Book Title: Madan Dhandev Charitra
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 15
________________ પ્રાસ્તíવમ્ So કૃતિ આસ્વાદ Gો પૂજ્ય પદ્ધવિજયજી મ.સા.એ પ્રથમના બે દુહાથી વશ વિહરમાન પરમાત્મા તથા પાર્શ્વનાથ પરમાત્માને અને ગુરુતત્ત્વને નમસ્કાર કરી મંગલાચરણ કર્યું છે. ત્યારબાદના ૯ દુહામાં ભૂમિકા દર્શાવ્યા બાદ કથાની શરૂઆત કરવામાં આવી છે. જ કવિશ્રીએ રાસના કાવ્યદેહને વિવિધ અલંકારોથી વિભૂષિત કર્યો છે. કામિની વિરહ અગન થકી, ધૂમ-લેખા ધનમાલા રે વિસ્તરી ગગન તેણે કરી, મેઘ હુઆ માનું કાલા રે. ૩/૧૨ વિરહિણી સ્ત્રીના અંતરમાં જાગેલા વિરહ-અગ્નિની ધૂમ્રસેર ગગનમંડળમાં વ્યાપી ગઈ, અને જાણે એના કારણે મેઘઘટા શ્યામ બની છે. આમ મેઘની શ્યામલતાને ઉભેક્ષાથી શણગારી છે. એહવી નારી ન પામીયો, ક્ષીણ દેહ તિણે કામ, હલઈ – હલુઈ અનંગ થઈ, તે દુઃખથી માનું આમ. ૯/૩ શ્રીમતી જેવી રૂપવાન સ્ત્રી ન મળવાના દુઃખથી કામદેવનો દેહ ક્ષીણ થતો ગયો. અને છેવટે તે અનંગ (શરીર વિનાનો) થઈ ગયો. આમ, કામદેવની અનંગતાને ઉલ્ટેક્ષા દ્વારા પ્રદર્શિત કરીને શ્રીમતીના રૂપને અતિશાયી બનાવ્યું છે. દિશીવધુને આભર્ણ પરે, જલદ ભર્તાઈ દીધું રે; ચમકે ચિહુ દિશી વિજલી, કનકમયી સુપ્રસિધૂ રે. ૩/૧૩ મેઘપતિએ દિશી-વધૂને કનકમય આભૂષણ પહેરાવ્યું. એ આભૂષણ એટલે ચળકતી વિજળી! અહીં કવિશ્રીની કલ્પના રૂપકની આરસીમાં પ્રતિબિંબિત થઈ છે. મેઘઘટા મહિષી વલી, પૃથ્વીને આકાશે રે; પય-ઝરતી ગાજે ઘણું, શ્યામ વરણશું પ્રકાશે રે. ૩/૧૮ મેઘઘટાને મહિષી સાથે સરખાવી છે. મહિષી શ્યામ હોય, ગાજતી હોય છે. અને પયમ્ (દૂધ) ઝરાવે છે. મેઘઘટા પણ શ્યામવર્ણી છે, ગર્જારવ કરે છે અને પયસ્ (પાણી) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 180