Book Title: Madan Dhandev Charitra
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 14
________________ પ્રાસ્તાવિક્ (૨) તપાગચ્છીય શ્રી મુનિસુંદરસૂરિજી (જન્મ વિ.સ. ૧૪૩૬, સ્વર્ગવાસ ૧૫૦૩) એ જયાનંદકેવલી મહાકાવ્યની (૭૫૦૦ શ્લોક પ્રમાણ) રચના કરી છે. જે ૧૪ સર્ગમાં વિભક્ત છે. તેના ૯મા સર્ગમાં આ કથા ગુંથાયેલી છે. કમલપ્રભ રાજા બ્રાહ્મણવેશમાં રહેલા જયાનંદ કુમારની સામે પોતાની પુત્રી કમલસુંદરીનો સ્વીકાર કરવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારે તે બ્રાહ્મણ (જયાનંદ કુમાર) રાજપુત્રીનો અસ્વીકાર કરતા બે સ્ત્રી કરવાને કારણે આવતી આપત્તિના દ્રષ્ટાંત રૂપે આ મદન-ધનદેવની કથા કહે છે. જે સંસ્કૃતભાષામાં ૨૩૫ શ્લોક ઉપરાંત ૧ સુવા (મૃગેન્દ્રમુખ) ૧ આર્યા તથા ૧ માલિની છંદમાં વણાયેલી છે. 3 (૩) પદ્મવિજયજી મ.સા.એ આ જયાનંદ કેવલી મહાકાવ્યનો સરળ સંસ્કૃત ગદ્યાનુવાદ (૨.સં. - ૧૮૫૮) કરેલો છે. તેમાં પણ પ્રસ્તુત કથાનક છે. આ મદન-ધનદેવ કથા માત્ર ઉપરોક્ત ત્રણ કૃતિમાં જ મળે છે. મૂળકૃતિનો ગુર્જર રાસ સાથે રસાસ્વાદ માણી શકાય. એ માટે ત્રણેય મૂળકૃતિઓ પણ અહીં આપવામાં આવી છે. પ્રસ્તુત રાસની મધ્યકાલીન ગુર્જર ભાષાનું સ્વરૂપ જાળવી રાખવા લેખન=જોડણીના પ્રયોગો યથાતથ રહેવા દીધા છે. હસ્તલિખિત પ્રતોમાં દંડ(=વિરામચિન્હ), અનુસ્વાર, ધ્રુવપદ સંકેતો વગેરેની નિયતતા જળવાયેલી નથી, પ્રસ્તુત સંપાદનમાં વિરામ ચિન્હો તથા ધ્રુવપદ સંકેતોની નિયતતા જાળવી છે. અનુસ્વારોને ભાષાની આવશ્યકતા અનુસારે સુધારી લેવામાં આવ્યા છે સાથે કડીક્રમાંકની પણ નિયતતા સાચવી છે. પાત્રોના મુખે બોલાયેલા વાક્યો દર્શાવવા અવતરણ ચિન્હો ઉમેર્યા છે. રાસમાં ઉપયુક્ત સંસ્કૃત પદ્યોનું શક્ય શુદ્ધિકરણ કર્યું છે. દરેક પત્રમાં નીચે રાસમાં પ્રથમ વાર પ્રયોજાયેલ અલ્પ પ્રચલિત લાગતા શબ્દોનો અર્થ આપ્યો છે. આ નૂતન પાઠ સંપાદન પદ્ધતિને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. સંપાદનમાં રહી ગયેલી ક્ષતિ બદલ વિદ્વાનોને સૂચન કરવા નમ્ર વિનંતિ. ૧. ટી ‘સહસ્રાવધાની’, ‘વાદીગોકુલસંડક’, ‘કાલી સરસ્વતી' વગેરે અનેક બિરુદો તેમને મળેલા. તેઓશ્રી દેવસુંદરસૂરિજી (દીક્ષાગુરુ) તથા જ્ઞાનસુંદરસૂરિજી (વિદ્યાગુરુ)ના શિષ્ય હતા. તેમણે સંતિકર સ્તવ વગેરે અનેક મંત્રગર્ભિત સ્તોત્ર તથા અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપદેશરત્નાકર, ત્રૈવિધગોષ્ઠી વગેરે અનેક ગ્રંથરત્નો રચ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 180