________________ 302] . દર્શન અને ચિંતન ચાર્યને ગ્રંથ ચાકુમાં. આ કસોટીમાં કાંઈક આત્મસતિષ થયો ને ચાલતું અધ્યયન સમાપ્ત કર્યું. વૃદ્ધત્વમાં પણ વન મેં અહીં સુધી વિદ્યાધ્યયનને લગતી જે ડી નીરસ કે સરસ હકીકત આપી છે તે ઈ. સ. 1914 સુધીની છે. ત્યાર બાદનાં ચાલીસ વર્ષોમાં આ લખાવું છું ત્યાં સુધી પણ મારું કાંઈક ને કાંઈક જૂનું-નવું અધ્યયન એ જ જિજ્ઞાસાથી અલિત ચાલુ છે. પરંતુ 1914 થી મારા વિદ્યાધ્યયને નવું જ સ્વરૂપ ધારણ કરેલું તેથી આ લેખમાં એ નવા સ્વરૂપની ટૂંક ચર્ચા પણ નથી કરતા. વાચક માટે એટલે સંતોષ બસ થશે કે, ૧૯૧૪થી આજ લગીની મારી પ્રવૃત્તિ અધ્યયન, સંશોધન, લેખન, સંપાદન, સામાજિક અને ધાર્મિક પ્રશ્નોની છણાવટ આદિ અનેક દિશાઓમાં વહેંચાયેલી રહી છે. અલબત્ત, એ દીર્ધકાલીન શાસ્ત્રીય અને વ્યવહારુ કાર્યના યજ્ઞમાં કેન્દ્રસ્થાને તો ઉત્કટ જિજ્ઞાસા અને સત્યધનવૃત્તિ જ રહેલ છે. એણે જ મને અનેક સપુરુષની ભેટ કરાવી, એણે જ મને પંથ કે ફિરકાના સાંકડા વર્તુળમાંથી બહાર કાઢયો, એણે જ મને અનેકવિધ પુસ્તકના ગંજમાં પૂર્યો, એણે જ મને અનેકવિધ ભાષાઓના પરિચય ભણી પ્રેર્યો, એણે જ મને અગવડનું -ભાન કદી થવા ન દીધું, એણે જ મને અનેક સહૃદય, ઉદાર અને વિદ્વાન મિત્રો મેળવી આપ્યા, એણે જ મને નાનામેટા વિદ્યાકેન્દ્રોની યાત્રા કરાવી. વિશેષ તે શું, એણે જ મને વૃદ્ધતમાં પણ યૌવન અધ્યું છે અને અદ્યાપિ જીવિત રાખે છે. –પ્રબુદ્ધ જીવન, 1 નવેંબર 1954 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org