Book Title: Madan Dhandev Charitra
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 10
________________ સંપાદડીયમ કાંઠે બેસી નિહાળીએ તો સાગર સોહામણો લાગે. પરંતુ ડુબકી મારીએ ત્યારે ખ્યાલ આવે કે કેવો બિહામણો છે? બહારથી સોહામણા અને સુખમય દેખાતા સંસારનું ઉંડાણ કેવું બિહામણું અને દુઃખમય છે? તેનું વાસ્તવિક સ્વરૂપ દર્શન પૂ. પદ્મવિજયજી મ.સા.એ “મદન-ધનદેવરાસમાં દર્શાવ્યું છે. આજ પર્યત અપ્રકાશિત રહેલા આ રાસનું અહીં પ્રકાશન થઈ રહ્યું છે. પ્રસ્તુત રાસ જે ગ્રંથોને આધારે રચાયો છે તે ગ્રંથો સાથેનો તુલનાત્મક અભ્યાસ અને તે ગ્રંથોમાંની મૂળકથાને પણ અહીં સાથે આપવામાં આવી છે. રાસ સાર્વત્રિક બોધદાયી બને એ હેતુથી સરળ ભાષામાં સંપૂર્ણ કથા પણ અહીં આપી છે. આ કથાના માધ્યમે સંસારની દુઃખમયતાનું દર્શન થાય. એ દર્શન ભવનિર્વેદ પ્રગટાવે, નિર્વેદના માધ્યમે પ્રબળ સંવેગ પ્રગટે અને સ્વ-પરનું પરમ કલ્યાણ થાય એ જ ભાવના. પરમોપકારી કચ્છવાગડદેશોદ્ધારક સચ્ચારિત્રચૂડામણિ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ના સ્વર્ગારોહણના ૫૦મા વર્ષ નિમિત્તે સ્મરણાંજલિ રૂપે પ્રસ્તુત સંપાદન થઈ રહ્યું છે. જે એમની સતત વરસતી કૃપાનું જ ફળ છે. અધ્યાત્મયોગીરાજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના આશિષે જ પૂજ્ય ઉપકારી ગુરુદેવો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જગાડ્યો છે. વર્તમાન ગચ્છનાયક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા ગચ્છહિત ચિંતક પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ અને અનુજ્ઞાથી આ સંપાદન કાર્ય દીપી ઉઠ્યું છે. સર્વ ગુરુભગવંતોના ચરણોમાં વંદના. સરળ સ્વભાવી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સોમચન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આચાર્યદેવશ્રીમુક્તિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.અને પ.પૂ.આચાર્યદેવશ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. એ આશીર્વચન પાઠવીને અમારા ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી છે. ગ્રંથ-સંપાદન તેમજ પૂફ-રીડીંગમાં અથ થી ઇતિ સુધી પરિશ્રમ કરીને ગ્રંથ પ્રકાશનને સાકાર કરનાર શિષ્ય પરિવાર ને યાદ કરવાનું કેમ ભૂલાય? સંપાદનમાં સહાયક બનેલ સર્વનો ઉપકાર સદાય શિરે રહેશે. શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાન ભંડાર-લીંબડી (ધનેશભાઈ) તથા આચાર્યશ્રી કૈલાસ સાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબા આ બને ભંડારોએ ઉદારતાપૂર્વક હસ્તપ્રતની કોપી આપી, બન્ને ભંડારોની હાર્દિક અનુમોદના. પ્રસ્તુત સંપાદનમાં કર્તાના આશય વિરુદ્ધ કે જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તો અંતઃકરણ પૂર્વક ક્ષમાયાચના કરુ છું. પ્રસ્તુત રાસનું પરિશીલન સ્વ-પરને બોધદાયી બને એ જ અભિલાષા. - ગણિતીર્થભદ્ર વિજય Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 180