Book Title: Mandir Pravesh Ane Shastro
Author(s): Chandrashankar Pranshankar Shukla
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ આપણુ લગભગ પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં ઊંચામાં ઊંચી કેટિના ધાર્મિક વિચાર તેમ જ આચાર દુનિયા આગળ આપણે રજૂ કર્યા છે. એટલું જ નહીં પણ વસાહતી તરીકે અથવા તે આક્રમણકારી તરીકે પરદેશથી હજારો વર્ષ સુધી આવ્યાં કરતી અનેક સંસ્કૃત, અસંસ્કૃત અથવા અર્ધસંસ્કૃત જાતિઓને આપણું સમાજમાં અપનાવી લેવાની ઉદારતા અને ડહાપણ આપણે બતાવ્યાં છે; એટલે સુધી કે એ પરદેશી જાતિઓનું નામનિશાન પણ આજે આપણે સમાજમાંથી શોધી કાઢવું અશકય છે. જ્યાં સુધી પરદેશીઓને અપનાવવાની, આત્મસાત કરવાની ઉદારતા, સમતા અને વિશાળતા આપણે દાખવી શક્યા ત્યાં સુધી આપણે સ્વતંત્ર અને તેજસ્વી રહ્યા. એ શક્તિ ગુમાવી બેઠા ત્યારથી પરતંત્રતાની ધૂંસરી આપણે વહેવી . પડી છે. જોકે આપણી આવી પરતંત્ર દશામાં પણ સમાજની શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરનારા સાધુસંતે વખતોવખત થયા છે; અને તેમણે જ સમાજને આવી પડતી હાલતમાં પણ જીવતો રાખે છે. બહુ પ્રાચીન કાળથી હિંદુ સમાજમાં ઓછાવત્તા પ્રમાણમાં અસ્પૃશ્યતા જોવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી તો હિંદુ ધર્મ મોટે ભાગે ખાવાપીવાના અલગ અલગ ચોકાઓમાં અને અડવી આભડવામાં જ જાણે સમાઈ ગયા છે. અમને અડશો મા, અડશો મા, એમ કરીને આપણે, દુનિયાથી અળગા પડી ગયા છીએ અને એકબીજાથી ઊંચીનીચી મનાતી એવી જ્ઞાતિઓના નાના નાના વાડાઓમાં વહેંચાઈ ગયા છીએ. હિંદુ સમાજ આજે વહેતી નદી જે નથી રહ્યો, પણ અલગ અલગ બંધિયાર ખાબોચિયાં જેવો થઈ ગયો છે. એ ખાબોચિયાંમાંથી સડો અને દુર્ગધ પેદા થયાં છે. આજે આપણામાં સંગઠિત થઈને સાથે કામ કરવાની શક્તિ જોવામાં આવતી નથી. આપણે બીકણ અને કાયર બની ગયા છીએ. આપણી જ્ઞાતિઓરૂપી ખાબોચિયાંના બંધ તોડી નાંખી તેને વહેતી કરી દેવાં એ આપણા સમાજમાં વ્યાપેલા ઊંચનીચપણને, કુસંપનો અને કાયરપણાને સડો દૂર કરવાને એકમાત્ર ઇલાજ છે. એ વસ્તુ આધુનિક જમાનાના ઋષિઓ જેવા સ્વામી વિવેકાનંદ, સ્વામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 376