Book Title: Maru Vidyadhyayana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ મારું વિદ્યાધ્યયન [૭] નેત્રહીન વ્યક્તિને કોઈ પંડિત કહી સંબધે યા તેને ભણેલ તરીકે ઓળખાવે ત્યારે અજાણ્યા કેટલાયને કુતૂહલ થવાનું કે આ માણસ આંખ વિના કેમ ભણ્યા હશે? આવું જ કુતૂહલ મારી સમક્ષ ઘણું ભાઈ-બહેનોએ વ્યક્ત કર્યું છે. કેટલાકની એ જિજ્ઞાસા મેં અમુક અંશે સ્વાનુભવકથન દ્વારા સંતાધી છે, પણ ભાઈ શ્રી પરમાનંદભાઈની ઊંડી અને તીવ્ર જિજ્ઞાસા માત્ર એટલાથી સંતોષાય તે તે પરમાનંદભાઈ શાના? વાતચીતમાં તેમણે ટૂંકમાં એટલું જ કહી પતાવ્યું કે આ વિગત હું જાણતો ન હતો. મનમાં સંઘરી રાખેલ જિજ્ઞાસા શમાવવા તેમણે મને કાંઈક વિગતે લખી આપવા કહ્યું. આ તકનો લાભ લઈ એ વિષે કાંઈ લખાય તો લખી કાઢવું એ વૃત્તિથી હું પ્રેરાયો છું. અલબત્ત, પત્રની મર્યાદા જોતાં પૂરી વિગતથી એ લખી નહિ શકું, તેમ છતાં કાંઈક લંબાણ થવું અનિવાર્ય છે. તે વિના વાચક સામે અખંડ ચિત્ર ભાગ્યે જ આવી શકે. મારા જીવનના મુખ્ય બે ભાગ કલ્પી શકાય : એક દર્શનનો અને બીજો અદર્શનને. લગભગ ચદ કે પંદર વર્ષની ઉંમર સુધીનો સમય તે દર્શનનો અને ત્યાર પછી અત્યાર લગીને લગભગ ૬૦ વર્ષનો સમય તે અદર્શનનો. જેમ બીજા ભણનાર ભણે છે તેમ નેત્રની હયાતી વખતે હું પણ સાત ગુજરાતી ચોપડીઓ એક નાના ગામડાની નિશાળમાં ભણેલે. તે વખતે ગામડામાં સંભવે તેવા શિક્ષકે, સરકારી શાળામાં ચાલતા વિષે અને દર વર્ષે નિયમિત આવતા પરીક્ષક અને લેવાતી પરીક્ષાઓ--આ બધું દેખનાર માટે એટલું બધું જાણતું અને સાધારણ છે કે તે વિષેની મારી અંગત વિશેષતાનું અને કોઈ મહત્ત્વ નથી. કહેવું પડે તો એટલું જ કહી શકું કે, સુલેખન, ગણિત અને શાળામાં ચાલતી ચોપડીઓને જેવી ને તેવી નવી રાખવાની કાળજી ઈત્યાદિમાં હું એમ રહેવા પ્રયત્ન કરો. નિશાળ બહારની પ્રવૃત્તિ, ભણતર યા કેળવણીના અંગરૂ૫, અત્યારની જેમ, તે વખતે તે ન લેખાતી. પણ હવે જ્યારે એ ય તાલીમનો એક ભાગ લેખાય છે ત્યારે એ વિષે મારી પ્રકૃતિ અને સ્વભાવને નિર્દેશ ન કરું તો આગળના જીવનની ભૂમિકા જ ન સમજાય. મારા સ્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 14