Book Title: Madan Dhandev Charitra
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 12
________________ પ્રારdídડમ્ સંસારમાં મુખ્ય બે બંધન છે. (૧) રાગ અને (૨) દ્વેષ. તેમાં પણ મુખ્ય બંધન રાગ છે.કારણ કે જેના પર રાગ હોય તેના પ્રતિપક્ષ દરેક વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે દ્વેષબુદ્ધિ થાય છે. રાગના અસ્તિત્વને કારણે જ દ્વેષનું અસ્તિત્વ છે. વળી રાગના પાત્રનો વિયોગ પણ દુઃખદાયી હોય છે. રાગ થવાના મુખ્ય ત્રણ પાત્રો છે. (૧) શરીર (૨) સંપત્તિ (૩) સ્ત્રી. પ્રસ્તુત રાસનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી પ્રત્યેના રાગને તોડવાનો છે. સ્ત્રી નિર્વેદ પ્રગટાવવા માટે મદન અને ધનદેવ નામક બે વ્યક્તિની જીવનઘટના અહીં વર્ણવવામાં આવી છે. આ રાસના રચયિતા પૂજ્ય પંન્યાસ શ્રી પદ્ધવિજયજી મ. સા. છે. તેઓ પૂજ્ય સત્યવિજયજી > ક્ષમાવિજયજી > જિનવિજયજી > ઉત્તમવિજયજીના શિષ્ય છે. પૂજા-દેવવંદન- સ્તવન – રાસ – સ્તુતિ – સઝાય વગેરે અનેક કાવ્ય રચનાઓ દ્વારા તેઓ જૈન સમાજમાં સુવિખ્યાત છે. તેમણે રચેલા ચોમાસી દેવવંદન અને નવ્વાણુપ્રકારી પૂજા અત્યંત લોકપ્રિય છે. નેમીશ્વર રાસ (૫૫૦૩ કડી), સમરાદિત્ય કેવલી રાસ (૧૯૯ ઢાળ), જયાનંદ કેવલી રાસ (૨૦૨ ઢાળ). આદિ તેમની દીર્ઘ રચનાઓ છે. પૂ. પહ્મવિજયજી મ.સા.નો જન્મ વિક્રમ સંવત ૧૭૯૨ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદની શામળાપોળમાં રહેતા વણિક જ્ઞાતીય ગણેશભાઈ અને ઝમકુબેનના પુત્ર તરીકે થયો હતો. તેમનું નામ પાનાચંદ હતું. સંવત ૧૮૦૫ના મહાસુદ-૫ના શુભ દિવસે પૂજ્ય ઉત્તમવિજયજી મ.સા. પાસે રાજનગરમાં દીક્ષા ગ્રહણ કરી. ગુરુદેવ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યા બાદ સુરતમાં સુવિધિવિજય પાસે વ્યાકરણ તથા કાવ્યાલંકારાદિનો અભ્યાસ કર્યો. રાધનપુરમાં તપાગચ્છના આચાર્ય વિજયધર્મસૂરિજી મ.સા.એ સંવત ૧૮૧૦માં તેમને પંડિત પદથી વિભૂષિત કર્યા. અનેક પ્રતિષ્ઠાઓ, છ'રી પાલિત સંઘો, સ્થાનકવાસી સાથે વાદો આદિ શાસનપ્રભાવક કાર્યો કરવાની સાથે તેમનું રચનાકાર્ય પણ આજીવન ચાલુ રહ્યું. તેમની રચનાઓનો કુલ સરવાળો પ૫,૦૦૦ શ્લોક પ્રમાણ થાય છે. સંવત ૧૮૬૨ના ચૈત્ર સુદ-૪ના દિવસે ૭૦ વર્ષનો જીવનકાળ પૂર્ણ કરી પાટણમાં કાળધર્મ પામ્યા. ટી-૧ રોહિં કિં વંદM તો વંદi (યતિ પ્રતિક્રમણ સત્ર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 180