવે એમ આગળ ઉપર વિચાર કરતાં મને જણાયું છે. જૈન સાધુઓ પાસે અધ્યયન વિ. સં. ૧૯૫૩ (ઈ. સ. ૧૮૯૭)ના ઉનાળામાં માતાને લીધે નેત્રે ગયાં અને યુગ પલટાયો. જે જગત નેત્રને લીધે સ્વતંત્ર પ્રવૃત્તિનું ધામ હતું તે હવે પરતંત્ર પ્રવૃત્તિનું સ્થાન બન્યું. જે રૂપલેક દૂર છતાં સમીપ હવે તે હવે સમીપ છતાં દૂર બન્યો અને અરૂપલેક સમીપ આવ્યો. ફાવે તેમ વનવિહાર કરતા હાથી કે ઉડ્ડયન કરતું પંખી પાંજરામાં પુરાય અને જે અકળામણ અનુભવે તે આવી પડી. લગભગ બે-એક વર્ષના માનસિક ઉત્પાત પછી સમાધાનનું એક દ્વાર અણધારી રીતે ઊધડ્યું. તે દ્વાર અરૂપલેકમાં વિચારવાનું કાંઈક ને કાંઈક નવું શીખવાનું. અંગ્રેજી ભણવાની સહજ વૃત્તિ કેટલાક કારણસર સફળ થઈ ન હતી, ત્યારે નવી આવી પડેલ પરિ. સ્થિતિએ એ જિજ્ઞાસાવૃત્તિને ઉપસ્થિત સંજોગે પ્રમાણે બીજી દિશામાં વાળી. હજારથી પણ ઓછી વસ્તીવાળું ગામ, શિક્ષણનાં કોઈ સાધન નહિ છતાં ખારા સમુદ્રમાં મીઠી વીરડીની જેમ પછાત ગામડામાં ય જૈન સાધુઓનું આવાગમન આશીર્વાદરૂપ નીવડ્યું. આગળ જતાં વિ. સં. ૧૯૬૦ના ઉનાળામાં કાશી જવાની જે તક સાંપડી તેની આ પૂર્વભૂમિકા લેખાય, તેથી તે વખતે ગામડામાં ઘરબેઠાં કેની કોની પાસે શું શું શીખે અને તે કઈ કઈ રીતે એ જાણવું જરૂરી છે. જન સાધુ-સાધી આવતાં પણ તે મુખ્ય પણે સ્થાનકવાસી પરંપરાનાં. એમ તે એ સાત વર્ષમાં સેંકડો સાધુ અને સાધ્વીઓ આવ્યાં અને ગયાં. મેં તેમને પરિચય પણ સાઓ; પરંતુ મારા અધ્યયન સાથે જેમને ખાસ સંબંધ છે તેમનાં નામ આ રહ્યાં. લીબડી સંઘાડાના પૂજ્ય લાધાજી સ્વામી, જે તે વખતે વૃદ્ધ અને અંધ હતા. તેમના સુવિદ્વાન શિષ્ય ઉત્તમચંદજી સ્વામી અને એકલવિહારી પૂ. દીપચંદજી સ્વામી. જે સાધ્વીઓને અધ્યયન અંગે પરિચય છે તેમાંથી એક અતિવૃદ્ધ જડાવબાઈ અદ્યાપિ જીવિત છે Page #3 -------------------------------------------------------------------------- ________________ [૨૯૧ મારું વિદ્યાધ્યયન અને તે હાલ અમદાવાદમાં છે. તે વખતે મારા શીખવાના વિષયો માત્ર જેનપરંપરાને લગતા જ હતા ને તે ત્રણ ભાષામાં પ્રથિત. ગુજરાતી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષા દ્વારા એ વિશ્વમાં છેડે પ્રવેશ કર્યો. જવ, કર્મ, લેક, દ્વીપસમૂહ, ધ્યાન ક્વા એક એક મુદ્દા ઉપર જ દષ્ટિએ લખાયેલ ગુજરાતીમાં જે નાનાં નાનાં સંખ્યાબંધ પ્રકરણે છે તે થેકડાને નામે પરંપરામાં જાણીતાં છે. થેકડા એટલે કોઈ એક મુદ્દા ઉપર શાસ્ત્રમાં મળી આવતા વિચારો એકત્ર કરેલ છે, જો કે સંચય, જેને તે તે વિષયનાં પ્રકરણ કહી શકાય. આવા સંખ્યાબંધ ચેકડાઓ તે તે સાધુ કે સાધ્વી પાસેથી સાંભળીને જ યાદ કરી લીધા. એનું પ્રમાણ નાનુંસનું ન હતું. છન્દ, સ્તવન અને સઝઝાય નામે જાણીતું ગુજરાતીમાં વિશાળ જેન–સાહિત્ય છે. સઝઝાયમાળા નામે તે વખતે પ્રસિદ્ધ એવા બે ભાગમાં છપાયેલ. લગભગ બધું જ આવું સાહિત્ય પણ એક અથવા બીજાની પાસેથી સાંભળી સાંભળી યાદ કરી લીધું. ગુજરાતીમાં ચર્ચાયેલ વિષયો સમજવામાં મુશ્કેલી પડતી જ નહિ, એટલે સહેજે અનેક જૈન વિષયને પરિચય તે થશે પણ એટલા માત્રથી જિજ્ઞાસા શમતી ન હતી. મનમાં થયું કે આ બધું જે મૂળ ગ્રંથમાં છે તે યાદ કેમ ન કરવું? આ જિજ્ઞાસાએ આગમે ભણી ધકેલ્યા. આગને યાદ કરવાં ને શીખવામાં મુખ્ય ફાળો હોય તો તે એકલવિહારી પૂ. દીપચંદજી સ્વામીનો. અલબત્ત, એમાં લાધાજી સ્વામીજીને હિરો તો છે જ. