Book Title: Mandir Pravesh Ane Shastro
Author(s): Chandrashankar Pranshankar Shukla
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ એવા પણ હોય છે. આવા લોકોને સમજાવવા માટે, આજના જેવી અસ્પૃશ્યતાને ધર્મશાસ્ત્રોને કશે આધાર નથી એવું બતાવનારાં છેક વેદકાળથી માંડીને આજ સુધીના ઋષિમુનિઓ, ધર્માચાર્યો અને સાધુસંતનાં વચનો, તે તે પ્રસંગની કથાઓ સાથે એક પુસ્તકમાં સંગૃહીત કરવામાં આવે તે સારું, એ વિચાર ભાઈ ચંદ્રશંકરને તથા મને વાતવાતમાં આવ્યો. તેમની સ્વતંત્ર રીતે પણ એવી ઈચ્છા હતી. એટલે તેમણે આવો સંગ્રહ કરી આપવાનું કબૂલ કર્યું, એટલું જ નહીં પણ તેની પાછળ જ મંડી પડી ઝપાટાબંધ આ પુસ્તક તૈયાર કરી આપ્યું. ચૌદ વર્ષ પહેલાં ગાંધીજીએ પ્રગટ કરેલી આ જાતની ઈચ્છા ભાઈ ચંદ્રશંકરના ઉદ્યમથી આજે ફળીભૂત થાય છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. - હિંદુ સંસ્કૃતિ દુનિયાની એક પ્રાચીનમાં પ્રાચીન ગણાય છે. તેના ઉપર આક્રમણે કાંઈ ઓછાં થયાં નથી. કવિ નાનાલાલના શબ્દોમાં કહીએ તો “સેક સંકે ઘવાયા છતાં” તે આજે જીવંત છે. જ્યારે તેની પછી પેદા થયેલી કેટલીયે સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ છે. દુનિયાના નિયમ પ્રમાણે કઈ પણ વસ્તુ ઉપર મેલ તો ચઢે જ. તેમ હિંદુ સંસ્કૃતિ ઉપર પણ વચ્ચે વચ્ચે કેટલીયે વાર મેલના થર બાઝયા છે. એ મેલના થરને સાફ કરી ફરી ફરીને એ સંસ્કૃતિને તેના વિશુદ્ધ અને ઉજજવળ રૂપમાં રજૂ કરનારા ઋષિમુનિઓ, ધર્માચાર્યો અને સાધુસંતો છેક પ્રાચીન કાળથી આજ સુધી દરેક જમાને પેદા થતા આવ્યા છે. જમાને જમાને થયેલી હિંદુ સંસ્કૃતિની અને હિંદુ સમાજની આ સફાઈનું વર્ણન પ્રમાણે સાથે ભાઈચંદ્રશંકરે બહુ સરળ અને રોચક ભાષામાં આ પુસ્તકમાં આપ્યું છે. વર્ણવ્યવસ્થાના અદકેરા અંગ તરીકે તેમાં ઘૂસી ગયેલા ઊંચનીચના ભેદભાવને ભૂંસી નાખવા વખતોવખત થયેલા પ્રયાસનો, અને એવા પ્રયાસો થતાં છતાં એ ઊંચનીચના ભેદભાવે આપણા સમાજમાં માથું ઊંચક્યાં જ કર્યું છે તેને, આખો ઇતિહાસ આ પુસ્તકમાં આપેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 376