Book Title: Maru Vidyadhyayana Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ૨૬] દર્શન અને ચિંતન વિષયો તે બન્ને સાથે જ શીખતા. આ અમારી અધ્યયનની યોજના હતી.. પણ પાઠશાળાથી જુદા રહ્યા પછી જેમ અધ્યયનની સ્વતંત્રતા અને એની વિશાળતાને અમને લાભ મળવાની તક પ્રાપ્ત થઈ હતી, તેમ સાથે જ અમારે સ્થાન, ભજન, અધ્યાપક આદિને લગતી આર્થિક મુશ્કેલી પણ હતી જ. છતાં અમે કદી નિરાશ થયા હોઈએ એવું યાદ નથી. અમે બન્ને મિત્રોએ એક વાત નક્કી કરી અને તે એ કે કાશીમાં રહીને જ ભણવું. આ નિશ્ચયને અમે એટલા બધા વફાદાર રહ્યા કે તે વખતના જૈન પરંપરાના સૌથી મવડી લેખાતા મનસુખભાઈ ભગુભાઈની ઈચ્છાને પણ અમે અવગણી. તેઓની ઈચ્છા હતી કે અમે તેમને બંગલે અમદાવાદમાં રહીએ અને તેઓ અધ્યયન માટે સારે દાર્શનિક અધ્યાપક રેકે. આર્થિક મુશ્કેલીઓ - કાશીમાં જ ભણવાના સંકલ્પને એક અપવાદ હતો. અમે વિચાર્યું કે આપણને ઠીક ઠીક જાણનાર આગેવાન બે–ત્રણ જૈન ગૃહસ્થ જે કાશીમાં ભણવા જેટલી આર્થિક જોગવાઈ કરી ન શકે તે આપણે બનનેએ અમેરિકા જવું અને જોન રોકફેલર પાસેથી મદદ મેળવવી. અમે રોકફેલરનું જીવન હિંદી પત્રમાં વાંચી એના તરફ લલચાયેલા અને સ્વામી સત્યદેવના પત્રો વાંચી અમેરિકાનાં સ્વપ્ન આવેલાં, તેથી આ તરંગી અપવાદ રાખેલો. પણ છેવટે અણધારી દિશામાંથી જોગવાઈ સાંપડી. કાશીમાં રહી અધ્યયન કરવાના સંકલ્પ કેટલીક મુશ્કેલીઓ અનુભવાવી, જેને ટૂંક ચિતાર આપ અસ્થાને નહિ લેખાય. પાઠશાળામાં હતા ત્યાં લગી ન હતી રહેવાના મકાનની ચિંતા કે ન હતી ખાનપાન કે કપડાંની ફિકર. અધ્યાપકની અગવડ પણ ન જ હતી. આ લીલાલહેર અને પાઠશાળાના અધિષ્ઠાતાની મીઠી મહેર અમુક હેતુસર અમે છેડી તે ખરી, પણ આગવી દિશા શૂન્ય. અમે બે મિત્ર અને વિદ્યાર્થીઓ એમ કુલ પાંચ જણ. પહેલી મુશ્કેલી ક્યાં રહેવું એ હતી. બીજી હતી ખાલી હાથને ખરચખૂટણની અને વધારામાં હવે પછી અર્થસાધ્ય અધ્યાપકો મેળવવાની. અભ્યાસ છૂટી ગયાની ઊંડી વેદના અનુભવતા દિલ સાથે, પણ હોંશથી ત્રણ ચાર મહિના મથુરા, વૃન્દાવન, ગ્વાલિયર આદિ સ્થાને રખડપટ્ટીમાં અને પરિસ્થિતિને મળવામાં ગયા. છેવટે અણધારી દિશામાંથી સાધારણ સગવડ લાધી. બરાબર સંવત્સરીને દિવસે જ શહેરથી લગભગ બે માઈલ દૂર ગંગાતટે આવેલ જૈનધાટ ઉપરના એક ખાલી મકાનમાં આશ્રય મળ્યો. આ સમયનું દૃષ્ય અદ્દભુત હતું. જ્યાં અમારે મધ્યાહેરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14