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને સૂત્રકતાંગ પ્રથમ સ્કંધ એ મૂળ મૂળ સૂવે તે આખેઆખાં યાદ થઈ ગયાં. પણ તે ઉપરાંત અનેક વિષયો ઉપર પ્રાકૃતમાં નિબદ્ધ પ્રકરણે પણ સાંભળીને જ યાદ કરી લીધાં. એ બધાંની યાદી બહુ લાંબી થાય. અહીં કહી દેવું ધટે કે તે તે આગમ અને પ્રાકૃત પ્રકરણેનો અર્થ કાં તો રબા દ્વારા અને કાં તો સાધુઓનાં મેઢેથી ગ્રહણ કર્યો. સંસ્કૃત ભાષાનું આકર્ષણ આગળ જતાં મને જણાયું કે એ અર્થગ્રહણ માટે વધારે સાધનની અને તૈયારીની જરૂર છે. ક્યારેક કોઈ સાધુ છૂટાછવાયા સંસ્કૃત કે બોલે અથવા નાતમાં જમતી વખતે બ્રાહ્મણે સંસ્કૃત શ્લોકે લલકારે, એ સાંભળી સંસ્કૃતની મધુરતાએ અને ભાષાવિષયક તીવ્ર જિજ્ઞાસાએ મને સંસ્કૃત તરફ વાળ્યો. તે વખતે એ પણ માલૂમ પડ્યું કે પ્રાકૃત આગમ ઉપર સંસ્કૃત ભાષામાં વિશાળ પ્રમાણભૂત વ્યાખ્યાઓ છે. એ પણ માલુમ પડ્યું કે ભૌલિક બ્રાહ્મણ-સાહિત્ય તો મુખ્યપણે સંસ્કૃત ભાષામાં જ છે. આ જાણુથી સંસ્કૃત Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] દર્શન અને ચિંતન શીખવાની અદમ્ય ઈચ્છા ઉદ્ભવી. પણ વિદ્યાના એ મરુદેશસમાં ગામડામાં ન તે સંસ્કૃત ભાષા શીખવાનું કોઈ સાધન હતું કે ન પ્રાકૃત આદિ અન્ય ભાષાઓ શીખવાનું. માનસિક અકળામણ કાંઈક ઓછી થાય એ પ્રસંગ અચાનક આવ્યું અને લાધાજી સ્વામી તથા ઉત્તમચંદજી સ્વામીને સમાગમ કાંઈક વિશેષ લાગે. પહેલા પાસે શરૂઆત કરી અને બીજા પાસે સારસ્વતવ્યાકરણ પૂર્ણ કર્યું. એ બંને ગુરુ-શિષ્ય પ્રત્યેની કૃતજ્ઞતા સાચવીને પણ મારે એટલું તે નિખાલસપણે કહી જ દેવું જોઈએ કે સંસ્કૃતમાં પ્રવેશ તો થયે પણ તે ન હતું સંગીન કે ન હતું પૂર્ણ અધ્યયન. તે વખતે પણ મને એટલું તે સમજાઈ ગયું કે સંસ્કૃત ભાષાના પરિપૂર્ણ અને શુદ્ધ જ્ઞાન વિના પ્રાકૃત ભાષામાંથી ખરે અર્થ તારવે એ માત્ર ફાંફાં છે. અને એ બંને ભાષાના યથાવત્ બેધ વિના ગુજરાતી કે હિંદીમાં લખાયેલ જૈન પ્રકરણેના ભાવને ઠીક ઠીક સ્પર્શવાનું કામ પણ એટલું જ અઘરું છે, તેથી હવે મારું મન સંસ્કૃત ભાષાના વધારે અભ્યાસ તરફ વળ્યું. પણ એ જિજ્ઞાસાતૃપ્તિનું કોઈ સાધન સામે ન હતું અને જ્યારે કાંઈક સૂઝયું ત્યારે પ્રથમ તે એ અધૂરું લાગ્યું એટલું જ નહિ, એ અધૂરા સાધનથી સંસ્કૃત શીખવાનું કામ સરળ પણ ન હતું. આ રીતે વીસે કલાક ગડમથલ ચાલતી. તે બીજી બાજુ નિષ્ક્રિય રહેવાનું ભારે માટે શક્ય જ ન હતું; એટલે જે જે સુલભ થયું તે બધું યાદ કર્યો છે. એ બધી વસ્તુ સંભળાવી યાદ કરવામાં મદદગાર કેટલાય થયા છે, પણ અત્રે ત્રણ વ્યક્તિઓને નિર્દેશ અનિવાર્ય છે : બે સહોદર ભાઈ પોપટલાલ અને ગુલાબચંદ, જે મારા નિકટ મિત્ર પણ બન્યા હતા અને મારે એક લઘુભ્રાતા. આ ત્રણમાં પ્રથમના બે મને સંભળાવે ને પોતે પણ વાંચતાં વાંચતાં કાંઈક સમજતા. તેમાંય પિપટલાલની બુદ્ધિ તે અસાધારણ હતી. એને લીધે મેં જૈન પરંપરાના એક જટિલ ગણાતા કમ સાહિત્યમાં પ્રવેશ કર્યો. અનેક કર્મ અને બીજા પ્રકરણો માત્ર ટબા દારા જાણી લીધાં. આ રીતે કાશી ગયા પહેલાં મારી પૂર્વભૂમિકા તૈયાર થઈ પણ જે જે યાદ કર્યું કે યાદ થયું તે વિષે એક ઈશારે આવશ્યક છે. નવું વાંચી સંભળાવનાર કેઈ હાજર ન હોય કે તેને સભ્ય ન હોય તે વખતે શીખેલ સમગ્ર વસ્તુઓને હું પુનરાવર્તન દ્વારા યાદ કરી જતે, કેમકે તે બધું તે કાળે કંઠસ્થ હતું. એ પણ કહી દેવું જોઈએ કે જેટલા પ્રમાણમાં શબ્દને સ્પર્શ હતા તેટલા પ્રમાણમાં તેના અર્થજ્ઞાનનું ઊંડાણું તે વખતે ન હતું. સમજવાની શક્તિ ઓછી હતી એમ નથી કહી શકતે, જિજ્ઞાસા Page #5 -------------------------------------------------------------------------- ________________ મારુ વિદ્યાયન [ ૨૯૩ મદ હતી એમ પણુ ન હતું, પરંતુ જે કાંઈ શીખતા અને જેની જેની પાસે શીખતો તે બાબત તેમની તેમની પાસે એકદેશીય ક્રિકાની દૃષ્ટિ ઉપરાંત વ્યાપક દૃષ્ટિવાળુ કાઈ ધારણ જ ન હતું. વસ્તુ જૂની ધરેડના બધા જ ફિરકાઓમાં ઓછેવત્તે અંશે છે જ; એટલે હું વધારેની આશા રાખું તે અસ્થાને હતું. ઊલટું એમ કહી શકાય કે, તે વખતે મારે માટે આ બધું આશીર્વાદરૂપ નીવડ્યું. આ કાશીમાં