Page #1
--------------------------------------------------------------------------
________________
મનની માવજતી
- તેજ સાહેબ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ સ્થાન તેજ સાહેબ બી/૫૦૨, કેન્ટ રેસીડન્સી, મયુર ટૉવરની સામે, એકસર રોડ, બોરીવલી (વેસ્ટ). Mob : 9819025415 Email: tejsahebji_108@yahoo.com
કિંમતઃ
Page #3
--------------------------------------------------------------------------
________________
મન ! કાનો-માત્ર મિંડા વિનાનો શબ્દ છે. પરંતુ મનમાં સેંકડો સમસ્યા વળગીને પડી છે. કાંચીડાની જેમ રંગ બદલતું મન છે. મર્કટની જેમ કુદકા મારતુ મન છે. આવા મન વિશે લખવું ખુબ કઠીન છે. કારણ કે લખવા માટે પણ મારા મનને સ્થિર કરવું પડયું છે. દેવ-ગુરુને ધર્મની કૃપાએ મારા મને
મનની માવજાત લખવામાં ખુબ જ સહાયક બન્યું છે. અનેક લેખકોના પુસ્તક વાચ્યા. તેમાથી ગમેલી વાતો ગોઠવી અને કેટલુંક નવુ ચિંતન ફર્યું જે મનની માવજત માં સહાયક બની શકશે પ્રાય: મનના બધા પાસાને વર્ણાવવાનો પ્રયાસ કર્યો છે મન-સુખ-શાંતિ-આનંદ પ્રાપ્ત કરી શકે તેવા ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. આશા છે કે ““મનની માવજત આપના મનને મક્કમ-દઢ અને સત્વશીલ બનાવે પ્રભુ આજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિદુક્કડમ્.
-તેજ સાહેબ
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
Page #5
--------------------------------------------------------------------------
________________
એક ગોકળગાયને આંબાના ઝાડ પર ચડતી જોઈને તમરાએ પૂછયું, અત્યારે ક્યાં કેરીની મોસમ છે? તેણે જવાબ આપ્યો, હું પહોંચીશ ત્યારે ચોક્કસ હશે !
મન ને પોઝિટિવ બનાઓ.....
Page #6
--------------------------------------------------------------------------
________________
મન ! પુજારી બની જાય તન દેરાસર બની જાય
આત્મા-પરમાત્માના સ્થાને ગોઠવાઈ જાય તો મનુષ્યનો અવતાર ધન્ય ધન્ય બની જાય...
C
Page #7
--------------------------------------------------------------------------
________________
મર્કટ સમા મન થકી
તો પ્રભુ રાર્યો હવે....
એક માણસને વાંદરો પાળવાનું મન થયું, અને તેના મિત્રે એ વાદરાને કેમ પકડી શકાય. તેનો ઉપાય બતાવ્યો. તે ઉપાય હતો વૃક્ષ નીચે ચણા ભરેલી બરણી મૂકી દેવી, બરણીનું મોટું નાનું હતું. વાંદરાની નજર બરણી પર જતા જ ચણા ખાવા માટે તેનું મન લલચાયું. અને તરત કુદકો મારી બરણી પાસે આવી. આજુબાજુ નજર ફેરવીને બરણીમાં ચણા લેવા માટે હાથ નાખ્યો. મુઠી ભરીને ચણા લીધા પરંતુ બરણીનું મોટું નાનું હોવાથી હાથ ફસાઈ ગયો. હાથ બહાર કાઢવા માટે વાંદરાએ ઘણા ઘમપછાડા કર્યા પરંતુ તે તેમાં સફળ ન થયો અને ફસાઈ ગયો. મુઠી છોડવાની તેની તૈયારી ન હતી. ચણા ભરેલી બરણીના બંધનમાંથી તેને મુક્તા થાવું હતું બસ, આપણા મનનું ગણીત આ બંદર જેવું જ છે તેને મુક્તિ જોઈએ છે પણ બંધનના કારણો છોડવા નથી અને દુઃખના સકંજામાં ફસાઈ જાય છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
મન |
રીમોટ કંટ્રોલ જેવું બનાવો જે બટન આપણે દબાવીએ તે પ્રમાણે ટીવીમાં ચેનલો બદલાય મન પ્રમાણે આપણે નહી આપણા પ્રમાણે મને ચાલવું જોઈએ ત્યારે તમે મનના માલીક બન્યા કહેવાય નહિતર મનના દાસ છો. હૃદય ઉપર હાથ મુકીને કહો મનના દાસ છો ? કે માલીક ?
Page #9
--------------------------------------------------------------------------
________________
મનને ગલત નિમિત્તોથી દૂર રાખો
Page #10
--------------------------------------------------------------------------
________________
મનને રસવંતુ બનાવો ' અને ગુણવંતુ બનાવો
Page #11
--------------------------------------------------------------------------
________________
મન ઘોડા જેવું છે
તેને સ્વાધ્યાયની લગામમાં રાખો
Page #12
--------------------------------------------------------------------------
________________
'મનથી જ્યારે હારો નહી 'હારમાં જીતનો સંકેત છે
Page #13
--------------------------------------------------------------------------
________________
તનને સ્વસ્થ રાખવા મનને માંદૂ ન પડવા દો
Page #14
--------------------------------------------------------------------------
________________
મનજ સુખ અને દુઃખ નો જન્મ દાતા છે
૭
Page #15
--------------------------------------------------------------------------
________________
મન જીતવાના ત્રણ ઉપાયો
જીવનમાં અજમાવી જુઓ
Page #16
--------------------------------------------------------------------------
________________
મનનું સમર્પણ
કર્યાબાદ પસંદ નાપસંદ રહેતુ નથી
Page #17
--------------------------------------------------------------------------
________________
મનનો બાયોડેટા
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૧
મન પ્રાપ્તિ સરળ નથી મનનું મુલ્ય સમજો
Page #19
--------------------------------------------------------------------------
________________
મનામાં ઇચ્છા નું આકાશ પણ છે અને ભાવનાની ભરતી પણ છે
Page #20
--------------------------------------------------------------------------
________________
પોઝિટિવ મનના પ્રસંગો
Page #21
--------------------------------------------------------------------------
________________
મન ! ક્રોધાગ્નિથી બળે તો ક્ષમાનું પાણી છાંટવું અહંકાર પર ચઢે તો નમ્રતાનો પાઠ શીખવાડવો માયા કપટની સંતાકુકડી રમે તો સરળતાના મેદાનમાં ઉભા રહી જવાનું લોભના પુરમાં તણાય ત્યારે સંતોષના કિનારો પકડીને બેસી જવાનું બસ... મન જીતાય ગયુ તો સમજો જગત જીતાય ગયા
Page #22
--------------------------------------------------------------------------
________________
મન !
ચિંતા અને ચિંતનનું સ્થાન છે, જે કારણો ચિંતાના છે એજ કારણો ચિંતનના છે ચિંતા માણસને ઉપરથી નીચે લઈ જાય છે ચિંતન માણસને નીચેથી ઉપર લઈ જાય છે નમી રાજર્ષને જીવનમાં આવેલ દાહ જ્વળનુ દર્દ ભયંકર પીડા કારક હતુ. ચંદનને ઘસી લેપ લગાડવામાં આવતો હતો રાણીઓની બંગડીઓનો અવાજ કાનમા વાગવા લાગ્યો રાણીઓએ એક બંગડી રાખી બધી બંગડી ઉતારી નાખી પછી લેપ ઘસવા લાગી... રાજાએ પૂછયુ ચંદન ઘસવાનું બંધ કર્યું.. ના રાજન! એક બંગડી રાખી ચંદન ઘસાય છે.... બસ રાજાનું મન ચિંતને ચઢયું “એકમાં શાંતિ અનેકમાં અશાંતિ” ” મનની ચિંતા અદશ્ય થઈ અને ચિંતનથી વૈરાગ્યનો દિપ પ્રગટો.
