Book Title: Madan Dhandev Charitra
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 9
________________ પ્રશાશ$ાય કંચન અને કામિની આ બે સંસારીજીવને ફસાવવા માટે મોહરાજાની ગૂઢ બેડી છે. બેડીમોથી મુક્ત કરવા માટે જ્ઞાની મહાપુરુષોએ અનેક ચરિત્ર ગ્રંથોની રચના કરી છે. ગુર્જર સાહિત્ય ક્ષેત્રમાં જેમનું નામ સુપ્રસિદ્ધ છે એવા પૂ. પંન્યાસ શ્રી પદ્યવિજયજી મ. સા. ની આ રચનાને પ્રકાશિત કરતા અમો ધન્યતા અનુભવીએ છીએ. વિસં. ૧૮૫૭ માં રચિત “મદન ધનદેવ રાસ” જે આજ પર્યન્ત અપ્રકાશિત રહેલ તેને પ્રકાશિત કરવાનું કાર્ય પ. પૂ. ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ. સા. તથા તેમના શિષ્ય પરિવારે હાથમાં લઈ શ્રુતભક્તિની પરંપરા આગળ વધારી છે. શ્રી શ્રમણ સેવા રિલિજીયસ ટ્રસ્ટ જે છેલ્લા ત્રણ વર્ષથી વિહારમાં વિચરતા પૂ. સાધુસાધ્વીજી ભગવંતોની સેવાનો લાભ લઈ રહ્યું છે. સાથે સાથે ગ્રંથ પ્રકાશનનો પણ લાભ મળી રહ્યો છે તે અમારૂ અહોભાગ્ય છે. કચ્છવાગડદેશોદ્ધારક સચ્ચારિત્રચૂડામણિ પ. પૂ. વિજય કનકસૂરીશ્વરજી મ. સા. ના સ્વર્ગારોહણના ૫૦ માં વર્ષે “શ્રી વિજયકનકસૂરિ પ્રાચીન ગ્રંથમાળા” નો શુભારંભ કરવામાં આવ્યો. પ્રથમ વર્ષે જ આ દ્વિતીય ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે તે ખરેખર દેવ-ગુરુની કૃપાનું ફળ છે અને અમારા માટે ગૌરવ સમાન છે. મલ્ટી ગ્રાફીક્સ સુંદર અને સુઘડ પ્રિન્ટીંગ કરી આપી ગ્રંથની શોભા વધારી છે. શ્રી વલ્લભ વિદ્યાનગર જૈન છે. મૂ. સંઘે ગ્રંથ પ્રકાશનનો લાભ લીધો તેની પણ અમો અનુમોદના કરીએ છીએ. શ્રી શ્રમણ સેવા રિલિજીયસ ટ્રસ્ટ વતી હસુભાઈ પ્રેમચંદ શાહ (પ્રમુખ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 180