વિદ્યાભ્યાસ સંસ્કૃત ભાષા શીખવા માટે કાશી જ એક પ્રધાનકેન્દ્ર છે અને કાશીના પંડિતો એટલે સંસ્કૃતના ખાં એવી એવી વાતો જે તે પાસેથી સાંભળતા. કાશી જઈ અધ્યયન કરું તે કેવું સારું એવા મનેાથ પણ થયા ફરતા. પરંતુ આવી પરાધીન દશામાં અને તે પણ હજારથી વધારે માલિ ક્રૂર કેવી રીતે, કૈાની પાસે અને કાની મને ભરેસે જવું એ પ્રશ્ન મનમાં આવો કે પેલે મનેારથ શમી જતો. મનની વાત મનમાં રહેતી અને કયારેક પેલા બે મિત્રો સમક્ષ પ્રગટ પણ થતી. અચાનક જાણવા પામ્યો કે કાશીમાં જૈન પાશાળા સ્થપાવાની છે. તે સ્થપાઈ પણ તેના સ્થાપક હતા શાસ્ત્રવિશારદ વિજયધમ સૂરિ. એમના દીર્ધદષ્ટિવાળાસાહસે કાશીમાં જૈન પરપરા માટે તદ્દન નવું જ પ્રકરણ શરૂ કર્યું હતુ. કુટુંબ અને વડીલેાથી તદ્દન ખાનગી પત્રવ્યવહારને પરિણામે જ્યારે વિજયધમસૂરીશ્વરે મને કાશી આવવા લખ્યું ત્યારે મને ખરેખર આ ભૂતલ ઉપર સ્વર્ગ ઊતરતું દેખાયું. છેવટે હું કાશી પહેાંચ્યા. અહીથી જ મારા જીવનમાં પણ એક નવું જ પ રારૂ થયું. વિ.સં. ૧૯૬૦ (ઈ. સ. ૧૯૦૪ )ના ગ્રીષ્મકાળ હતેા અને કાશીનાં ધગધગતાં મકાનામાં પ્રવેશ કર્યો; અધ્યયન શરૂ થયું. શું ભણવું ? કાની પાસે ભણવું ? કઈ રીતે ભણુવું? વગેરે કાંઈ પણ વિચાર્યું જ ન હતું.. વિચાયું. હતુ તે એટલું જ કે સંસ્કૃત ભાષા પૂર્ણ પણે શીખવી. કાશીમાં પાણિનિનું વ્યાકરણ ભણવાની જ પ્રતિષ્ઠા. ત્યાં એતી સામગ્રી જેવી તેવી નહિ. મારે કાઢે એ જ મહાવ્યાકરણનું નામ પડેલું. પરંતુ તરતમાં જ શરૂ થયેલ જૈન પાશાળામાં રંગ બીજો હતા. ત્યાં મને માલૂમ પડવું અને કહેવામાં આવ્યું કે ગુજરાતના પાણિનિ જેવા હેમચંદ્રે રચેલું મહાકરણ સિદ્ધહેમ--શબ્દાનુશાસન છે, તે શીખવા જેવું છે. જે કે આ વ્યાકરણનું નામ મારે કાને પ્રથમ જ પડેલું, છતાં પાઠશાળામાં એનું જ વાતાવરણ જોઈ મેં એનું અધ્યયન શરૂ કર્યું. આ મારા કાશીના વિદ્યાભા Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] દર્શન અને ચિંતન સનું પહેલું પગથિયું. અધ્યાપક તે ખરેખર વ્યાકરણમૃતિ તેમ જ સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં વિશ્રત. પરંતુ મારી મુશ્કેલી જુદી હતી. એક તે યોગ્ય રીતે, મને અનુકૂળ આવે તેવી રીતે અને તેટલે વખત વાંચી સંભળાવે કોણ? બીજું, શીખવા ધારેલ ગ્રંથ તે વખતે છપાયેલ નહિ, માત્ર હસ્તલિખિત હતું. ત્રીજું એ કે એ શબ્દાનુશાસન કદ અને વિસ્તારમાં બહુ મોટું, તેમ જ તેના અંગે પણ ઘણું. અને ચોથું એ કે પાઠશાળામાં એ બહદવ્યાકરણ શીખનાર કોઈ પણ સાથી ન હતો. આ મુશ્કેલીઓ આજે લાગે છે તેવી તે વખતે હળવી ન હતી. પણ દેવને સંકેત કઈ અકળ જ હોય. છે ! ત્યાં તે વખતે વિદ્યમાન એવા બે-ચાર સાધુઓએ મને એટલે બધે ઉત્સાહ આવે અને મારી ત્યાર સુધીની વિદ્યાભૂમિકા તેમ જ જિજ્ઞાસા જોઈ તેમણે તે માટે અને એટલે બધે ગ્ય માન્યો કે છેવટે મારી મૂંઝવણ હળવી થતી ગઈ. અત્યારના વિજયેન્દ્રસૂરિ અને તે વખતના મુનિ ઇન્દ્રવિજયજીએ એ લિખિત પિથી વાંચી સંભળાવવાનું માથે લીધું. અધ્યાપક તે અસાધારણ હતા જ. આમ ગાડું આગળ ચાલ્યું. અધ્યયન અને પરિશીલન હું જે કાંઈ શીખતે તે બધું મેઢે યાદ જ કરતે. શીખવા અને મોઢે યાદ કરવાનો સમય બહુ પરિમિત એટલે બચત બધે જ સમય શીખેલ ભાગને પુનઃ પુનઃ વિચાર કરવામાં જ. જે કે શક્તિ, જિજ્ઞાસા અને મૃતિને અનુસરીને, હું તે વખતે બહુ ત્વરાથી પ્રગતિ કરી શકત, પણ પ્રમાણની દષ્ટિએ તેટલી પ્રગતિ ન થતી, છતાં અર્થવિચાર અને મનનના લાભ એ ખોટ કાંઈક અંશે પૂરી પાડી એમ મને લાગે છે. પાઠશાળામાં બીજા અધ્યાપક હતા. જે યાયિક તેમ જ દાર્શનિક હતા. સંસ્કૃત ભાષામાં બોલવાના અભ્યાસ અને કાંઈક વધારે સમજણ જોઈ તેઓ મારા પ્રત્યે મમતા સેવતા થયા અને આગ્રહ કર્યો કે તમે તો ન્યાય શીખો. હું પણ એ ભણી વ. આ રીતે વ્યાકરણના અધ્યયન સાથે જ ન્યાય-વૈશેષિક દર્શનનું અધ્યથન ચાલ્યું. ન્યાય શીખતી વખતે ઘણીવાર મનમાં અસ્પષ્ટ એમ થઈ આવતું કે જાણે આ વસ્તુ શીખેલી ન હોય અને એમાં સમજણ જેટલો જ રસ પણ પડત. દેશમાં એટલે કે કાઠિયાવાડમાં હતો ત્યારે જે સંસ્કૃત પુસ્તકમાં પેગ લાધે તે અર્થ સમજ્યા વિના પણ કંઠસ્થ કરતાં ન ચૂકતે. તેથી દેશમાં જ કાલિદાસકૃત “રઘુવંશ' કાવ્યના નવ સર્ગો, નવેક દિવસ પૂરતું કેઈનું પુસ્તક ભળવાથી, શબ્દમાત્ર કંઠસ્થ કરેલા. પેલા દાર્શનિક અધ્યાપક Page #7 -------------------------------------------------------------------------- ________________ મારું વિદ્યાધ્યયન [૨૯૫ પાસે એ કંઠસ્થ કાવ્યનું આર્થિક અધ્યયને પણ શરૂ કર્યું. આમ વ્યાકરણ, ન્યાય અને કાવ્ય એ ત્રણેય ઓછાવત્તા પ્રમાણમાં સાથે ચાલ્યાં; જે કે મુખ્ય તે વ્યાકરણ જ હતું. ત્રણ વર્ષની લાંબી અને કઠોર તપસ્યા પછી એ વ્યાકરણ, એનાં બધાં જ અંગે, જેવાં કે લિંગાનુશાસન, ધાતુપાઠ, ઉણદિ, ઝિયારત્નસમુચ્ચય, ન્યાયમંજૂષા અને ન્યાસ આદિ, સાથે પૂરું થયું સાથે જ જિજ્ઞાસાએ વહેણ બદલ્યું. પ્રથમથી જ સંકલ્પ હતું કે કાશીમાં જઈને શીખવું હોય તે જૈનેતર શાસ્ત્રો જ શીખવાં જોઈએ. તે વખતે મારી સમજણમાં જૈનેતર એટલે વૈદિક દર્શને એટલું જ હતું. બૌદ્ધ, જરથુસ, ક્રિશ્ચિયન, ઇરલામ આદિ પરંપરાઓની કશી કલ્પના જ ન હતી. અધ્યાપકે પિતા પોતાના વિષયમાં પારગામી અને અસાધારણ, પણ તેમનું વિચાર-વાચન વર્તુળ પિતાની માનીતી વિદ્યા કે પરંપરા બહાર જાય નહિ અને પાઠશાળાનું વાતાવરણ પણ સાંપ્રદાયિક જ એટલે સર્વશાખાસ્પર્શી અધ્યયનને લગતી પ્રેરણા પામવાની તક નહિવત્ હતી. છતાં જૈન પાઠશાળાના લગભગ ૩-૪ વર્ષ જેટલા નિવાસ દરમિયાન વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાયશેષિક દર્શન આદિનું પરિશીલન ઠીક ઠીક થવા પામ્યું અને આગળ નવી વિદ્યાશાખાઓ ખેડવાની તેમ જ ખેડેલ શાખાઓમાં ઊંડે ઊતરવાની ભૂમિકા તે રચાઈ જ. અહીં એ સૂચવી દેવું જોઈએ કે આ શરૂઆતનાં વર્ષોમાં મળેલ અને ત્યારબાદ આગળ મળેલ અનેક અધ્યાપકોની વિશેષતા એવી હતી કે જે ખાસ જાણવા જેવી અને તેમના પ્રત્યે માન ઉપજાવે તેવી છે. પણ એ વિશેષતાનો સ્પષ્ટ ખ્યાલ આ કા લેખમાં આપવો શક્ય નથી. એ બાબત તો એમનાં રેખાચિત્રોની એક જુદી લેખમાળા જ માગી લે છે. ૩-૪ વર્ષ પછી પાઠશાળા બહાર રહેવાનું બન્યું. ત્યારે મિત્ર અને સાથી તરીકે વ્રજલાલ નામના એક બ્રાહ્મણ વિદ્યાર્થી હતા, જે આગળ જતાં પંડિત વ્રજલાલ તરીકે જેનપરંપરામાં જાણીતા થયા અને જેમણે મુંબઈ મહાવીર જૈન વિદ્યાલયમાં ઘણું વર્ષો લગી ધાર્મિક શિક્ષણ આપેલું. અમે બન્ને મિત્રોએ અધ્યયનના કેટલાક વિષયે વહેંચી લીધા અને કેટલાક સાથે મળી શીખવા એમ નક્કી કર્યું. જે જે વિષયે વહે તે માત્ર અધ્યાપક પાસે જઈ શીખવાની દષ્ટિએ. તેઓ અમુક અધ્યાપક પાસે એક વિષય શીખી આવે તે હું બીજા અધ્યાપક પાસે બીજો વિષય શીખું. પણ છેવટે તે બને ઘેર બેસી પરસ્પર આપલે કરી લઈએ. તેમ છતાં અમુક Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૬] દર્શન અને ચિંતન વિષયો તે બન્ને સાથે જ શીખતા. આ અમારી અધ્યયનની યોજના હતી.. પણ પાઠશાળાથી જુદા રહ્યા પછી જેમ અધ્યયનની સ્વતંત્રતા અને એની વિશાળતાને અમને લાભ મળવાની તક પ્રાપ્ત થઈ હતી, તેમ સાથે જ અમારે સ્થાન, ભજન, અધ્યાપક આદિને લગતી આર્થિક મુશ્કેલી પણ હતી જ. છતાં અમે કદી નિરાશ થયા હોઈએ એવું યાદ નથી. અમે બન્ને મિત્રોએ એક વાત નક્કી કરી અને તે એ કે કાશીમાં રહીને જ ભણવું. આ નિશ્ચયને અમે એટલા બધા વફાદાર રહ્યા કે તે વખતના જૈન પરંપરાના સૌથી મવડી લેખાતા મનસુખભાઈ ભગુભાઈની ઈચ્છાને પણ અમે અવગણી. તેઓની ઈચ્છા હતી કે અમે તેમને બંગલે અમદાવાદમાં રહીએ અને