Page #23
--------------------------------------------------------------------------
________________
મન ! સંકલ્પ વિકલ્પનું કેન્દ્ર છે ભયંકર રોગમાં અનાથી મુનિવરે સંયમનો સંકલ્પ કરી રોગને ઉભી પૂછડીએ ભગાડુયો હતો શું થશે ? હવે હું શું કરીશુ? મારી પાસે કોઈ નથી. મારુ કોઈ નથી..! આવા વિકલ્પોના વાવઝોડાને થંભાવી દો.. દઢ સંકલ્પ કરો... સંજોગોને બદલી નાખવાની તાકાત તમારા મનના સંકલ્પમાં પડી છે સંકલ્પશક્તિ વધારો જગાડો
Page #24
--------------------------------------------------------------------------
________________
મને ! હાથી જેવું છે અંકુશની જરૂર પડે ગાડી જેવું છે બ્રેકની જરૂર પડે ઘોડા જેવું છે લગામની જરૂર પડે ગધેડા જેવું છે ડફનાની જરૂર પડે સાયકલ જેવું છે. સ્ટેન્ડની જરૂર પડે
Page #25
--------------------------------------------------------------------------
________________
મન !
હીરાના દાગીના જેવુ બનાવો દાગીના પહેરીએ તો શોભા વધારે
વેચીએ તો પૈસાદાર બનાવે મનને સંસ્કારી બનાવીએ તો સમાજમા શોભા વધારે
ગુરુના ચરણમા અર્પણ કરીએ તો પરમાત્મા બનાવે
યાદ રહે !
દાગીનાની સલામતી તીજોરીમાં છે તો મનની સલામતી
Thank You To Every
Love Trevor
Page #26
--------------------------------------------------------------------------
________________
મન ! માટલા જેવું હોય તો ફટી જાય કાચ જેવું હોય તો તૂટી જાય લોખંડ જેવું હોય તો તોડી નાખે પથ્થર જેવું હોય ફોડી નાખે તપાસો તમારા મનને સંજોગો આવતા તૂટી જાય છે કે સંજોગોને તોડી નાખે છે
Page #27
--------------------------------------------------------------------------
________________
મન !
માટે એક સાયરી લખાઈ છે. સૂરજ શામ કો ઢલ જાતા હૈ હર પતઝડ વસંત મેં બદલ જાતી હૈ મેરે મન ! મુસીબતો મેં હિંમત ન હાર સમય કૈસા ભી હો ગુજર જાતા હૈ તમારા મનને દુઃખે દુઃખી થવા ન દેવું દુ:ખ અતિથી છે એ આવીને ચાલ્યું જશે ભલે પાનખર આવી વસંત પણ આવશે તેમ તમારા મનને સમજાવતા રહો સમય બધુ સારૂ કરશે.
Page #28
--------------------------------------------------------------------------
________________
મન ! મનસા ભૂત – ભૂત જેવું છે. શેઠે તપ કરીને ભૂતને વસ કર્યું હતું. ભૂતની શરત હતી અને જો કામ નહી આપતો હું તમને મારી નાખીશ વરસોનું શેઠનું કામ દિવસોમા ભૂતે પુરુ કર્યું. શેઠ મુંઝાણા... ઉપાય જડી આવ્યો.... સાત માળની મંઝીલ ચઢ અને ઉતર હું તને બીજું કામ ન આપું ત્યાં સુધી શેઠ મોતમાંથી બચી ગયા... બસ મન પણ ભૂત છે નવઘુ પડવા ન દો. નહીતર આત્માના ગુણોના બાર વગાડી દેશે
Page #29
--------------------------------------------------------------------------
________________
મન !
માટે કહેવત પડી છે. “મન હોય તો માળવે જવાય પ્રભુ મહાવીરે પણ કહ્યું છે મન હોય તો મોક્ષે જવાય જેને મન મળ્યું છે તે દુનિયાનો સૌથી ભાગ્યશાળી જીવ છે કારણ કે અનંતા જીવોને મન મળ્યું નથી અને તમોને મળ્યું છે જો જો આ મનનો સદુઉપયોગ કરી મોક્ષની યાત્રા કરવાનું રહી ન જાય
Page #30
--------------------------------------------------------------------------
________________
મન !
મલકતું રાખવું છે? વર્તમાનમાં રાખતા શીખી જાવા સ્વાધ્યામાં રમતું કરી દો ધ્યાનમાં બેસતુ કરી દો મન તો બાળક જેવું છે જે દિશામાં વાળશો તેવું વળી જશે મનને વાળો બાળવાના કામ ન કરો.
Page #31
--------------------------------------------------------------------------
________________
મન !
નિર્દોષ છે. શા માટે તેને ખરાબ કહેવું? શેઠના ઓડર પ્રમાણે નોકરને કરવું પડે તેમ કર્મોના જેવા પ્રકારે ઉદય થાય તે પ્રમાણે મને ને કરવું પડે છે. મન કર્મને આધિન છે તેમા
તેના શું વાંક ?
કર્મને હટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ મન તેની જાતે શાંત બની જશે દૂધનું તપેલુ ઉતારી લો ગેસ પરથી દૂધ એની જાતે ઠંડુ થઈ જશે.
Page #32
--------------------------------------------------------------------------
________________
મન !
નમન-નમ્રતા વાળું બનાવો શમન-ઈન્દ્રિયના તોફાનો શાંત કરો. વમન-વેરઝેરને વમી નાખો દમન-કષાયોને દમી નાખો પછી મન જ ભગવાન સ્વરૂપ લાગશે.
Page #33
--------------------------------------------------------------------------
________________
મન !
દારૂડીયા જેવું છે નશો ઉતરતા બધી જાણ પડે
મને મોહ મદિરા પીધી છે.
એટલે સાચા ખોટાની ખબર પડતી નથી જ્ઞાનીના ચરણોમા જતા જ
નશો ઉતરી જાય ત્યારે સત્યાસત્યના દર્શન થાય છે તમોને તો ખબર જ હશે ઇન્દ્રભૂતિ ગૌતમના અહંકારનો નશો પ્રભુ ચરણમાં જતા ઉતરી ગયો હતો અને આત્માની સચ્ચાય સમજાઈ ગઈ હતી
Page #34
--------------------------------------------------------------------------
________________
મન !
પ્રમાણે માણસનું વ્યક્તિત્વ બનતું હોય છે લોભી પણ બનાવે ઉદાર પણ બનાવે હિંસક પણ બનાવે દયાવાન પણ બનાવે બધુ જ મનના આધેર બને છે વાલ્યો બનવુ કે વાલ્મીકી ? રામ બનવું કે રાવણ
Page #35
--------------------------------------------------------------------------
________________
મન !
કૉપ્યુટર જેવું છે. સેવ, ડીલીટ, વાયરસ, ફોલ્ડર ઈન્ટરનેટ, આ બધું મનમાં પણ છે. સારા વિચારોને સેવ કરવા ખરાબ સંસ્કારોને ડીલીટ કરવા, મનમાં વાસનાના કે મોહના વાયસર ન આવી જાય તેનો ખ્યાલ રાખવો. સારી સારી વાતોનું ફોલ્ડર બનાવીને રાખવી ઘરે બેઠ ઈન્ટરનેટ દ્વાર બધુ જઈ શકાય છે તેમ મન દ્વારા મહાવીદેહ સુધી જઈ શકાય છે તમારા મનના કોમ્યુટર ને ચાર્જમા રાખી પાવરફૂલ બનાવજો.
