Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra
View full book text
________________
એ આજે ઓછેવત્તે અંશે સ્પર્શી ગયું છે. સંસ્કૃત ભાષામાં નવી રચનાઓતો લગભગ બંધ પડી જવાની
સ્થિતિ છે. સંસ્કૃતભાષાના જૂના ગ્રન્થોનું અધ્યયન શ્રાવક - શ્રાવિકાવર્ગમાં તો લગભગ છે જ નહીં સાધુ - સાધ્વી વર્ગમાં પણ એ આઘાતજનક હદે મંદ પડી રહ્યું છે. આજે સમાજનું વાતાવરણ એવું થયું છે કે ગુજરાતીમાં પણ જો તાત્ત્વિક - અર્થગંભીર રચના કરવી હોય તો એવો વાચકવર્ગ ન હોવાથી ઉત્સાહ પડી ભાંગે. આવા સાવ નિરાશા અને હતાશાજનક સંયોગોમાં પણ પૂજ્યપાદશ્રીએ ગીવાણગિરામાં પોતાની કલમ ચાલુ રાખી છે એ જાણે કે એકલો જાને રે...' ઉક્તિને સાર્થક કરે છે. આ વયોવૃદ્ધ ઉંમરે પણ, સ્વાસ્થની એટલી બધી અનુકૂળતા ન હોવા છતાં પણ, પૂજ્યપાદશ્રીની ચાલુ રહેલી આ સાહિત્યસર્જનની પ્રવૃત્તિ, તેઓશ્રીના ધગશ, હિંમત, અપ્રમત્તતા, સ્વાધ્યાયરુચિ વગેરે
ઉદાત્ત ગુણોને સૂચિત કરે છે, તેમજ યુવાન સાધુઓને એક સુંદર આદર્શ પૂરો પાડે છે. પૂજ્યપાદ શ્રીના નું વિરાટ સંયમપર્યાય - ગુણો વગેરે આગળ હું તો સાવ વામણો છું. તેઓ શ્રીમદ્દના ગ્રન્થની પ્રસ્તાવના
લખવાની મારી શી ગુંજાઈશ ? તેમ છતાં પૂજ્યપાદશ્રીએ એ માટે મને યાદ કરી તક આપી. એ માટે તેઓ શ્રીમદ્દો હું ખુબખુબ ઋણી છું પૂજયપાદશ્રીનું આ નવું સર્જન, ચતુર્વિધ સંઘમાં મંદ પડતી જતી સ્વાધ્યાય પ્રવૃત્તિને વેગવંતી બનાવવામાં ફાળો આપશે એવી આશા રાખીએ.
સંસ્કૃતભાષામાં કરવામાં આવેલી આ સરળ વિવેચના છે. લલિતવિસ્તરા ગ્રન્થમાં રહેલા શ્રુતખજાનાની ગુજરાતીમાં વિસ્તૃત ઝાંખી કરવી હોય તો શાસ્ત્રવચનોના ગૂઢ રહસ્યોને યથાર્થપણે સરળરીતે રજુ કરવાની આગવી કલા ધરાવનારા પૂજ્યપાદ ગુરુદેવ આ ભગવંતશ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વજી મહારાજ સાહેબ લિખિત વિવેચના પરમ તેજ ભાગ ૧-૨ વાંચવાની જિજ્ઞાસાઓને ખાસ ભલામણ છે.
કનટક કેસરી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઉત્તરોતર અન્યપણ અનેક નવા સર્જનો કરી શ્રી સંઘની શ્રુતસમૃદ્ધિમાં વધારો કરતાં રહે એવી શુભભાવના સાથે વિરમું છું
શ્રી પ્રેમ ભુવનભાનુ ઘર્મજિત - જયશેખરસૂરીશ્વર શિષ્યાણ મુનિ અભયશેખર વિજય
કોલ્હાપુર