તેઓ અધ્યયન માટે સારે દાર્શનિક અધ્યાપક રેકે. આર્થિક મુશ્કેલીઓ - કાશીમાં જ ભણવાના સંકલ્પને એક અપવાદ હતો. અમે વિચાર્યું કે આપણને ઠીક ઠીક જાણનાર આગેવાન બે–ત્રણ જૈન ગૃહસ્થ જે કાશીમાં ભણવા જેટલી આર્થિક જોગવાઈ કરી ન શકે તે આપણે બનનેએ અમેરિકા જવું અને જોન રોકફેલર પાસેથી મદદ મેળવવી. અમે રોકફેલરનું જીવન હિંદી પત્રમાં વાંચી એના તરફ લલચાયેલા અને સ્વામી સત્યદેવના પત્રો વાંચી અમેરિકાનાં સ્વપ્ન આવેલાં, તેથી આ તરંગી અપવાદ રાખેલો. પણ છેવટે અણધારી દિશામાંથી જોગવાઈ સાંપડી. કાશીમાં રહી અધ્યયન કરવાના સંકલ્પ કેટલીક મુશ્કેલીઓ અનુભવાવી, જેને ટૂંક ચિતાર આપ અસ્થાને નહિ લેખાય. પાઠશાળામાં હતા ત્યાં લગી ન હતી રહેવાના મકાનની ચિંતા કે ન હતી ખાનપાન કે કપડાંની ફિકર. અધ્યાપકની અગવડ પણ ન જ હતી. આ લીલાલહેર અને પાઠશાળાના અધિષ્ઠાતાની મીઠી મહેર અમુક હેતુસર અમે છેડી તે ખરી, પણ આગવી દિશા શૂન્ય. અમે બે મિત્ર અને વિદ્યાર્થીઓ એમ કુલ પાંચ જણ. પહેલી મુશ્કેલી ક્યાં રહેવું એ હતી. બીજી હતી ખાલી હાથને ખરચખૂટણની અને વધારામાં હવે પછી અર્થસાધ્ય અધ્યાપકો મેળવવાની. અભ્યાસ છૂટી ગયાની ઊંડી વેદના અનુભવતા દિલ સાથે, પણ હોંશથી ત્રણ ચાર મહિના મથુરા, વૃન્દાવન, ગ્વાલિયર આદિ સ્થાને રખડપટ્ટીમાં અને પરિસ્થિતિને મળવામાં ગયા. છેવટે અણધારી દિશામાંથી સાધારણ સગવડ લાધી. બરાબર સંવત્સરીને દિવસે જ શહેરથી લગભગ બે માઈલ દૂર ગંગાતટે આવેલ જૈનધાટ ઉપરના એક ખાલી મકાનમાં આશ્રય મળ્યો. આ સમયનું દૃષ્ય અદ્દભુત હતું. જ્યાં અમારે મધ્યાહેરમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ મારું “વિધાધ્યયન [ ૨૦ આવેલા આલિશાન, પણ ચોમેરથી બંધિયાર મકાનમાં જનાનખાના જેવા વાસ અને કથાં નાનકડા પણ દર્દી દરવાજાવાળા ખુલ્લા મકાનમાં કરેલ પડાવ અને માઈલો લગી પહેાળા પથરાયેલ ગંગાના પટ ઉપર વર્ષાના પાણીથી ઊભરાતું તેમ જ એ મકાન સાથે અાતું પાણીનું પૂર ! દેખીતી રીતે સ્થાનની ચિંતા ટળી, પણ અંદરથી તે ધ્રાંચપરાણાને લીધે થેડીધણી હમેશાં રહી. કાશીમાં કપરા અનુભવા માસિક લગભગ સો રૂપિયામાંથી ધણું નભાવવાનું હતું. છએક જણ જમનાર. મહેમાન અને મિત્રો હોય જ. અધ્યાપકના અને મારા વાચકાના પગારને મેળે પણ ખાસ હતો. એ પેટે લગભગ પચાસ રૂપિયા દર માસે ખરચાતા, અને બાકીમાં અર્ધું નભાવવાનું. આ સમય તિલકને દેશનિકાલ ચયાને, અને અંગભંગની ગરમાગરમ હિલચાલને, તેમ જ વિપ્લવવાદીઓના ત્રાસના હતા તેથી છાપાને લોભ જતો કરવા શકય ન હતા. સાપ્તાહિક, માસિક અને દૈનિક એવા જે જે ગરમાગરમ હિંદી અને મરાઠી છાપાં હાય તેને બન્ને મિત્રાને નાદ; એટલે એ ખર્ચ પણ ખરા, છતાં બીજી બધી રીતે સાદગી અને જાતમહેનતથી વરતવાનું એટલે ગાડું ચાલે. હું તો જૈન તરીકે જાણીતા થયેલા બ્રાહ્મણ મિત્ર પણ મારી સાથે રહે અને તે પણ જૈનતીર્થના મકાનમાં એટલે સારા કાઈ પણ અધ્યાપક, જે હંમેશાં વગર પૈસે બધાને ભણાવે તે તો અમે તેમને ઘેર જઈએ છતાં સમય ન આપે, અને સુયેાગ્ય અધ્યાપક મેળવ્યા વિના સંતોષ પણ ન થાય. એવા કાઈ અધ્યાપક મળે ત્યારે જૈન હોવાને કારણે બીજી બધી ભાષામાં અગવડ વેડીને પણ પૂરતું મૂલ્ય ચૂકવવું પડે. આ એક વિટંબના હતી, પણ સાથે જ મુક્ત મને અધ્યયનના વિષયા અને ગ્રંથા પસંદ કરવાની છૂટ હોવાથી પાઠશાળાના સગવડિયા પણ એકાંગી અધ્યયનથી મુક્તિ મળવાને લીધે એક રીતે અસાંપ્રદાયિક સંસ્કારનો પાયો નંખાયેા. અધ્યાપક કયારેક રિસાય, પણ તે તે એટલા માટે કે આ જેને ડાઈ છેવટે કાંઈક વધારે કરશે જ. અમે પણ કાંઈક વધારે નૈવેદ્યથી એમને રીઝવીએ અને વધારે તાણુ ભાગવીએ. અનુભવે નવા રસ્તે સૂઝાડચો, પણ તે સહેલા ન હતા. શહેરમાં કાઈ દ્રવ્યાથી સુયોગ્ય અધ્યાપકોને શોધી બન્ને જણે જુદા જુદા જવું તે ધેર અધ્યાપકને ખેલાવવા માટે ચૂકવવું પડતું મૂલ્ય કાંઈક હળવું કરવું અને સાથે જ એકાધિક અધ્યાપકને લાભ લેવા. આ યોજના પ્રમાણે Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] દર્શન અને ચિંતન રોજ પાંચેક માઈલ ચાલવાનું તે રહે જ અને જે બે વાર જવાનું ગોઠવાય તે સાત-આઠ માઈલ પણ થાય. બેથી ચાર આનામાં જવરઅવર થઈ શકે એવા સતા ભાડાના યુગમાં એ વખતે અમારા માટે એ ખરચ પોષાય તેમ હતે જ નહિ. અવરજવરમાં વખત પુષ્કળ વીતે, પણ સાથે પૂરી કસરત થાય. ઘરે ભણવા જવામાં બીજી પણ એક મુશ્કેલી અને તે વધારે દુઃખદ. ધણીવાર કડકડતી ટાઢમાં, ગ્રીષ્મના ખરા બપોરે અને વરસતે વરસાદે ચાલીને ઘરે ગયા પછી પણ જ્યારે અધ્યાપક કાંઈક બહાના નીચે પૂરે વખત ન આપે અથવા “આજે પાઠ નહિ ચાલે” એમ કહે ત્યારે ચાલવાનું દુઃખ જેટલું ન સાલે તેટલું અભ્યાસ પડ્યાનું સાલતું. સારનાથ શહેરથી પાંચેક માઈલ દૂર. કોલેરા અને પ્લેગના એ જમાનામાં મોટે ભાગે ફાગણથી ત્રણ મહિના ત્યાં રહેવા જઈએ. ટ્રેનની ટિકિટના માત્ર બબ્બે પૈસા બચાવવા ત્યાંથી ઘણીવાર બન્ને મિત્ર પગે ચાલી ખરે બપોરે પંડિતને ત્યાં પહોંચીએ અને તે ઠરાવ પ્રમાણે પગાર તો લે જ, પણ વખત આપતી વખતે ઠરાવ ભૂલી જાય અને કોઈકવાર તે રજા જ પાડે. અધ્યાપક અનેક બદલ્યા પણ કઈ સાથે અપ્રીતિ સેવ્યાનું યાદ નથી. ઘેડા અનુભવ પછી વિચાર આવ્યો કે આપણે કોઈ અને વિદ્વાનને શિરછત્ર તરીકે શેધીએ ને અવારનવાર તેની સલાહ લઈએ તે સારું. સભાગે ભાવનગર કૅલેજના નિવૃત્ત અધ્યાપક કે પ્રિન્સિપાલ શ્રી નિવાલા અમને મળી ગયા. તે પારસી એટલે સહજ વિનદી, થિસક્રિસ્ટ એટલે ઉદારચિત્ત. અઠવાડિયે, બે અઠવાડિયે તેમને બંગલે જવું અને તેમની રમૂજ માણુ આવવી, તેમ જ કાંઈ કહે તે શ્રદ્ધાથી સ્વીકારવું એ એક ન લહાવો સાંપડ્યો. તેમણે અને તે જમાનામાં ચાલતા આર્યસમાજ અને કર સનાતનીઓના સાંપ્રદાયિક ગરમાગરમ શાસ્ત્રાર્થોના દંગલે અમને કેટલુંક શીખવાનું પૂરું પાડવું. એ ઊછળતી જુવાની અને અધ્યયનની ખુમારીએ શિયાળામાં ગંગાકિનારાની સખત ટાઢ અને ગરમીમાં પથ્થરના ઘાટને અસહ્ય તાપ તેમ જ વરસાદનાં ઊભરાતાં પૂર એ બધું સહ્ય બનાવ્યું. જુદા રહી કાશીમાં જ અધ્યયન કરવાનાં એ છ વર્ષોમાં સાંખ્યયોગ, ન્યાય—વૈશેષિક, પૂર્વ-ઉત્તર મીમાંસા, કાવ્ય અને અલંકાર, પ્રાકૃત વ્યાકરણ અને પ્રાકૃત સાહિત્ય જેવા ખાસ ખાસ વિષયોનું રસપૂર્વક એકાગ્રતાથી અધ્યયન થવા પામ્યું અને સાથે સાથે સનાતન, આર્યસમાજ, ક્રિશ્ચિયન, થિયોસૉફ્રિ જેવી પરંપરાઓની વ્યાવહારિક બાજુ જાણવાની પણ ડીક તક મળી.. Page #11 -------------------------------------------------------------------------- ________________ મારું.વિદ્યાધ્યયન [૨૯. અધ્યયન સાથે અધ્યાપન તે વખતે મારામાં એક સંસ્કાર પ્રબળપણે કામ કરતે. તે એ કે જે શીખવા આવે તેને શીખેલું તે શીખવવું પણ કાંઈક નવું હોય તે પણ તૈયાર કરી શીખવવું, જેથી અધ્યયન સાથે એક પ્રકારનો સબળ અધ્યાપન. યોગ પણ ચાલતો. જૈન શાસ્ત્રો અને જૈનદર્શન તે ઘરનાં જ છે. ગમે ત્યાં બેસી ગમે ત્યારે એનું ઊંડાણ કેળવાશે, પણ કાશીમાં રહ્યાનું પૂરું સાર્થક્ય. તે ગંભીર અને ગંભીરતર, એવાં જૈનેતર બધાં જ વેદિક દર્શને ગુરૂમુખે પણ ઊંડાણથી શીખી લેવામાં જ છે. જો કે કોઈ અધ્યાપક પાસે જૈનદર્શન શીખવાની મુખ્ય વૃતિ ન હતી. તેમ છતાં જૈનદર્શન શીખવા આવનાર ગમે તેટલા અને ગમે તે કક્ષાના વિદ્યાર્થીઓને હું તેને લગતા પ્રાકૃત કે સંસ્કૃત ગ્રંથો બહુ ઉત્સાહ અને રસથી શીખવતે. એટલે એક રીતે મારું જૈનશાસ્ત્રનું અધ્યયન પણ કાશીમાં આપોઆપ વધતું અને કાંઈ વિકસતું. એના વિદ્યાર્થીઓ પણ, દિગંબર જૈન પાઠશાળા પાસે હોવાથી, અને મારી. મમતા હોવાથી, સહેજે મળતા. * જો કે કાશીની નજીક જ સારનાથ છે કે જ્યાં તથાગત બુદ્ધે