________________
મન !
ચિંતા અને ચિંતનનું સ્થાન છે, જે કારણો ચિંતાના છે એજ કારણો ચિંતનના છે ચિંતા માણસને ઉપરથી નીચે લઈ જાય છે ચિંતન માણસને નીચેથી ઉપર લઈ જાય છે નમી રાજર્ષને જીવનમાં આવેલ દાહ જ્વળનુ દર્દ ભયંકર પીડા કારક હતુ. ચંદનને ઘસી લેપ લગાડવામાં આવતો હતો રાણીઓની બંગડીઓનો અવાજ કાનમા વાગવા લાગ્યો રાણીઓએ એક બંગડી રાખી બધી બંગડી ઉતારી નાખી પછી લેપ ઘસવા લાગી... રાજાએ પૂછયુ ચંદન ઘસવાનું બંધ કર્યું.. ના રાજન! એક બંગડી રાખી ચંદન ઘસાય છે.... બસ રાજાનું મન ચિંતને ચઢયું “એકમાં શાંતિ અનેકમાં અશાંતિ” ” મનની ચિંતા અદશ્ય થઈ અને ચિંતનથી વૈરાગ્યનો દિપ પ્રગટો.