Page #36
--------------------------------------------------------------------------
________________
મન ! દૂધના ઉભરા જેવું છે દૂધના ઉભરાને શાંત કરવાના બે વિકલ્પો છે એક તો ગેસ બંધ કરી દેવો બીજો છે દૂધમાં પાણી નાખો. મનના ઉભરાને શાંત કરવાના બેજ વિકલ્પો છે એક ઈચ્છાઓની આગ બુઝાવી દો બીજુ સમજણનું પાણી મનમાં નાખતા રહો
Page #37
--------------------------------------------------------------------------
________________
મન !
શાંત કરવાની ભાવના હોય તો નિત્ય સત્સંગ કરતા રહો.
સત્ વાંચન કરતા રહો.
કુ સંગથી દૂર રહો
કુ મિત્રોથી દૂર રહો
કુ વાંચનથી દૂર રહો કારણ કે મન પાણી જેવું છે
જેવું વાસન મળે તેમા ગોઠવાય જાય છે તેમ મન પણ જેવુ વાતાવરણ મળે તેવું બની જાય છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
મન |
બંધ અને મુક્તિનું કારણ એવુ ગીતામાં કહ્યું છે मनणव मनुष्याणां कारणं बंध मोक्षयोः મનનો ઉપયોગ કઈ રીતે આપણે કરી રહ્યા છીએ તે પ્રમાણે પરિણામ આવે છે. મન તપોને સંસારના બંધનમાં પણ બાંધે છે. અને મુક્તિના દ્વાર પણ ખોલી આપે છે. નક્કી તમારે કરવાનું છે બંધ જોઈએ છે કે મુક્તિ?
------- • ••••••••••••••IAL
--------
IIII:::::
Page #39
--------------------------------------------------------------------------
________________
મન !
શીખર અને ટળેટી જેવું છે કપીલ કેવળીની કથા વાંચી લેજો તમારું મન હલી જશે... બે સોનામોર માંગવા બગીચામાં બેઠા અને રાજાનું રાજ્ય માગવા સુધી કપીલનું મન તૈયાર થઈ ગયું ટળેટીએ પહોચેલું મન સમ્યક્ દિશામાં ચાલવા લાગ્યું મનના સાચા સ્વરૂપનો ખ્યાલ આવી જતા. કપીલનું મન કેવળજ્ઞાનનુ શીખર ચઢી ગયું.
Page #40
--------------------------------------------------------------------------
________________
મન !
ઈચ્છાઓથી તૃપ્ત થવાનું નથી લાકડા અગ્નિથી તૃપ્ત થાય છે ? ઈચ્છા હું માગા સમા અન્તયા ઈચ્છાને આકાશ સાથે સરખાવવામાં આવી છે આકાશનો અંત નથી
તેમ ઈચ્છાઓનો પણ અંત નથી ઈચ્છાઓથી તમે અટકી જાવ અને મનને ઈચ્છાઓથી અટકાવો
Page #41
--------------------------------------------------------------------------
________________
મન !
ચોવિસ કલાક ઈચ્છા કરે છે. ઈચ્છા પુરી થાય તો નૃત્ય કરે છે. ઈચ્છા પૂરી ન થાય તો ભાંગડા લે છે. જ્ઞાનીઓનું કહેવું છે ઈચ્છા એજ દુઃખનું કારણ છે મનને ઈચ્છાના વાવાઝોડાથી બચાવવાનો ઉત્તમ માર્ગ છે મનને ભાવનાથી ભાવિત કરતા રહો.
Page #42
--------------------------------------------------------------------------
________________
મન !
સ્થિર ક૨વાનો સર્વ શ્રેષ્ઠ ઉપાય
મને પુછવામાં આવે તો હું બતાવું કે પરમાત્માની ભક્તિમા મનને લગાવો આત્માની શક્તિમાં લગાવો
స్త్రీలయ
જુઓ પછી મન વિરક્ત બની
ફેવીકોલની જેમ ચિપકી ન જાય તો મને કહેજો!
