________________
મન ! કાનો-માત્ર મિંડા વિનાનો શબ્દ છે. પરંતુ મનમાં સેંકડો સમસ્યા વળગીને પડી છે. કાંચીડાની જેમ રંગ બદલતું મન છે. મર્કટની જેમ કુદકા મારતુ મન છે. આવા મન વિશે લખવું ખુબ કઠીન છે. કારણ કે લખવા માટે પણ મારા મનને સ્થિર કરવું પડયું છે. દેવ-ગુરુને ધર્મની કૃપાએ મારા મને
મનની માવજાત લખવામાં ખુબ જ સહાયક બન્યું છે. અનેક લેખકોના પુસ્તક વાચ્યા. તેમાથી ગમેલી વાતો ગોઠવી અને કેટલુંક નવુ ચિંતન ફર્યું જે મનની માવજત માં સહાયક બની શકશે પ્રાય: મનના બધા પાસાને વર્ણાવવાનો પ્રયાસ કર્યો છે મન-સુખ-શાંતિ-આનંદ પ્રાપ્ત કરી શકે તેવા ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. આશા છે કે ““મનની માવજત આપના મનને મક્કમ-દઢ અને સત્વશીલ બનાવે પ્રભુ આજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિદુક્કડમ્.
-તેજ સાહેબ