Book Title: Maru Vidyadhyayana Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ મારુ વિદ્યાયન [ ૨૯૩ મદ હતી એમ પણુ ન હતું, પરંતુ જે કાંઈ શીખતા અને જેની જેની પાસે શીખતો તે બાબત તેમની તેમની પાસે એકદેશીય ક્રિકાની દૃષ્ટિ ઉપરાંત વ્યાપક દૃષ્ટિવાળુ કાઈ ધારણ જ ન હતું. વસ્તુ જૂની ધરેડના બધા જ ફિરકાઓમાં ઓછેવત્તે અંશે છે જ; એટલે હું વધારેની આશા રાખું તે અસ્થાને હતું. ઊલટું એમ કહી શકાય કે, તે વખતે મારે માટે આ બધું આશીર્વાદરૂપ નીવડ્યું. આ કાશીમાં વિદ્યાભ્યાસ સંસ્કૃત ભાષા શીખવા માટે કાશી જ એક પ્રધાનકેન્દ્ર છે અને કાશીના પંડિતો એટલે સંસ્કૃતના ખાં એવી એવી વાતો જે તે પાસેથી સાંભળતા. કાશી જઈ અધ્યયન કરું તે કેવું સારું એવા મનેાથ પણ થયા ફરતા. પરંતુ આવી પરાધીન દશામાં અને તે પણ હજારથી વધારે માલિ ક્રૂર કેવી રીતે, કૈાની પાસે અને કાની મને ભરેસે જવું એ પ્રશ્ન મનમાં આવો કે પેલે મનેારથ શમી જતો. મનની વાત મનમાં રહેતી અને કયારેક પેલા બે મિત્રો સમક્ષ પ્રગટ પણ થતી. અચાનક જાણવા પામ્યો કે કાશીમાં જૈન પાશાળા સ્થપાવાની છે. તે સ્થપાઈ પણ તેના સ્થાપક હતા શાસ્ત્રવિશારદ વિજયધમ સૂરિ. એમના દીર્ધદષ્ટિવાળાસાહસે કાશીમાં જૈન પરપરા માટે તદ્દન નવું જ પ્રકરણ શરૂ કર્યું હતુ. કુટુંબ અને વડીલેાથી તદ્દન ખાનગી પત્રવ્યવહારને પરિણામે જ્યારે વિજયધમસૂરીશ્વરે મને કાશી આવવા લખ્યું ત્યારે મને ખરેખર આ ભૂતલ ઉપર સ્વર્ગ ઊતરતું દેખાયું. છેવટે હું કાશી પહેાંચ્યા. અહીથી જ મારા જીવનમાં પણ એક નવું જ પ રારૂ થયું. વિ.સં. ૧૯૬૦ (ઈ. સ. ૧૯૦૪ )ના ગ્રીષ્મકાળ હતેા અને કાશીનાં ધગધગતાં મકાનામાં પ્રવેશ કર્યો; અધ્યયન શરૂ થયું. શું ભણવું ? કાની પાસે ભણવું ? કઈ રીતે ભણુવું? વગેરે કાંઈ પણ વિચાર્યું જ ન હતું.. વિચાયું. હતુ તે એટલું જ કે સંસ્કૃત ભાષા પૂર્ણ પણે શીખવી. કાશીમાં પાણિનિનું વ્યાકરણ ભણવાની જ પ્રતિષ્ઠા. ત્યાં એતી સામગ્રી જેવી તેવી નહિ. મારે કાઢે એ જ મહાવ્યાકરણનું નામ પડેલું. પરંતુ તરતમાં જ શરૂ થયેલ જૈન પાશાળામાં રંગ બીજો હતા. ત્યાં મને માલૂમ પડવું અને કહેવામાં આવ્યું કે ગુજરાતના પાણિનિ જેવા હેમચંદ્રે રચેલું મહાકરણ સિદ્ધહેમ--શબ્દાનુશાસન છે, તે શીખવા જેવું છે. જે કે આ વ્યાકરણનું નામ મારે કાને પ્રથમ જ પડેલું, છતાં પાઠશાળામાં એનું જ વાતાવરણ જોઈ મેં એનું અધ્યયન શરૂ કર્યું. આ મારા કાશીના વિદ્યાભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14