SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન માન્યા વિના મિથિલા ભણું પ્રવાસ કર્યો. પિલખવાડ, સિંહવાડા અને દરભેગા એમ ત્રણ સ્થળોએ જુદે જુદે વખતે કેટલેક સમય ખર્ચો. ત્યને પ્રવાસ નિષ્ફળ ગયે એમ તે ન કહી શકાય, પણ સાધનની અપૂર્ણતા અને જાતની પરતંત્રતાને લીધે ઈચ્છા અને જિજ્ઞાસાના પ્રમાણમાં લાભ ઓછો મળ્યો એમ કહી શકાય. અલબત્ત, એ ઓછા લાભને બદલે બીજી ઘણી રીતે મને નિઃશંકપણે મળી ગયે. ત્યાંને કટ્ટર બ્રાહ્મણ સમાજ, ત્યાંની કાળજૂની ગંભીર સનાતન વિદ્યા પરંપરા, ત્યાંના સનાતન માનસવાળા પણ અત્યંત સહૃદય ઉચ્ચતમ વિદ્વાનો અને ત્યાંની વ્યાપક વિદ્યાવૃત્તિ અને વિદ્યાભક્તિ-એ બધાને સીધે પરિચય થયો, જેણે ભારા આગળના જીવનમાં બહુ સારી અસર ઉપજાવી છે. મિથિલાનાં સંસ્મરણે મિથિલામાં દેશસ્થિતિ અને દેશાચાર જાણવા પામે તેને હું વિદ્યાધ્યયનને એક ભાગ ન લેખું તે ખરેખર જડજ ગણાઉં. માઈલે લગી આંબા, જાંબુડા, લીચી અન કટર (ફણસ)ના ઝાડ નીચે પડેલ ફળ અનાયાસે મેળવવાં, કદી ન સૂકાતી નદીને કાંઠે ફરવું, ચોમાસાના ચડતા પૂરમાં શરદીના ડર વિના ઝંપલાવવું, ચારેક આનામાં કેળાની આખી લુમ મેળવવી, કૃષ્ણભગ જેવા સુગંધી ભાત ખાવાના અભ્યાસથી ઘઉં ખાવાને જન્મસિદ્ધ અભ્યાસ છૂટ, ઘર-આંગણુના પોખરાના ગંદા પાણીને પણ ગંગાજળ માની કડકડતી ટાઢમાં નહાવું, રાતની કડકડતી ટાઢમાં બીજા સાધ. નને અભાવે ડાંગરનું પરાળ પાથરી પાથરવાની એક માત્ર જાજમ ઓઢી ય પર સૂવું, ઉચ્ચ ગણાતા બ્રાહ્મણને થતે વધારેમાં વધારે સ્ત્રીઓને લાભ, એટલે સુધી કે પરિણીત અગિયાર સ્ત્રીઓમાંથી અન્તઃપુરમાં બે અને બાકીની પિયરમાં-એની સીધી જાણ થવી, અને બીજે ક્યાંય નહિ આસ્વાદેલ દહીંનું જમણ ઈત્યાદિ ન્યાયશાસ્ત્રના શુષ્ક ગણાતા અભ્યાસમાં રસ સીંચતું. પરીક્ષાના અનુભવે અધ્યયન કરતી વખતે તે પરીક્ષા આપવાની કલ્પના ન હતી, પણ મનમાં એ ભૂત ભરાયું. એમ થયું કે બધું તૈયાર જ છે તે પરીક્ષા કેમ ન આપવી? ભારત અને ભારત બહાર પ્રસિદ્ધ અને અંગ્રેજ અમલ દરમિયાન સ્થપાયેલ કેન્દ્રોમાં સૌથી જૂની કવીન્સ કોલેજમાં ન્યાયની ચારેય વર્ષોની એકસામટી લેવાતી પરીક્ષા આપી. પ્રિન્સિપાલ અસાધારણું સંસ્કૃતજ્ઞ અંગ્રેજ વિનિસ સાહેબ. પરીક્ષા હતી તે લેખિત પણ લેખકની ભૂલ જણાતાં તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249311
Book TitleMaru Vidyadhyayana
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size254 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy