Book Title: Maru Vidyadhyayana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ મારું.વિદ્યાધ્યયન [૨૯. અધ્યયન સાથે અધ્યાપન તે વખતે મારામાં એક સંસ્કાર પ્રબળપણે કામ કરતે. તે એ કે જે શીખવા આવે તેને શીખેલું તે શીખવવું પણ કાંઈક નવું હોય તે પણ તૈયાર કરી શીખવવું, જેથી અધ્યયન સાથે એક પ્રકારનો સબળ અધ્યાપન. યોગ પણ ચાલતો. જૈન શાસ્ત્રો અને જૈનદર્શન તે ઘરનાં જ છે. ગમે ત્યાં બેસી ગમે ત્યારે એનું ઊંડાણ કેળવાશે, પણ કાશીમાં રહ્યાનું પૂરું સાર્થક્ય. તે ગંભીર અને ગંભીરતર, એવાં જૈનેતર બધાં જ વેદિક દર્શને ગુરૂમુખે પણ ઊંડાણથી શીખી લેવામાં જ છે. જો કે કોઈ અધ્યાપક પાસે જૈનદર્શન શીખવાની મુખ્ય વૃતિ ન હતી. તેમ છતાં જૈનદર્શન શીખવા આવનાર ગમે તેટલા અને ગમે તે કક્ષાના વિદ્યાર્થીઓને હું તેને લગતા પ્રાકૃત કે સંસ્કૃત ગ્રંથો બહુ ઉત્સાહ અને રસથી શીખવતે. એટલે એક રીતે મારું જૈનશાસ્ત્રનું અધ્યયન પણ કાશીમાં આપોઆપ વધતું અને કાંઈ વિકસતું. એના વિદ્યાર્થીઓ પણ, દિગંબર જૈન પાઠશાળા પાસે હોવાથી, અને મારી. મમતા હોવાથી, સહેજે મળતા. * જો કે કાશીની નજીક જ સારનાથ છે કે જ્યાં તથાગત બુદ્ધે પ્રથમ ધર્મોપદેશ આપે. પણ તે વખતે, ખાસ કરી પંડિત વર્તુળમાં, બૌદ્ધશાસ્ત્ર અને બૌદ્ધદર્શનની કોઈ વિશેષ ચર્ચા ન હતી. એટલે એક રીતે તે વખતે હું બૌદ્ધદર્શનને મૌલિક અભ્યાસથી વંચિત જ રહ્યો. તે બેટ આગળ જતાં અધ્યાપક શ્રી ધર્મનંદ કોસાંબી પાસે પાલી પિટકના અધ્યયન દ્વારા તેમ જ ઘણું ઘણું આપમેળે સાંભળી, સમજવા દ્વારા પૂરી થઈ, પરંતુ મનમાં એક સંકલ્પ હતો કે ન્યાય, વૈશેષિક દર્શનમાં પ્રાચીન તેમ જ નવીન ગ્રંથોનું એટલા ઊંડાણથી અધ્યયન કરવું કે જેને બળે કોઈ પણ ભારતીય દર્શન વાંચતાં અને સમજતાં જરાય મુશ્કેલી ન પડે. આ દૃષ્ટિથી પ્રાચીન અને નવ્યન્યાયના વિશાળ અને કઠિનતર પટમાં મેં ભૂસકો માર્યો. એ પ્રયત્નને સફળ કરવા માટે કાશીમાં બીજા અનેક તૈયાયિક અધ્યાપકોની કૃપા મેળવવા મઓ. પણ જ્યારે એમ લાગ્યું, કે હવે તે કાશી બહાર પણ જવું પડશે ત્યારે એની પણ તૈયારી કરી. કાશી બહાર એટલે મિથિલા જવાનો સંકલ્પ હતા. ત્યાં વિશિષ્ટ તૈયાયિક હતા અને વધારે લાભ થવાની આશા પણ હતી. જો કે ત્યાં જઈ મારા જેવા પરતંત્ર માણસને અધ્યન કરવા માટે જે સામાન્ય સગવડ જોઈએ તે પૂરી ન હતી, છતાં જે કાંઈ સગવડ મળી તેને જરાય ઓછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14