Book Title: Maru Vidyadhyayana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૨૯૮] દર્શન અને ચિંતન રોજ પાંચેક માઈલ ચાલવાનું તે રહે જ અને જે બે વાર જવાનું ગોઠવાય તે સાત-આઠ માઈલ પણ થાય. બેથી ચાર આનામાં જવરઅવર થઈ શકે એવા સતા ભાડાના યુગમાં એ વખતે અમારા માટે એ ખરચ પોષાય તેમ હતે જ નહિ. અવરજવરમાં વખત પુષ્કળ વીતે, પણ સાથે પૂરી કસરત થાય. ઘરે ભણવા જવામાં બીજી પણ એક મુશ્કેલી અને તે વધારે દુઃખદ. ધણીવાર કડકડતી ટાઢમાં, ગ્રીષ્મના ખરા બપોરે અને વરસતે વરસાદે ચાલીને ઘરે ગયા પછી પણ જ્યારે અધ્યાપક કાંઈક બહાના નીચે પૂરે વખત ન આપે અથવા “આજે પાઠ નહિ ચાલે” એમ કહે ત્યારે ચાલવાનું દુઃખ જેટલું ન સાલે તેટલું અભ્યાસ પડ્યાનું સાલતું. સારનાથ શહેરથી પાંચેક માઈલ દૂર. કોલેરા અને પ્લેગના એ જમાનામાં મોટે ભાગે ફાગણથી ત્રણ મહિના ત્યાં રહેવા જઈએ. ટ્રેનની ટિકિટના માત્ર બબ્બે પૈસા બચાવવા ત્યાંથી ઘણીવાર બન્ને મિત્ર પગે ચાલી ખરે બપોરે પંડિતને ત્યાં પહોંચીએ અને તે ઠરાવ પ્રમાણે પગાર તો લે જ, પણ વખત આપતી વખતે ઠરાવ ભૂલી જાય અને કોઈકવાર તે રજા જ પાડે. અધ્યાપક અનેક બદલ્યા પણ કઈ સાથે અપ્રીતિ સેવ્યાનું યાદ નથી. ઘેડા અનુભવ પછી વિચાર આવ્યો કે આપણે કોઈ અને વિદ્વાનને શિરછત્ર તરીકે શેધીએ ને અવારનવાર તેની સલાહ લઈએ તે સારું. સભાગે ભાવનગર કૅલેજના નિવૃત્ત અધ્યાપક કે પ્રિન્સિપાલ શ્રી નિવાલા અમને મળી ગયા. તે પારસી એટલે સહજ વિનદી, થિસક્રિસ્ટ એટલે ઉદારચિત્ત. અઠવાડિયે, બે અઠવાડિયે તેમને બંગલે જવું અને તેમની રમૂજ માણુ આવવી, તેમ જ કાંઈ કહે તે શ્રદ્ધાથી સ્વીકારવું એ એક ન લહાવો સાંપડ્યો. તેમણે અને તે જમાનામાં ચાલતા આર્યસમાજ અને કર સનાતનીઓના સાંપ્રદાયિક ગરમાગરમ શાસ્ત્રાર્થોના દંગલે અમને કેટલુંક શીખવાનું પૂરું પાડવું. એ ઊછળતી જુવાની અને અધ્યયનની ખુમારીએ શિયાળામાં ગંગાકિનારાની સખત ટાઢ અને ગરમીમાં પથ્થરના ઘાટને અસહ્ય તાપ તેમ જ વરસાદનાં ઊભરાતાં પૂર એ બધું સહ્ય બનાવ્યું. જુદા રહી કાશીમાં જ અધ્યયન કરવાનાં એ છ વર્ષોમાં સાંખ્યયોગ, ન્યાય—વૈશેષિક, પૂર્વ-ઉત્તર મીમાંસા, કાવ્ય અને અલંકાર, પ્રાકૃત વ્યાકરણ અને પ્રાકૃત સાહિત્ય જેવા ખાસ ખાસ વિષયોનું રસપૂર્વક એકાગ્રતાથી અધ્યયન થવા પામ્યું અને સાથે સાથે સનાતન, આર્યસમાજ, ક્રિશ્ચિયન, થિયોસૉફ્રિ જેવી પરંપરાઓની વ્યાવહારિક બાજુ જાણવાની પણ ડીક તક મળી.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14