પ્રથમ ધર્મોપદેશ આપે. પણ તે વખતે, ખાસ કરી પંડિત વર્તુળમાં, બૌદ્ધશાસ્ત્ર અને બૌદ્ધદર્શનની કોઈ વિશેષ ચર્ચા ન હતી. એટલે એક રીતે તે વખતે હું બૌદ્ધદર્શનને મૌલિક અભ્યાસથી વંચિત જ રહ્યો. તે બેટ આગળ જતાં અધ્યાપક શ્રી ધર્મનંદ કોસાંબી પાસે પાલી પિટકના અધ્યયન દ્વારા તેમ જ ઘણું ઘણું આપમેળે સાંભળી, સમજવા દ્વારા પૂરી થઈ, પરંતુ મનમાં એક સંકલ્પ હતો કે ન્યાય, વૈશેષિક દર્શનમાં પ્રાચીન તેમ જ નવીન ગ્રંથોનું એટલા ઊંડાણથી અધ્યયન કરવું કે જેને બળે કોઈ પણ ભારતીય દર્શન વાંચતાં અને સમજતાં જરાય મુશ્કેલી ન પડે. આ દૃષ્ટિથી પ્રાચીન અને નવ્યન્યાયના વિશાળ અને કઠિનતર પટમાં મેં ભૂસકો માર્યો. એ પ્રયત્નને સફળ કરવા માટે કાશીમાં બીજા અનેક તૈયાયિક અધ્યાપકોની કૃપા મેળવવા મઓ. પણ જ્યારે એમ લાગ્યું, કે હવે તે કાશી બહાર પણ જવું પડશે ત્યારે એની પણ તૈયારી કરી. કાશી બહાર એટલે મિથિલા જવાનો સંકલ્પ હતા. ત્યાં વિશિષ્ટ તૈયાયિક હતા અને વધારે લાભ થવાની આશા પણ હતી. જો કે ત્યાં જઈ મારા જેવા પરતંત્ર માણસને અધ્યન કરવા માટે જે સામાન્ય સગવડ જોઈએ તે પૂરી ન હતી, છતાં જે કાંઈ સગવડ મળી તેને જરાય ઓછી Page #12 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન માન્યા વિના મિથિલા ભણું પ્રવાસ કર્યો. પિલખવાડ, સિંહવાડા અને દરભેગા એમ ત્રણ સ્થળોએ જુદે જુદે વખતે કેટલેક સમય ખર્ચો. ત્યને પ્રવાસ નિષ્ફળ ગયે એમ તે ન કહી શકાય, પણ સાધનની અપૂર્ણતા અને જાતની પરતંત્રતાને લીધે ઈચ્છા અને જિજ્ઞાસાના પ્રમાણમાં લાભ ઓછો મળ્યો એમ કહી શકાય. અલબત્ત, એ ઓછા લાભને બદલે બીજી ઘણી રીતે મને નિઃશંકપણે મળી ગયે. ત્યાંને કટ્ટર બ્રાહ્મણ સમાજ, ત્યાંની કાળજૂની ગંભીર સનાતન વિદ્યા પરંપરા, ત્યાંના સનાતન માનસવાળા પણ અત્યંત સહૃદય ઉચ્ચતમ વિદ્વાનો અને ત્યાંની વ્યાપક વિદ્યાવૃત્તિ અને વિદ્યાભક્તિ-એ બધાને સીધે પરિચય થયો, જેણે ભારા આગળના જીવનમાં બહુ સારી અસર ઉપજાવી છે. મિથિલાનાં સંસ્મરણે મિથિલામાં દેશસ્થિતિ અને દેશાચાર જાણવા પામે તેને હું વિદ્યાધ્યયનને એક ભાગ ન લેખું તે ખરેખર જડજ ગણાઉં. માઈલે લગી આંબા, જાંબુડા, લીચી અન કટર (ફણસ)ના ઝાડ નીચે પડેલ ફળ અનાયાસે મેળવવાં, કદી ન સૂકાતી નદીને કાંઠે ફરવું, ચોમાસાના ચડતા પૂરમાં શરદીના ડર વિના ઝંપલાવવું, ચારેક આનામાં કેળાની આખી લુમ મેળવવી, કૃષ્ણભગ જેવા સુગંધી ભાત ખાવાના અભ્યાસથી ઘઉં ખાવાને જન્મસિદ્ધ અભ્યાસ છૂટ, ઘર-આંગણુના પોખરાના ગંદા પાણીને પણ ગંગાજળ માની કડકડતી ટાઢમાં નહાવું, રાતની કડકડતી ટાઢમાં બીજા સાધ. નને અભાવે ડાંગરનું પરાળ પાથરી પાથરવાની એક માત્ર જાજમ ઓઢી ય પર સૂવું, ઉચ્ચ ગણાતા બ્રાહ્મણને થતે વધારેમાં વધારે સ્ત્રીઓને લાભ, એટલે સુધી કે પરિણીત અગિયાર સ્ત્રીઓમાંથી અન્તઃપુરમાં બે અને બાકીની પિયરમાં-એની સીધી જાણ થવી, અને બીજે ક્યાંય નહિ આસ્વાદેલ દહીંનું જમણ ઈત્યાદિ ન્યાયશાસ્ત્રના શુષ્ક ગણાતા અભ્યાસમાં રસ સીંચતું. પરીક્ષાના અનુભવે અધ્યયન કરતી વખતે તે પરીક્ષા આપવાની કલ્પના ન હતી, પણ મનમાં એ ભૂત ભરાયું. એમ થયું કે બધું તૈયાર જ છે તે પરીક્ષા કેમ ન આપવી? ભારત અને ભારત બહાર પ્રસિદ્ધ અને અંગ્રેજ અમલ દરમિયાન સ્થપાયેલ કેન્દ્રોમાં સૌથી જૂની કવીન્સ કોલેજમાં ન્યાયની ચારેય વર્ષોની એકસામટી લેવાતી પરીક્ષા આપી. પ્રિન્સિપાલ અસાધારણું સંસ્કૃતજ્ઞ અંગ્રેજ વિનિસ સાહેબ. પરીક્ષા હતી તે લેખિત પણ લેખકની ભૂલ જણાતાં તે Page #13 -------------------------------------------------------------------------- ________________ મારું વિદ્યાયન [ ૩૦૧ ફી મૌખિક લેવાઈ. વેનિસ પોતે પણ પ્રશ્ન કરતા. પતિ તો હતા જ. એમાં મળેલી વિશિષ્ટ સફ્ળતાથી પરીક્ષા આપવાની લાલચ વધી. આગળની આચાર્ય પરીક્ષા એ છેવટની. તેનાં વર્ષોં છુ, પણ તૈયારી છતાં એક સાથે ન બેસવાના નિયમથી એ ક્રમે ક્રમે આપવાની હતી. બધા વિષયોના બધા જ ગ્રંથાની સહજ તૈયારી હોવાથી અયન અન્ય પ્રકારનું ચાલતું તે પરીક્ષાને ટાણે પરીક્ષા આપી દેવાતી. ઘણું કરી ત્રીજે વર્ષે મે પરીક્ષક પંડિતોમાં સમતુલા ન જોઈ. તે વખતે. વેનિસ ન હતા અને જે અંગ્રેજ પ્રિન્સિપાલ હતા તે એવા સંસ્કૃતજ્ઞ નહિ, મેં પરીક્ષાના કમરામાં બેઠાં જ નિશ્ચય કરી લીધો કે ફ્રી આ કમરામાં પરીક્ષા આપવા ન આવવું. પાછા ક્રૂરતાં એના ખરામાં કરેલ સોંકલ્પ ડેડ લગી કાયમ રહ્યો, પણ ત્યાર બાદ પચીસેક વર્ષે પ્રિન્સિપાલ ડો. ગાધીનાથ કવિરાજ અને રજિસ્ટ્રાર ડૉ. મગલદેવ શાસ્ત્રીનો પત્ર આવવાથી ફરી એ જ કમરામાં જૈનદર્શનના અભ્યાસક્રમ તૈયાર કરવા અર્થે જવાનુ બન્યું. આ પણ વિદ્યાધ્યયનની એક વિચિત્ર લીલાં જ કહેવાય ! અન્યના સહૃદય યાગનું મૂળ વિદ્યાધ્યયનની વાત કરવી હોય ત્યારે વિદ્યાદાતા અધ્યાપકને ભૂલી ન શકાય. અધ્યયનમાં જેને પૂરો સાથ હૈાય એવા વાચકાને વીસરી જ મ શકાય? જે વિદ્યા-મિત્રાદ્વારા વિદ્યાધ્યયન વિકસ્યું હોય તે પણ અવિસ્મરણીય જ ગણાય અને ભારા જેવા પરતત્રને ડગલે ને પગલે આર્થિક રીતે, પરિચર્યાથી અને ખીજી અનેકવિધ સગવડાથી ઉત્તેજન આપનાર ભાઈ–બહેનાત વ પણ એ વિદ્યાધ્યયનનું એક મુખ્ય અંગ જ છે. પણ અંતઃકરણથી ઈચ્છવા છતાં પ્રસ્તુત લેખની મર્યાદામાં એ બધાના નામમાત્ર નિર્દેશ પણ શકય નથી, તે એ બધાના સામાન્ય પરિચય અત્રે આપી જ કેમ શકાય ? તેમ છતાં મારે નિખાલસપણે અને કૃતજ્ઞત્રુદ્ધિથી કહેવું જોઈ એ કે મારી વિદ્યોપાસના એ ખરી રીતે એ બધાના સહૃદય સહયાગનું જ ફળ છે. પ્રથમ ફરેલ સંકલ્પ પ્રમાણે મેં જાતે જ અભ્યાસનું ઊંડાણ માપવા એક કસોટી અજમાવી, જેથી અધ્યયન ચાલે છે તેમ ચાલુ રાખવું કે નહિ તેની કાંઈક ખબર પડે. કસોટી એટલી જ કે ઉત્તમ અને વિશેષ કòષ્ણુ ગણાતા ખે—એક પ્રથાને વાંચી જોઈ લેવું કે તે આપમેળે બરાબર સમજાય છે કે નહિ ? એ ગ્રંથ પૈકી એક હતા સુપ્રસિદ્ધ શ્રીહર્ષી કવિના વેદાન્ત વિષયક સત્તુવન્નાવ અને ખીજો હતા ન્યાયદનમાં મૂન્ય મનાતા ઉદયના Page #14 -------------------------------------------------------------------------- ________________ 302] . દર્શન અને ચિંતન ચાર્યને ગ્રંથ ચાકુમાં. આ કસોટીમાં કાંઈક આત્મસતિષ થયો ને ચાલતું અધ્યયન સમાપ્ત કર્યું. વૃદ્ધત્વમાં પણ વન મેં અહીં સુધી વિદ્યાધ્યયનને લગતી જે ડી નીરસ કે સરસ હકીકત આપી છે તે ઈ. સ. 1914 સુધીની છે. ત્યાર બાદનાં ચાલીસ વર્ષોમાં આ લખાવું છું ત્યાં સુધી પણ મારું કાંઈક ને કાંઈક જૂનું-નવું અધ્યયન એ જ જિજ્ઞાસાથી અલિત ચાલુ છે. પરંતુ 1914 થી મારા વિદ્યાધ્યયને નવું જ સ્વરૂપ ધારણ કરેલું તેથી આ લેખમાં એ નવા સ્વરૂપની ટૂંક ચર્ચા પણ નથી કરતા. વાચક માટે એટલે સંતોષ બસ થશે કે, ૧૯૧૪થી આજ લગીની મારી પ્રવૃત્તિ અધ્યયન, સંશોધન, લેખન, સંપાદન, સામાજિક અને ધાર્મિક પ્રશ્નોની છણાવટ આદિ અનેક દિશાઓમાં વહેંચાયેલી રહી છે. અલબત્ત, એ દીર્ધકાલીન શાસ્ત્રીય અને વ્યવહારુ કાર્યના યજ્ઞમાં કેન્દ્રસ્થાને તો ઉત્કટ જિજ્ઞાસા અને સત્યધનવૃત્તિ જ રહેલ છે. એણે જ મને અનેક સપુરુષની ભેટ કરાવી, એણે જ મને પંથ કે ફિરકાના સાંકડા વર્તુળમાંથી બહાર કાઢયો, એણે જ મને અનેકવિધ પુસ્તકના ગંજમાં પૂર્યો, એણે જ મને અનેકવિધ ભાષાઓના પરિચય ભણી પ્રેર્યો, એણે જ મને અગવડનું -ભાન કદી થવા ન દીધું, એણે જ મને અનેક સહૃદય, ઉદાર અને વિદ્વાન મિત્રો મેળવી આપ્યા, એણે જ મને નાનામેટા વિદ્યાકેન્દ્રોની યાત્રા કરાવી. વિશેષ તે શું, એણે જ મને વૃદ્ધતમાં પણ યૌવન અધ્યું છે અને અદ્યાપિ જીવિત રાખે છે. –પ્રબુદ્ધ જીવન, 1 નવેંબર 1954