Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 5
________________ * પ્રકાશકીય.. પંડિતોની પીપાસા........ તાર્કિકોની તૃષા..... દાર્શનિકની દિવ્યાતુરતા........ પરિપૂર્ણ કરતો ઘણા જ સમયથી જેની રાહ જોવાતી હતી એવા એક અપૂર્વ...... અનુપમ.... અમૂલ્ય ગ્રંથરત્ન ને પ્રકાશિત કરતાં અમે ગૌરવતાની અનુભૂતિ કરીએ છીએ. આજે જયારે ગીવણગીરાનું અધ્યયન-અધ્યાપન, પઠન - પાઠન દોહીલું નહીં, અતિદોહીલું બનતું જાય છે અને સામાન્ય સંસ્કૃત ભાષાના ચરિત્રો - ગ્રંથો પણ વાંચવા મુશ્કેલ થઈ રહયા છે. ત્યારે તાર્કિક - ન્યાયિક અને દાર્શનિક ગ્રંથોનું અધ્યયન - અધ્યાપન તો કેટલું કષ્ટસાધ્ય બને તેવા સમયે ન્યાયિક - દાર્શનિક ગ્રંથ પર સંસ્કૃત ભાષામાં રચના કરવી તો ભગીરથ કાર્યબની જાય, કોક સર્જક પ્રતિભા જ આવું અનુપમ અને શકવર્તી સ્વર્ણિમ કાર્ય કરવા પ્રેરિત થાય છે. મનીષી મૂર્ધન્ય. વિદ્ધત્વરેણ્ય... ગીવણગીરામાં વિવરણકારરૂપે વિખ્યાતિને વરેલા.... અલ્યાવધિમાં ચાર - ચાર દાર્શનિક - ન્યાયિક ગ્રંથરત્નો પર ટીકા રચી સંસ્કૃતનાલબ્ધપ્રતિષ્ઠિત સાક્ષર સ્વરૂપે સંસ્તવના સ્તવે છે. એવા પૂ. આ. શ્રી કર્ણાટક કેસરી ભદ્રંકરસૂરીશ્વરજી મ. સા. લલિતવિસ્તરા ગ્રંથ અને તેની પંજિકા ઉપર વિશદ - વિસ્તૃત ચાર હજાર શ્લોકપ્રમાણની ટીકા રચી ગહન ગંભીર અને ગુઢાર્થોથી ભરેલી યાકિનીમહત્તરાસુનુ, કારુણ્યમંડિત પૂ આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. સા. ચૈત્યવંદન સૂત્રોના રહસ્યને પ્રગટ કરનાર, યથાર્થ પરમેશ્વર્યની ઓળખાણ કરાવતી જાય - તર્કથી ભરપૂર વ્યાખ્યાઓ વિરચિત કરી તેના પર ગીતાથશિરોમણી પૂ આ શ્રી મુનિચંદ્રસૂરિજી મ. સા. ગુઢાર્થને સ્પષ્ટ કરતી અતિસંક્ષિપ્ત પંજિકા રચી. (પંજિકા પદભંજિક) પરતું કઠીણ, જટીલ વ્યાખ્યાઓ વાંચવી વિધ્વાન વર્ગને કષ્ટ સાધ્ય લાગ્યું. અનેક વિધ્વાનોની ઈચ્છા અને ભાવના હતી કે આવા ગંભીર ગ્રંથરત્ન પર સંસ્કૃતના સમર્થ વિદ્વાન કલમ ઉપાડે, એવામાં જ અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ ગ્રંથ પરની પૂજયશ્રીની સરળ - સુગમ અને રહસ્યોદ્ઘાટિની ટીકાના પઠન - પાઠન કરેલા અનેક પૂજયશ્રીએ તથા પંડિતવર્યોએ વિનંતિ કરી. આપશ્રી એક વિશદ વ્યાખ્યાની રચના કરો !

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 550