DIRE DO
.
Page #43
--------------------------------------------------------------------------
________________
મન !
ને રત્નકાર મુનિવરે મર્કટની સાથે સરખાવ્યું છે જે એક વિષયમા તૃપ્ત થતુ નથી રંગ-રૂપ-ગંધ-સ્પર્શના સઘળા વિષયમાં તરતમતા જોઈએ એક ને એકથી મન થાકી જાય છે માટે વિષયોની ડાળેએથી કુદકા માર્યા કરે છે માટેજ જ્ઞાનીજનોએ બતાવેલ ધર્મની ક્રિયામા મનને પોરવવાનું સૂચન કર્યું છે
Page #44
--------------------------------------------------------------------------
________________
મન !
લપસણી અને સીડીનું કામ કરે છે જો ધ્યાન ન રાખો તો મોહની દુનિયામાં તમોને લપસાવી દે અને સાવધ રહીને જીવન જીવો તો મન સિડી સડસડાત ચઢાવી દે. યાદ કરો પ્રસન્નચંદ્ર રાજશ્રીને કેવા લપસી ગયા અને સાવધ બન્યા તો ક્ષપક શ્રેણીની સીડી સડસડાટ ચઢી ગયા
Page #45
--------------------------------------------------------------------------
________________
મન !
માળા ગણવાનું ચાલુ કરીએ ત્યાંજ વિચારોના આકાશમાં ઉડવા લાગે છે માળા ગણવામાં મન રહેતું નથી. આ વાતનો બધાને એક સરખો અનુભવ છે. પરંતુ હજાર હજાર રૂપિયાની નોટોનું બંડલ ગણતા મન કેવું સ્થિર થઈ જાય છે? કેમ આવું બને છે? તપાસ કરી છે ક્યારેય? યાદ રહે! મનને જ્યાં રસ પડે છે ત્યાં મન સ્થિર થઈ જાય છે.
free
e
18, 048J.
WITAM
'T
सौरुपये
Page #46
--------------------------------------------------------------------------
________________
મન !
સાધન છે. તેનો ઉપયોગ કેવો
કરવો તેની કળા તમને આવડવી જોઈએ ડૉક્ટર શસ્ત્રથી દર્દીના પેટને ચીરીને તંદુરસ્તી બક્ષે છે
જ્યારે ગુંડો શસ્રના માધ્યમે તંદુરસ્ત વ્યક્તિનેય મોત ભેગો કરી દે છે મનોવ્યાપાર કઈ દિશામા ક૨વો છે તે આપણે પોતાએજ નક્કી કરવાનો રહ્યો
Page #47
--------------------------------------------------------------------------
________________
મન ! ચંચલ છે, કંટ્રોલમાં નથી રહેતું વાત બીલકુલ સ્વીકાર્ય છે પરંતુ મનની ગહેરાયમા જવાનો પ્રયત્ન કરવો જોઈએ તુફાની દશ્યમાન દરિયાની ગહેરાયા અત્યંત ગંભીર અને સંપૂર્ણ શાંત હોય છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
નાવિકે પવન પ્રમાણે શઢને કરવાનો હોય છે તેમ દરેક ભાવિકે સંયોગો પ્રમાણે મનને દિશા આપવાની હોય છે, પણ કરુણતા એ છે કે માણસ ઉમરલાયક થયા પછી પણ લાયક થઈ શકતો નથી.
Page #49
--------------------------------------------------------------------------
________________ પવન પડી જાય શરિરની જરૂરિયાતો ભિખ માંગીને પણ પુરી કરી શકાય એટલીજ હોય છે, પણ મનની ભુખ તો લુંટ ચલાવણે પણ પુરી કરી શકાતી નથી.