SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મારું વિદ્યાધ્યયન [૨૯૫ પાસે એ કંઠસ્થ કાવ્યનું આર્થિક અધ્યયને પણ શરૂ કર્યું. આમ વ્યાકરણ, ન્યાય અને કાવ્ય એ ત્રણેય ઓછાવત્તા પ્રમાણમાં સાથે ચાલ્યાં; જે કે મુખ્ય તે વ્યાકરણ જ હતું. ત્રણ વર્ષની લાંબી અને કઠોર તપસ્યા પછી એ વ્યાકરણ, એનાં બધાં જ અંગે, જેવાં કે લિંગાનુશાસન, ધાતુપાઠ, ઉણદિ, ઝિયારત્નસમુચ્ચય, ન્યાયમંજૂષા અને ન્યાસ આદિ, સાથે પૂરું થયું સાથે જ જિજ્ઞાસાએ વહેણ બદલ્યું. પ્રથમથી જ સંકલ્પ હતું કે કાશીમાં જઈને શીખવું હોય તે જૈનેતર શાસ્ત્રો જ શીખવાં જોઈએ. તે વખતે મારી સમજણમાં જૈનેતર એટલે વૈદિક દર્શને એટલું જ હતું. બૌદ્ધ, જરથુસ, ક્રિશ્ચિયન, ઇરલામ આદિ પરંપરાઓની કશી કલ્પના જ ન હતી. અધ્યાપકે પિતા પોતાના વિષયમાં પારગામી અને અસાધારણ, પણ તેમનું વિચાર-વાચન વર્તુળ પિતાની માનીતી વિદ્યા કે પરંપરા બહાર જાય નહિ અને પાઠશાળાનું વાતાવરણ પણ સાંપ્રદાયિક જ એટલે સર્વશાખાસ્પર્શી અધ્યયનને લગતી પ્રેરણા પામવાની તક નહિવત્ હતી. છતાં જૈન પાઠશાળાના લગભગ ૩-૪ વર્ષ જેટલા નિવાસ દરમિયાન વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાયશેષિક દર્શન આદિનું પરિશીલન ઠીક ઠીક થવા પામ્યું અને આગળ નવી વિદ્યાશાખાઓ ખેડવાની તેમ જ ખેડેલ શાખાઓમાં ઊંડે ઊતરવાની ભૂમિકા તે રચાઈ જ. અહીં એ સૂચવી દેવું જોઈએ કે આ શરૂઆતનાં વર્ષોમાં મળેલ અને ત્યારબાદ આગળ મળેલ અનેક અધ્યાપકોની વિશેષતા એવી હતી કે જે ખાસ જાણવા જેવી અને તેમના પ્રત્યે માન ઉપજાવે તેવી છે. પણ એ વિશેષતાનો સ્પષ્ટ ખ્યાલ આ કા લેખમાં આપવો શક્ય નથી. એ બાબત તો એમનાં રેખાચિત્રોની એક જુદી લેખમાળા જ માગી લે છે. ૩-૪ વર્ષ પછી પાઠશાળા બહાર રહેવાનું બન્યું. ત્યારે મિત્ર અને સાથી તરીકે વ્રજલાલ નામના એક બ્રાહ્મણ વિદ્યાર્થી હતા, જે આગળ જતાં પંડિત વ્રજલાલ તરીકે જેનપરંપરામાં જાણીતા થયા અને જેમણે મુંબઈ મહાવીર જૈન વિદ્યાલયમાં ઘણું વર્ષો લગી ધાર્મિક શિક્ષણ આપેલું. અમે બન્ને મિત્રોએ અધ્યયનના કેટલાક વિષયે વહેંચી લીધા અને કેટલાક સાથે મળી શીખવા એમ નક્કી કર્યું. જે જે વિષયે વહે તે માત્ર અધ્યાપક પાસે જઈ શીખવાની દષ્ટિએ. તેઓ અમુક અધ્યાપક પાસે એક વિષય શીખી આવે તે હું બીજા અધ્યાપક પાસે બીજો વિષય શીખું. પણ છેવટે તે બને ઘેર બેસી પરસ્પર આપલે કરી લઈએ. તેમ છતાં અમુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249311
Book TitleMaru Vidyadhyayana
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size254 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy