Book Title: Maru Vidyadhyayana Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ૨૯૦] દર્શન અને ચિંતન ભાવમાં જેટલું ભણુતરને રસ અને ઉમંગ હતો તેટલે જ રમતગમત અને જાતમહેનતનો હતો. તલાવ ને કૂવામાં તરવું, ઘોડાઓ અને વાછડા દેડાવવા, તત્કાલીન ગામડાની બધી રમત રમવી અને વડીલેએ કે ગમે તેણે ચીધેલું કામ જરાપણ આનાકાની વિના, મોટું કટાણું કર્યા વિના તરત જ કરી આપવું એ સહજ હતું. એની અસર શરીરના બંધારણ ઉપર કાંઈક સારી થઈ અને મનના ઘડતરમાં પણ એણે કાંઈક સારે ફાળે આવે એમ આગળ ઉપર વિચાર કરતાં મને જણાયું છે. જૈન સાધુઓ પાસે અધ્યયન વિ. સં. ૧૯૫૩ (ઈ. સ. ૧૮૯૭)ના ઉનાળામાં માતાને લીધે નેત્રે ગયાં અને યુગ પલટાયો. જે જગત નેત્રને લીધે સ્વતંત્ર પ્રવૃત્તિનું ધામ હતું તે હવે પરતંત્ર પ્રવૃત્તિનું સ્થાન બન્યું. જે રૂપલેક દૂર છતાં સમીપ હવે તે હવે સમીપ છતાં દૂર બન્યો અને અરૂપલેક સમીપ આવ્યો. ફાવે તેમ વનવિહાર કરતા હાથી કે ઉડ્ડયન કરતું પંખી પાંજરામાં પુરાય અને જે અકળામણ અનુભવે તે આવી પડી. લગભગ બે-એક વર્ષના માનસિક ઉત્પાત પછી સમાધાનનું એક દ્વાર અણધારી રીતે ઊધડ્યું. તે દ્વાર અરૂપલેકમાં વિચારવાનું કાંઈક ને કાંઈક નવું શીખવાનું. અંગ્રેજી ભણવાની સહજ વૃત્તિ કેટલાક કારણસર સફળ થઈ ન હતી, ત્યારે નવી આવી પડેલ પરિ. સ્થિતિએ એ જિજ્ઞાસાવૃત્તિને ઉપસ્થિત સંજોગે પ્રમાણે બીજી દિશામાં વાળી. હજારથી પણ ઓછી વસ્તીવાળું ગામ, શિક્ષણનાં કોઈ સાધન નહિ છતાં ખારા સમુદ્રમાં મીઠી વીરડીની જેમ પછાત ગામડામાં ય જૈન સાધુઓનું આવાગમન આશીર્વાદરૂપ નીવડ્યું. આગળ જતાં વિ. સં. ૧૯૬૦ના ઉનાળામાં કાશી જવાની જે તક સાંપડી તેની આ પૂર્વભૂમિકા લેખાય, તેથી તે વખતે ગામડામાં ઘરબેઠાં કેની કોની પાસે શું શું શીખે અને તે કઈ કઈ રીતે એ જાણવું જરૂરી છે. જન સાધુ-સાધી આવતાં પણ તે મુખ્ય પણે સ્થાનકવાસી પરંપરાનાં. એમ તે એ સાત વર્ષમાં સેંકડો સાધુ અને સાધ્વીઓ આવ્યાં અને ગયાં. મેં તેમને પરિચય પણ સાઓ; પરંતુ મારા અધ્યયન સાથે જેમને ખાસ સંબંધ છે તેમનાં નામ આ રહ્યાં. લીબડી સંઘાડાના પૂજ્ય લાધાજી સ્વામી, જે તે વખતે વૃદ્ધ અને અંધ હતા. તેમના સુવિદ્વાન શિષ્ય ઉત્તમચંદજી સ્વામી અને એકલવિહારી પૂ. દીપચંદજી સ્વામી. જે સાધ્વીઓને અધ્યયન અંગે પરિચય છે તેમાંથી એક અતિવૃદ્ધ જડાવબાઈ અદ્યાપિ જીવિત છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14