Book Title: Maru Vidyadhyayana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ [૨૯૧ મારું વિદ્યાધ્યયન અને તે હાલ અમદાવાદમાં છે. તે વખતે મારા શીખવાના વિષયો માત્ર જેનપરંપરાને લગતા જ હતા ને તે ત્રણ ભાષામાં પ્રથિત. ગુજરાતી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષા દ્વારા એ વિશ્વમાં છેડે પ્રવેશ કર્યો. જવ, કર્મ, લેક, દ્વીપસમૂહ, ધ્યાન ક્વા એક એક મુદ્દા ઉપર જ દષ્ટિએ લખાયેલ ગુજરાતીમાં જે નાનાં નાનાં સંખ્યાબંધ પ્રકરણે છે તે થેકડાને નામે પરંપરામાં જાણીતાં છે. થેકડા એટલે કોઈ એક મુદ્દા ઉપર શાસ્ત્રમાં મળી આવતા વિચારો એકત્ર કરેલ છે, જો કે સંચય, જેને તે તે વિષયનાં પ્રકરણ કહી શકાય. આવા સંખ્યાબંધ ચેકડાઓ તે તે સાધુ કે સાધ્વી પાસેથી સાંભળીને જ યાદ કરી લીધા. એનું પ્રમાણ નાનુંસનું ન હતું. છન્દ, સ્તવન અને સઝઝાય નામે જાણીતું ગુજરાતીમાં વિશાળ જેન–સાહિત્ય છે. સઝઝાયમાળા નામે તે વખતે પ્રસિદ્ધ એવા બે ભાગમાં છપાયેલ. લગભગ બધું જ આવું સાહિત્ય પણ એક અથવા બીજાની પાસેથી સાંભળી સાંભળી યાદ કરી લીધું. ગુજરાતીમાં ચર્ચાયેલ વિષયો સમજવામાં મુશ્કેલી પડતી જ નહિ, એટલે સહેજે અનેક જૈન વિષયને પરિચય તે થશે પણ એટલા માત્રથી જિજ્ઞાસા શમતી ન હતી. મનમાં થયું કે આ બધું જે મૂળ ગ્રંથમાં છે તે યાદ કેમ ન કરવું? આ જિજ્ઞાસાએ આગમે ભણી ધકેલ્યા. આગને યાદ કરવાં ને શીખવામાં મુખ્ય ફાળો હોય તો તે એકલવિહારી પૂ. દીપચંદજી સ્વામીનો. અલબત્ત, એમાં લાધાજી સ્વામીજીને હિરો તો છે જ. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને સૂત્રકતાંગ પ્રથમ સ્કંધ એ મૂળ મૂળ સૂવે તે આખેઆખાં યાદ થઈ ગયાં. પણ તે ઉપરાંત અનેક વિષયો ઉપર પ્રાકૃતમાં નિબદ્ધ પ્રકરણે પણ સાંભળીને જ યાદ કરી લીધાં. એ બધાંની યાદી બહુ લાંબી થાય. અહીં કહી દેવું ધટે કે તે તે આગમ અને પ્રાકૃત પ્રકરણેનો અર્થ કાં તો રબા દ્વારા અને કાં તો સાધુઓનાં મેઢેથી ગ્રહણ કર્યો. સંસ્કૃત ભાષાનું આકર્ષણ આગળ જતાં મને જણાયું કે એ અર્થગ્રહણ માટે વધારે સાધનની અને તૈયારીની જરૂર છે. ક્યારેક કોઈ સાધુ છૂટાછવાયા સંસ્કૃત કે બોલે અથવા નાતમાં જમતી વખતે બ્રાહ્મણે સંસ્કૃત શ્લોકે લલકારે, એ સાંભળી સંસ્કૃતની મધુરતાએ અને ભાષાવિષયક તીવ્ર જિજ્ઞાસાએ મને સંસ્કૃત તરફ વાળ્યો. તે વખતે એ પણ માલૂમ પડ્યું કે પ્રાકૃત આગમ ઉપર સંસ્કૃત ભાષામાં વિશાળ પ્રમાણભૂત વ્યાખ્યાઓ છે. એ પણ માલુમ પડ્યું કે ભૌલિક બ્રાહ્મણ-સાહિત્ય તો મુખ્યપણે સંસ્કૃત ભાષામાં જ છે. આ જાણુથી સંસ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14