Book Title: Manni Mavjat
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 7
________________ મર્કટ સમા મન થકી તો પ્રભુ રાર્યો હવે.... એક માણસને વાંદરો પાળવાનું મન થયું, અને તેના મિત્રે એ વાદરાને કેમ પકડી શકાય. તેનો ઉપાય બતાવ્યો. તે ઉપાય હતો વૃક્ષ નીચે ચણા ભરેલી બરણી મૂકી દેવી, બરણીનું મોટું નાનું હતું. વાંદરાની નજર બરણી પર જતા જ ચણા ખાવા માટે તેનું મન લલચાયું. અને તરત કુદકો મારી બરણી પાસે આવી. આજુબાજુ નજર ફેરવીને બરણીમાં ચણા લેવા માટે હાથ નાખ્યો. મુઠી ભરીને ચણા લીધા પરંતુ બરણીનું મોટું નાનું હોવાથી હાથ ફસાઈ ગયો. હાથ બહાર કાઢવા માટે વાંદરાએ ઘણા ઘમપછાડા કર્યા પરંતુ તે તેમાં સફળ ન થયો અને ફસાઈ ગયો. મુઠી છોડવાની તેની તૈયારી ન હતી. ચણા ભરેલી બરણીના બંધનમાંથી તેને મુક્તા થાવું હતું બસ, આપણા મનનું ગણીત આ બંદર જેવું જ છે તેને મુક્તિ જોઈએ છે પણ બંધનના કારણો છોડવા નથી અને દુઃખના સકંજામાં ફસાઈ જાય છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49